Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતમાં ઘોડદોડ રોડ પર વેસ્ટફિલ્ડ મોલ પાસેથી વેપારીનું થયું અપહરણ

Webdunia
સોમવાર, 12 ફેબ્રુઆરી 2018 (17:32 IST)
સુરતમાં ઘોડદોડ રોડ પર આવેલા વેસ્ટફિલ્ડ મોલ બહારથી વેપારીનું અપહરણ કરવામાં આવતાં પોલીસે તપાસ શરૂ કરી છે. ચા કોફીના વેપારીનું કારમાં આવેલા ત્રણ જેટલા ઈસમોએ વેપારીનું અપહરણ કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. અને ક્યા કારણોસર અપહરણ કરવામાં આવ્યું તે દિશામાં તપાસ હાથ ધરી છે. ઘોડદોડ રોડ પર આવેલા વેસ્ટફિલ્ડમાં ચા કોફીના પાવડરનો ધંધો કરતાં જીગ્નેશ જયસુખ પટેલ  પોતાના કામના સ્થળે હતાં. આ દરમિયાન વાહનમાં આવેલા અજાણ્યા 3 જેટલા ઈસમોએ જીગ્નેશનું અપહરણ કર્યું હતું. આ અગાઉ ચાર પાંચ દિવસ પહેલાં મિશન સ્કૂલ પાસેથી તેનું અપહરણ કરવાની કોશિષ કરવામાં આવી હતી. પરંતુ તેમાં બાઈક અને કારમાં આવેલા ઈસમો સફળ થયાં નહોતાં. જે અંગે જીગ્નેશે અગાઉ પોલીસમાં જાણ કરી હતી. ત્યારબાદ જીગ્નેશે સ્ટાર બજારમાં પણ તેની રેકી થતી હોય તેમ અપહરણનો પ્રયાસ કરનારને ઓળખી બતાવ્યાં હતાં. હાલ પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments