Webdunia - Bharat's app for daily news and videos

Install App

પીએમ આવે ખર્ચા કરાવે, નર્મદા મહોત્સવના ૧૭મીના કાર્યક્રમ પાછળ ૮૦ લાખનો ધૂમાડો થશે

પીએમ આવે ખર્ચા કરાવે
Webdunia
બુધવાર, 6 સપ્ટેમ્બર 2017 (12:35 IST)
વિધાનસભાની ચૂંટણીને પગલે ભાજપ-કોંગ્રેસ ભરપૂર તૈયારીઓ આદરી દીધી છે. નર્મદા મહોત્સવના નામે ભાજપ પણ ચૂંટણી બ્યૂગલ ફુંકવા જઇ રહી છે જેના ભાગરૃપે ૧૭મીએ વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. ડભોઇમાં નર્મદા મહોત્સવ પાછળ ભાજપ સરકાર રૃા.૮૦ લાખનો ધુમાડો કરશે. સૂત્રોના મતે, ડભોઇમાં મા નર્મદા મહોત્સવ યોજવા અત્યારથી જોરદાર તૈયારીઓ આરંભી દેવાઇ છે. સરકારે સરદાર સરોવર નર્મદાના માથે તમામ ખર્ચ કરવાની જવાબદારી નાંખી છે.

ડભોઇમાં મા નર્મદા મહોત્સવમાં અંદાજે દોઢેક લાખ જનમેદની એકત્ર કરવા ભાજપે આયોજન કર્યું છે. ગુજરાતભરમાંથી આ કાર્યક્રમમાં લોકોને લાવવા લઇ જવા માટે ૧૮૦૦ એસટી બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. આટલી મોટી સંખ્યામાં એસટી બસો નર્મદા મહોત્સવમાં જોતરાશે તો તે દિવસે ગુજરાતભરમાં એસટી મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી શકે તેમ છે. આ કાર્યક્રમમાં આવનારાં પ્રત્યેક એક વ્યક્તિ પાછળ અંદાજે રૃા.૫૦નો ખર્ચ કરવા સરકારે તૈયારી રાખી છે. સરકારે આદેશ આપતાં જીલ્લા કલેક્ટરોને ખાસ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ ગ્રાન્ટમાંથી નર્મદા મહોત્સવ માટે ડભોઇ આવનારાં લોકો માટે ફુડપેકેટ અને પાણીના પાઉચની વ્યવસ્થા કરવામાં આવનાર છે. કુલ મળીને રૃા.૭૫ લાખની ગ્રાન્ટ સરદાર સરોવર નર્મદા નિગમને કલેક્ટરોને ફાળવી આપવા આદેશ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખાસ ઉપસ્થિતીમાં ડભોઇમાં યોજાનારાં નર્મદા મહોત્સવમાં ઘણાં વીવીઆઇપીને ખાસ આમંત્રિત કરાયાં છે. આ વીવીઆઇપીના ભોજન સમારોહ પાછળ જ રૃા.૫ લાખ ખર્ચ થવાનો અંદાજ છે. આમ, ડભોઇમાં ભારે ઝાકઝમાળ વચ્ચે નર્મદા મહોત્સવની ઉજવણી કરવા સરકારે તૈયારીઓ શરૃ કરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ડાયાબિટીસનો ઘરેલું ઉપાય - આજથી જ આ વસ્તુઓ ખાવાનું શરૂ કરો, ડાયાબિટીસ થશે કંટ્રોલ

ગરમીમાં પેટ માટે વરદાન બને છે આ મસાલો, ખાતા જ પેટની બળતરા અને એસિડિટી કરે છે દૂર

ગર્લફ્રેંડ બોયફ્રેંડ શાયરી - Girlfriend Boyfriend Shayari In Gujarati

Dustbin ની વાસે ઘરનું વાતાવરણ બગાડ્યું છે, આ કોફી હેક તમને મદદ કરી શકે છે

20 મિનિટમાં તૈયાર થઈ જશે આ પોટેટો-ક્રીમ ચિકન, વીકેન્ડ લંચમાં ચોક્કસ ટ્રાય કરો

વધુ જુઓ..

નવીનતમ

Urvashi Rautela Mandir: જે મંદિર પર ઉર્વશી રૌતેલા કરી રહી છે દાવો શુ છે તેનો ઈતિહાસ ?

બ્રાહ્મણ પર હું ...' વિવાદાસ્પદ નિવેદન આપવા બદલ અનુરાગ કશ્યપ મુશ્કેલીમાં, હવે માંગી માફી, કહ્યું- 'દીકરી અને પરિવાર...'

ગુજરાતી જોક્સ - લાઈટ જાય છે

ગુજરાતી જોક્સ - બબલૂ- પાપા દારૂડિયા કોને કહે છે

Kesari 2 X Review: 'બંધ મુઠ્ઠી એક કડા', ગુસ્સાથી લાલ કરી દેશે અક્ષય કુમારની ફિલ્મ

આગળનો લેખ
Show comments