Webdunia - Bharat's app for daily news and videos

Install App

બી-૧૨ની ખામી ધરાવતા લોકોને હવે નિરાંત, દરિયાઈ લીલમાંથી બનશે બી-૧૨નો પાવડર

Webdunia
સોમવાર, 8 મે 2017 (13:12 IST)
જીએસએફસી સાયન્સ ફાઉન્ડેશનના ડો કિરણ ભટે માહિતી આપતાં કહ્યું હતું કે ગુજરાત પાસે વિશાળ દરિયાકાંઠો છે. દરિયામાં સરળતાપૂર્વક લીલ મળે છે. આ લીલમાં વિટામિન બી-૧૨ મોટા પ્રમાણમાં હોવાની સંભાવના છે. બી-૧૨ને લીલમાંથી કાઢીને પાવડરસ્વરૃપે બનાવીને બી-૧૨ની ખામી ધરાવતાં લોકો સુધી સરળતાપૂર્વક પહોંચાડવામાં આવશે.  ડો કિરણ ભટે જણાવ્યું હતું કે લીલમાંથી બી-૧૨ બનાવવાના પ્રોજેક્ટમાં એમએસ યુનિ. તેમજ જૂનાગઢ કૃષિ યુનિ.નો સહયોગ લેવામાં આવ્યો છે. ગુજરાતમાં મોટા ભાગના લોકો શાકાહારી ભોજન લે છે.

એક અંદાજ મુજબ ૨૭% લોકો વિટામિન બી-૧૨ની ખામી ધરાવે છે. સમગ્ર દેશમાં ૭૫% લોકો વિટામિન બી-૧૨નું નીચું પ્રમાણ ધરાવે છે. શાકાહારી ભોજન લેવાથી લોકોમાં વિટામિન બી-૧૨ની ઉણપ જોવા મળે છે. વિટામિન બી-૧૨ની ઉણપથી એનિમિયા, બ્લડપ્રેશર કે ન્યુરોલોજીકલ જેવી ગંભીર તકલીફો જોવા મળે છે. વિટમિન બી-૧૨ના ઇન્જેક્શન અથવા લાંબા ગાળાની ટ્રીટમેન્ટ લેવી પડતી હોય છે. ગુજરાત પાસે વિશાળ દરિયા કિનારો છે. દરિયામાં લીલ પુષ્કળ પ્રમાણમાં થતી હોય છે. દરિયાઇ લીલમાંથી વિટામિન બી-૧૨ આસાનીથી મળી શકે છે, જેને પાવડર ફોર્મમાં ફેરવીને લોકો સમક્ષ સુધી પહોંચાડવામાં આવશે. સમાજના ગરીબ વર્ગમાં વિટામિન બી-૧૨ અંગે અવેરનેસ નથી, આ કારણે મીઠામાં નિશ્વિત માત્રામાં આયોડિનની જેમ વિટામિન બી.૧૨નો પાવડર ભેળવવાનો પ્રયોગ પણ કરવામાં આવશે. આ પ્રયોગ સફળ થાય તો વિટમિન બી-૧૨ યુક્ત મીઠું બજારમાં મળતું થશે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા મેચમાં કીડાનો હુમલો, ખેલાડી મેદાન છોડીને ભાગવા મજબૂર.. જુઓ VIDEO

જૂનાગઢમા ગિરનાર લીલી પરિક્રમામાં મચ્યો હડકંપ, 48 કલાકમાં 9 શ્રદ્ધાળુઓના હાર્ટ અટેકથી મોત

ED: રોકડના બદલે વોટ અને બેંક ખાતાઓનો દુરુપયોગ મામલામાં ઈડીની કાર્યવાહી, ગુજરાત-મહારાષ્ટ્રના અનેક ઠેકાણાઓ પર છાપા

અમદાવાદ સહિત અનેક શહેરોનું તાપમાન 20 ડિગ્રીથી નીચે ઉતરી ગયું છે

એમ્બ્યુલન્સ સગર્ભા મહિલાને લઈ જઈ રહી હતી, અચાનક આગ લાગી અને કાર ઉડી ગઈ

આગળનો લેખ
Show comments