Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાબરકાંઠાના હિમતનગરમાં ભગવાન રામની શોભાયાત્રા પર પત્થર મારો, 1 ઈજાગ્રસ્ત

Webdunia
બુધવાર, 5 એપ્રિલ 2017 (11:22 IST)
સાબરકાંઠાના મુખ્ય મથક હિંમતનગરમાં શ્રીરામની ભવ્ય શોભાયાત્રા અંતિમ ચરણમાં હતી  ત્યારે અસામાજીક તત્વોનું આશ્રય સ્થાન બની ગયેલા હાજીપુરામાં શોભાયાત્રામાં નિકળેલ વાહન ઉપર ટોળાએ પથ્થરમારો કરી હુમલો કરતા ટોળાને અટકાવવા આવેલી પોલીસ વાહન ઉપર પણ પથ્થરમારો કરી કાચ ફોડી નાખી પલાયન થઇ ગયુ હતું.  શોભાયાત્રામાં રામ ભકતોએ સંયમ જાળવી રાખ્યો હતો પરંતુ હાજીપુરાના કેટલાક અસામાજીક તત્વોએ વાતાવરણ ડહોળી નાખ્યુ હતું.

પ્રથમ વખત રામનવમી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યા બાદ કેટલાક ઇસમોએ શરૂઆતથી જ રેલીના રૂટનો વિરોધ શરૂ કરી દીધો હતો. દરમિયાન શોભાયાત્રાની એક કાર બજારમાં જતી રહી હતી અને હાજીપુરા જીઇબી કચેરી આગળ બંધ થઇ જતાં ટોળાએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો અને એક વ્યકિતને માથામાં ઇજાઓ થતાં તેને હિંમતનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ટોળાને વિખેરવા આવેલ પોલીસ જીપને પણ ટોળાએ નિશાન બનાવી હતી અને જીપનો કાચ અને હેડલાઇટ ફોડી નાખ્યા હતા.
ઘટના બાદ નજીકમાં આવેલા ન્યાયમંદિર વિસ્તારમાં હસનનગર-દરગાહ આગળ રૂમાલ બાંધીને ટોળાએ ડેરો જમાવ્યો હતો અને પોલીસ મૂક પ્રેક્ષક બની જોઇ રહી હતી. રામસેવકોએ સંયમ જાળવી રાખતાં કોઇ મોટી ઘટના હાલ પૂરતી સર્જાઇ નથી જેને પગલે શાંતિ સમિતિના શાંતિ દૂતોની શાંતિ જાળવી રાખવાના પ્રયાસો એરણે ચઢયા છે. જોકે હાલમાં સરકારી અને ખાનગી વાહન ઉપર પથ્થરમારો કરી નુકશાન કરવાની ઘટના સંદર્ભે પોલીસ તંત્ર દ્વારા કે અન્ય કોઇ વ્યકિત દ્વારા પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઇ નથી
વધુ જુઓ..

જરૂર વાંચો

હિતેન કુમાર અને કાજલ ઓઝા વૈદ્ય દ્વારા અભિનિત ગુજરાતી ફિલ્મ ‘તારો થયો 17 જાન્યુઆરીએ રીલિઝ થશે

Baidyanath Jyotirlinga Temple- વૈદ્યનાથ જ્યોતિર્લિંગ

ગુજરાતી જોક્સ - લંડનમાં કામ કરે છે

ગુજરાતી જોક્સ - સારું ભોજન મળશે

ગુજરાતી જોક્સ - કંજૂસ મિત્રો

વધુ જુઓ..

નવીનતમ

રામાયણની વાર્તા - લક્ષ્મણજી 14 વર્ષ સુધી ઉંઘ્યા નથી

mutton nihari - ઘરે કેવી રીતે બનાવીએ દિલ્હીની પ્રખ્યાત મટન નિહારી

Gota Patti Sarees : આ Festive Season માટે છે એક પરફેક્ટ ચૉઈસ

મૃત્યુ પછી મૃત વ્યક્તિના મોંમાં સોનું શા માટે મૂકવામાં આવે છે?

1964 Cyclone- જ્યારે આખી ટ્રેન, 200 મુસાફરો અને 5 કર્મચારીઓ દરિયામાં ડૂબી ગયા.

આગળનો લેખ
Show comments