Webdunia - Bharat's app for daily news and videos

Install App

લવ મેરેજ કરવાનું ભારે પડયું: લાખ રૂપિયા નહીં મળતા પતિએ પત્નીના અશ્લીલ ફોટા વાઇરલ કર્યા

Webdunia
સોમવાર, 11 નવેમ્બર 2019 (14:30 IST)
ઘરેથી ભાગી જઇને પ્રેમ લગ્ન કરનાર યુવતીઓ માટે ચેતવણીરૃપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગીતામંદિર વિસ્તારમાં રહેતી મહિલાને પ્રેમલગ્ન કરવાનું ભારે પડયું છે. લગ્નના આઠ મહિનામાં જ પતિએ રૃા.૧ લાખની માંગણી કરી હતી જો કે પત્નીએ રૃપિયા લાવવાનો ઇન્કાર કરતાં પતિએ પત્નીના અશ્લીલ ફોટા સોશિયલ મિડિયામાં વાઇરલ કર્યા હતા. એટલું જ નહી બદનામ કર્યા બાદ પત્નીને તગેડી મૂકી હતી. આ ઘટના અંગે કાગડાપીઠ પોલીસે પતિ સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

આ કેસની વિગત એવી છે કે ગીતામંદિર વિસ્તારમાં રહેતી અને ખાનગી કંપનીમાં નોકરી કરતી મહિલાને સરખેજ વિસ્તારમાં મકરબા પોલીસ ચોકી સામે ભાડાના મકાનમાં રહેતા હેમાંગભાઇ જામલીયા સાથે આંખ મળી ગઇ હતી. જેને લઇને આઠ મહિના પહેલા  પ્રેમ લગ્ન કર્યા હતા, લગ્ન બાદ થાડો સમય લગ્ન જીવન સારુ ચાલતું હતું. બે મહિના પહેલા પતિએ પત્નીના ઘરેથી રૃા. ૧ લાખ લઇ આવવાનું કહ્યું હતું. 

ત્યારબાદ  પતિ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપીને રૃપિયા નહી લાવે તો નહી રાખવાની વાત કરીને મારઝુડ કરવામાં આવતી હતી. એટલું જ નહી જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવતી હતી. પતિએ અગાઉ  પત્નીની જાણ બહાર  બિભત્સ ફોટા પાડયા હતા. જે ફોટા પંદર દિવસ પહેલા મહિલાના નામનું વોટ્સએપ ગૃપ બનાવીને તેમાં આ ફોટા વાઇર કર્યા હતા તથા એક મહિના પહેલા પણ આ અશ્લીલ ફોટા મહિલાના ભાઇ અને તેમના ઘરના સભ્યોના મોબાઇલમાં પણ મોકલી આપ્યા હતા. આ બનાવ અંગે કાગડાપીઠ પોલીસે પતિ સામે માનસિક શારીરિક ત્રાસ સહિતની કલમ હેઠળ ગુનો નોેંધી વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments