Webdunia - Bharat's app for daily news and videos

Install App

દક્ષિણ ગુજરાતમાં નાર્કોટીક્સ ડ્રગ્સની હેરાફેરીનું પ્રમાણ વધી રહ્યું છે

Webdunia
ગુરુવાર, 22 નવેમ્બર 2018 (12:06 IST)
સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પ્રતિબંધિત નાર્કોટીક્સ ડ્રગ્સની હેરાફેરીનું પ્રમાણ વધી રહ્યું છે. છેલ્લાં પાંચ-છ માસના ગાળામાં જ વલસાડ, સુરત અને ભરુચથી કરોડો રૂપિયાની કિંમતના નાર્કોટીક્સ ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. 
સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં નાર્કોટીક્સ એન્ડ સાયકો ટ્રોપિક સબસ્ટેન્સીસ એક્ટ હેઠળ પ્રતિબંધિત ડ્રગ્સના જથ્થાની ફેરાફેરીનું પ્રમાણ વધી રહ્યું હોવાના તાજેતરમાં એકથી વધુ કિસ્સા બહાર આવ્યા છે. તાજેતરમાં જ સુરત-અમદાવાદ ડીઆરઆઈના સંયુક્ત ઓપરેશનમાં ભરુચથી રૂ.૨ કરોડની કિંમતનો પ્રતિબંધિત મેફેડ્રેનના જથ્થા સાથે બે ભરુચવાસીને પકડી જેલભેગા કર્યા છે.
ગત મે મહિનામાં સુરત-અમદાવાદ ડીઆરઆઈની ટીમે વલસાડની ગેલેક્ષી ફાર્મા કંપનીની પ્રિમાઈસીસમાંથી રૂ.૬.૭ કરોડની કિંમતની ફાઈટર ડ્રગ્સ તરીકે ઓળખાતી ટ્રમડોલ નામની ટેબ્લેટ્સ અને પાવડર ફોર્મમાં જથ્થો ઝડપી પાડયો હતો.જે ડ્રગ્સ મીડલ ઈસ્ટના વોરઝોનના આતંકી સંગઠન ગુ્રપના સભ્યોમાં ફાઈટર ડ્રગ્સ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ અગાઉ પણ પ્રતિબંધિત કેટેમાઈનડ્રગ્સનો જથ્થો સુરત ડીઆરઆઈએ ઝડપી પાડયો હતો. 
છેલ્લાં ત્રણ-ચાર માસમાં જ સુરત-અમદાવાદ ડીઆરઆઈએ વલસાડ, સુરત અને ભરુચથી કરોડો રૂપિયાની કિંમતના નાર્કોટીક્સ ડ્રગ્સની ફેરાફેરીના ત્રણ જેટલા કેસોનો પર્દાફાશ કર્યો છે. ખાસ કરીને આજની યુવા પેઢીમાં પ્રચલિત બનતી જતી રેવ પાર્ટીમાં આવા મેફેડ્રેન, ટ્રમડોલ અને કેટેમાઈન જેવા પ્રતિબંધિત નાર્કોટીક્સ ડ્રગ્સનો મોટા પાયા પર ઉપયોગ થતો હોવાનું બહાર આવ્યું છે. આવા ડ્રગ્સની હેરાફેરીના કિસ્સામાં મોટા ભાગે ફાર્માસ્યુટીકલ કે દવા બનાવતી કંપનીઓ સહિત ટુંકાગાળામાં વધુ નાણાં કમાઈ લેવા માંગતા ફાર્માસ્યુટીકલ ક્ષેત્રના યુવાનોનું નોંધપાત્ર પ્રમાણ જણાઈ આવ્યું છે

સંબંધિત સમાચાર

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments