Webdunia - Bharat's app for daily news and videos

Install App

બિટકોઈન તોડકાંડમાં નલિન કોટડિયાને મોટો ભાગ મળ્યો હતો: 66 લાખમાં થયો હતો સોદો

Webdunia
મંગળવાર, 11 સપ્ટેમ્બર 2018 (12:55 IST)
અબજો રૂપિયાના બિટકોઈન કૌભાંડમાં ઝડપાયેલા ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને ભૂમિકા ભજવવા બદલ 66 લાખ રૂપિયા મળવાના હતા. જે પૈકી તેને 35 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. જ્યારે સીઆઈડી દ્વારા 25 લાખ રૂપિયા રિકવર કરવામાં આવ્યા હતા. આ મામલે હાલ વધુ તપાસ કરવામાં આવી રહી છે. સુરતમાં બાંધકામની સાથે બિટકોઈનનો વેપાર કરતા શૈલેષ ભટ્ટને ગાંધીનગરની સીબીઆઇ કચેરીથી ફોન આવ્યો હતો. જેમાં બિટકોઈન મામલે ફરિયાદ ન નોંધવાની ધમકી આપવામાં આવી હતી. બાદમાં બિલ્ડરને એક હોટલમાં બોલાવી 5 કરોડ રૂપિયાનો તોડ કરવામાં આવ્યો હતો. જોકે, આ મામલો અહીં અટક્યો ન હતો. ગત 11 ફેબ્રુઆરીના રોજ એક પેટ્રોલ પંપ પરથી શૈલેષ ભટ્ટનું અપહરણ કરવામાં આવ્યું હતું. ફરિયાદમાં આપેલી માહિતી મુજબ આપહરણકારો શૈલેષ ભટ્ટને ફાર્મમાં લઇ ગયા અને માર માર્યો હતો. જેનો આરોપ અમરેલી એલસીબીના તત્કાલીન પીઆઈ અનંત પટેલ પર લાગ્યો હતો. તેણે ધમકી આપીને રૂ. 12 કરોડના બિટકોઈન તેના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા, સાથે જ અનંત પેટેલે રૂ. 50 કરોડની માગણી કરી હતી. આંગડિયા પેઢી મારફતે રૂ. 32 કરોડ મગાવાનું કહેતા શૈલેષ ભટ્ટનો છૂટકારો થયો. જે બાદ શૈલેષ ભટ્ટે સમગ્ર મામલે ગૃહખાતામાં લેખિતમાં ફરિયાદ કરી હતી

સંબંધિત સમાચાર

બાંધેલો લોટ ફ્રિજમાં કેટલો સમય સુધી મૂકી શકાય?

Aloe vera water spray uses- કુંવારપાઠાની છાલને પાણીમાં ઉકાળવાથી ઘણા કામ થઈ જશે સરળ, જાણો કેવી રીતે

Hanuman Jayanti 2024: હનુમાનજીને ખૂબ પ્રિય છે આ વાનગીઓ, જયંતી પર લગાવો ભોગ

World Liver Day 2024: પેશાબમાં પીળાશ અને ભૂખ ન લાગવી, કેવી રીતે જાણશો કે તમારું લીવર ડેમેજ થઈ રહ્યું છે ?

Rose Plant-ગુલાબ ના છોડ ની માવજત કેવી રીતે કરવી જાણો 3 હેક્સ

દિવ્યાંકા ત્રિપાઠીનો અકસ્માત, લાઈવ સેશન રદ્દ કરી હોસ્પિટલ પહોચ્યા વિવેક દહિયા

Teacher students jokes- સૌથી વધુ નશો

રમૂજ હાસ્ય

જોક્સ- સ્કૂટર સ્ટેંડ

સુનીલ શેટ્ટીએ જમાઈ કેએલ રાહુલને ખાસ અંદાજમાં કર્યુ બર્થડે વિશ, બોલ્યા હુ બતાવી નથી શકતો કે..

આગળનો લેખ
Show comments