Webdunia - Bharat's app for daily news and videos

Install App

N-95 માસ્કનો વિવાદ વકર્યોઃ રૂા.65માં સરકાર વેચે છે: કેમીસ્ટો 50માં વેચશે

Webdunia
સોમવાર, 25 મે 2020 (14:23 IST)
કોરોના સંકટમાં માસ્ક પહેરવાનું ફરજીયાત કરવામાં આવ્યુ છે ત્યારે તેની નવા વેચાણ ફોર્મ્યુલાથી વિવાદ ઉભો થયો છે. રાજય સરકારે અમુલ પાર્લરો પરથી રૂા.65 માં એન-95 માસ્ક વેચવાનું શરૂ કર્યું છે. ત્યારે ગુજરાતનાં કેમીસ્ટોએ માત્ર રૂા.50 માં જ આવા માસ્ક આપવાનું એલાન કરતાં સરકાર તથા સંગઠન જ સામસામા આવી જવાના ભણકારા છે. ગુજરાત મેડીકલ સર્વીસ કોર્પોરેશન પાસેથી ખરીદી કરીને અમુલ પાર્લર મારફત 65 રૂપિયામાં એન-95 માસ્ક આપવાનું સરકારે જાહેર કર્યું હતું તેની ગુણવતા સામે સવાલ શંકા ઉઠાવીને ગુજરાત સ્ટેટ કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસો.એ રૂા.50 માં એન-95 માસ્ક વેચવાનું એલાન કર્યું છે.,સંગઠનના પ્રમુખ જશુભાઈ પટેલે કહ્યું કે સરકાર જે એન-95 માસ્ક રૂા.65 માં વેંચવા મુકયા છે તે જ પ્રકારના માસ્ક 50 માં વેંચશુ. કેમીસ્ટો 50 રૂપિયામાં આ માસ્ક વેંચી શકતા હોય તો સરકાર શું કામ નીચા ભાવે વેચી ન શકે. રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગત તા.18 મીએ એવુ જાહેર કર્યૂ કે સરકાર અમુલ પાર્લરો પરથી થ્રીલેયર માસ્ક રૂા.5 તથા એન-95 માસ્ક રૂા.65 માં વેચશે.કેમીસ્ટ એસોસીએશને તેની ગુણવતા સામે સવાલ ઉઠાવ્યા હતા. એસોસીએશનનું એવુ કથન છે કે એન-95 માસ્ક પાંચ લેયર ધરાવે છે અને તેનો ઉત્પાદન ખર્ચ જ રૂા.135 હોય છે. જીએસટી તથા પરિવહન ખર્ચ ઉમેરવામાં આવે તો પડતર રૂા.160 ની થાય છે. સરકાર રૂા.65 માં વેચે છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે રૂા.65 વાળા માસ્ક સાચા એન-95 જ છે? તેની ગુણવતા પર શંકા છે. કેમીસ્ટો આજ ગુણવતાના માસ્ક રૂા.65 માં વેચે જ છે. સંગઠનનાં અધ્યક્ષ અલ્પેશ પટેલે કહ્યું કે ગુજરાતમાં 35000 કેમીસ્ટો સંગઠનના સભ્યો છે માત્ર અમદાવાદમાં જ 5000 કેમીસ્ટો જોડાયેલા છે. આજથી અમદાવાદ-વડોદરામાં એન-95 માસ્ક સભ્ય કેમીસ્ટોને પહોંચતા કરાશે અને એક સપ્તાહમાં રાજયનાં તમામ કેમીસ્ટો સુધી આ માસ્ક પહોંચી જશે.પ્રથમ તબકકે એક લાખ માસ્કનું ઉત્પાદન થશે અને પછી જરૂરીયાત મુજબ ઉત્પાદન કરાતું રહેશે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ડૉક્ટર મુજબ જ્યારે હાર્ટ એટેક આવે છે ત્યારે કેવું લાગે છે, દુખાવો ક્યાં થાય છે, હાર્ટ એટેકનો દુખાવો કેવી રીતે સમજવો?

lord vishnu names for baby boy- એકાદશી પર રાખો ભગવાન વિષ્ણુ ના નામ પર બાળકોના નામ

Gujarati Story- સોનાના ઈંડા ની વાર્તા

MIlk - શા માટે દૂધ બેસીને નહીં પણ ઊભા રહીને પીવું જોઈએ?

વધુ જુઓ..

નવીનતમ

ચેહર માતાજીનું મંદિર અમદાવાદ

જેકલીન ફર્નાન્ડિસની માતાના પાર્થિવ દેહ અંતિમ સંસ્કાર માટે રવાના, અભિનેત્રીએ આંસુ ભરેલી આંખો સાથે આપી વિદાય

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

આગળનો લેખ
Show comments