Webdunia - Bharat's app for daily news and videos

Install App

વડા પ્રધાન નરેન્દ્ર મોદી કાલથી ગુજરાતના બે દિવસના પ્રવાસે

Webdunia
સોમવાર, 6 માર્ચ 2017 (15:53 IST)
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલ તા.૭ માર્ચથી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. કાલે તેઓ ભરૂચમાં દેશના સૌથી લાંબા કેબલ સ્ટેઈડ બ્રિજ અને ઓએનજીસી પેટ્રો એડિશન ઓપેલ પ્લાન્ટની તકતીનું અનાવરણ કરશે. ૮મી માર્ચે સોમનાથ મહાદેવનાં દર્શન કરશે અને સ્વચ્છ શક્તિ સપ્તાહ સમાપન સમારોહમાં મહાત્મા મંદિર ખાતે હાજરી આપશે. આ કાર્યક્રમમાં તેઓ દેશભરમાંથી આવેલા છ હજારથી વધુ મહિલા સરપંચોને સંબોધન કરશે.

૭મી માર્ચે વડા પ્રધાન મોદી બપોરે ૨-૩૦ કલાકે સુરત એરપોર્ટ આવશે. સુરતથી હેલિકોપ્ટર દ્વારા દહેજ ખાતે ઓપેલ પ્લાન્ટની મુલાકાત લેશે. સાંજે ૫ કલાકે ભરૂચ ખાતે નવા બનેલા કેબલ બ્રિજ અને ઓપેલ પ્લાન્ટની તકતીનું અનાવરણ કર્યા બાદ જાહેર સભાને સંબોધન કરશે. સાંજે સાત વાગ્યે તેઓ અમદાવાદ એરપોર્ટ આવશે. ૭-૩૦ કલાકે રાજભવન પહોંચશે. તેઓ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી આયોજિત ડીનરમાં ભાગ લેશે અને રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે.
૮મી માર્ચે તેઓ અમદાવાદ એરપોર્ટથી દીવ જશે અને ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા સોમનાથ મંદિર જશે. ૧૧ વાગ્યે તેઓ ગાંધીનગર પરત આવવા નીકળશે. બપોરે ૨-૩૦ મહાત્મા મંદિરમાં હાજરી આપશે. મહિલા સરપંચના સંમેલનમાં સંબોધન બાદ સાંજે અમદાવાદથી દિલ્હી પરત ફરશે.
મોદીના આગમનને પગલે સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે ભરૂચ ખાતે ઝેડ સિક્યોરિટીમાં તૈનાત ૫૦૦ પૈકી ૨૦૦થી વધુ એસપીજી કમાન્ડો હાજર રહેશે. ભરૂચ ખાતે ૧ લાખથી વધુ જનમેદની ઊમટવાની હોઈને રાજ્યનાં ૧૦૦૦થી વધુ અધિકારીઓ અને ૪૦૦૦થી વધુ પોલીસ કર્મચારીઓ કાર્યક્રમમાં કાયદો અને વ્યવસ્થા જાળ‍વશે. ગાંધીનગરમાં પણ તેમના પ્રવાસના પગલે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. એન.એસ.જી., એસ.પી.જી., ડી.આઈ.જી., એસ.પી.,ની ટીમ સહિત ૨૫૦૦થી વધુ પોલીસ જવાનો સુરક્ષામાં તહેનાત રહેશે.
નર્મદા નદી પરના કેબલ બ્રિજના લોકાર્પણ પૂર્વે તેઓ લોકસભા નર્મદાને બંને કાંઠા સુધી પહોંચે તેવા ૩૦૦૦ મીટર લાંબી ચૂંદડી મહોત્સવ દ્વારા ચૂંદડી અર્પણ કરશે. આ પ્રસંગે નદીમાં હજારો દીવડા તરતા મૂકાશે અને નર્મદા મહાઆરતી થશે. અંકલેશ્વર તરફના છેડાથી ૩૦થી વધુ બોટની મદદથી ચૂંદડી અર્પણ કાર્યક્રમ થશે.
૭મીએ તેઓ ભરૂચ ખાતે ૨૦ કરોડના ખર્ચે બનનારા બસ ટર્મિનસનો પણ શિલાન્યાસ કરશે. સોમનાથ ખાતેના તેમના પ્રવાસમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી જોડાશે. વિજય રૂપાણીના બંગલે આયોજિત ડિનરમાં મંત્રી મંડળના તમામ સભ્યો તથા પક્ષના સિનિયર આગેવાનો પણ જોડાશે.

કયા સમયે વોક કરવું સૌથી બેસ્ટ છે ? ઉનાળામાં તમારે ક્યારે અને કેટલા સમય સુધી ચાલવું જોઈએ.

World Milk Day: દૂધ પીવુ આરોગ્ય માટે લાભકારી, પણ ભૂલથી પણ ન પીશો કાચુ દૂધ

ઉનાળામાં શરબત-એ-બહાર તમને રાખશે ઠંડક, જાણો શું છે રેસિપી

બિનજરૂરી શંકા સંબંધોને બગાડે છે! આ રીતે તમારા જીવનસાથી સાથે વિશ્વાસનું બંધન મજબૂત બનાવો

Heat Stroke થી રાહત અપાવશે આ યોગાસન શરીર થઈ જશે ઠંડુ ઠંડુ કૂલ કૂલ

અનંત અંબાણીના પ્રી વેડિંગમાં ઉદાસ જોવા મળી અનન્યા પાંડે

જોક્સ

જોકસ- આઈ લવ યુ

'મહારાજ' બન્યો આમિર ખાનનો પુત્ર જુનૈદ ખાન, પહેલી ફિલ્મનુ પોસ્ટ થયુ રજુ

જુલાઈમાં પાર્ટનર સાથે ફરવા માટે બેસ્ટ છે આ જગ્યા ટૂર પેકેજથી ટ્રેવલનુ બનાવો પ્લાન

આગળનો લેખ
Show comments