Webdunia - Bharat's app for daily news and videos

Install App

મેઘરાજા સાતમ-આઠમની મજા બગાડશે, હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી

Webdunia
ગુરુવાર, 22 ઑગસ્ટ 2024 (15:29 IST)
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી તથા હવામાન વિભાગ દ્વારા આગામી 24, 25 અને 26 ઓગસ્ટ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ભાગોમાં ક્યાંક હળવાથી મધ્યમ તો ક્યાંક ભારેથી ભારે વરસાદની સંભાવના છે.

રાજકોટમાં સૌથી પ્રખ્યાત અને ધામધૂમથી ઉજવાતા સાતમ-આઠમના તહેવારમાં વરસાદનું વિઘ્ન આવી શકે છે. 22 ઓગસ્ટથી રાજ્યના વિવિધ ભાગોમાં ચોમાસાનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. જેમાં એકસાથે બે સિસ્ટમ સક્રિય થતા ગુજરાત રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. કેટલાક જિલ્લાઓમાં 9 ઇંચ કરતા વધુ વરસાદ પણ નોંધાઈ શકે છે. તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો તથા દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ રહેશે.હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગામી એક સપ્તાહને લઈને આગાહી કરતા જણાવ્યું હતું કે, ઓગસ્ટ મહિનાનું છેલ્લું સપ્તાહ એટલે કે, આજથી ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે. કારણ કે, ઘણા વર્ષો પછી પ્રથમ વખત બન્યું છે કે, ગુજરાત ઉપર બે વરસાદી સિસ્ટમ એકસાથે સક્રિય થઈને તેનું પરિણામ આપતી હોય છે. અરબ સાગર અને બંગાળની ખાડી બંને એકસાથે સક્રિય થયા છે. અરબ સાગરમાં હાલમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે તથા બંગાળની ખાડીમાં પણ લો પ્રેશર સર્જાયને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જેને કારણે આગામી દિવસોમાં ગુજરાત રાજ્ય અને બે વરસાદી સિસ્ટમનો લાભ મળશે અને ભારે વરસાદ વરસી શકે છે.થોડા દિવસ અગાઉ અરબ સાગરમાં કેરળથી પશ્ચિમ દિશામાં એક લો પ્રેશર બન્યું હતું. જે ઉત્તર પૂર્વ દિશા તરફ ગતિ કરીને દરિયાકાંઠાના વિસ્તારમાં આવીને નબળું પડતા સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થયું છે. આ સાયક્લોનિક સર્ક્યુલેશન ધીમે ધીમે આગળ વધીને ખંભાતના અખાત પાસે પહોંચ્યું છે. આથી આજથી એટલે કે, 22, 23 અને 24 ઓગસ્ટ એટલે કે, આગામી ત્રણ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને ભાલ પ્રદેશ એટલે કે, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં જેમ કે, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, જુનાગઢ સહિતના વિસ્તારમાં તેની અસર વર્તાશે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ સહિત સૌરાષ્ટ્રના આ દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ અરબ સાગરના સાયકલોનિક સર્ક્યુલેશનની અસરને કારણે વરસાદનો લાભ મળશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાત સરકારે રજુ કરી એડવાઈઝરી, રવિ પાક વાવતા ખેડૂતોએ રાખવું પડશે આ વાતનું ધ્યાન

ઘઉંની આ જાત ગુજરાતના ખેડૂતોને લાભ આપશે, સરકારે માન્ય કર્યું છે

ગુજરાત સરકાર દીકરીઓને 12,000 રૂપિયા આપશે; જાણો યોજનાનો લાભ કેવી રીતે લેવો?

છોકરો કબાટ પાછળ હાથ વડે કરી રહ્યો હતો સફાઈ, કંઈક એવું થયું કે એક કલાકમાં જ તેણે ગુમાવ્યો જીવ, પરિવારમાં આઘાતમાં

યુપી સરકારને ગેરકાયદેસર બાંધકામ તોડવા બદલ સુપ્રીમ કોર્ટે રૂ. 25 લાખનું વળતર આપવા આદેશ કર્યો

આગળનો લેખ
Show comments