Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજ્યમાં બીજા દિવસે મેઘરાજાની ઇનિંગ યથાવત, ઉમરગામ અને વાપીમાં ખાબક્યો 9 ઇંચ કરતાં વધુ વરસાદ

Webdunia
સોમવાર, 19 જુલાઈ 2021 (09:43 IST)
દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં આજે વહેલી સવારથી મધ્યમથી ભારે વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લામાં બીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 99 તાલુકામાં વરસાદ નોંધાયો છે જ્યારે સવારે 6 વાગ્યાથી માંડીને 8 વાગ્યા દરમિયાન 19 તાલુકામાં વરસાદ નોંધાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ચોમાસાના આગમન બાદ વરસાદ ખેંચાયો હતો, ત્યારબાદ હવે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ચોમાસું ફરી એકવાર જામ્યું છે. 
 
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં સૌથી વધુ વરસાદ વલસાડના ઉમરગામ અને વાપીમાં 9 ઇંચ કરતાં વધુ એટલે કે સવા નવ ઇંચ વરસાદ નોંધાયો છે. તો સુરતના કામરેજ બારડોલીમાં અને પલાસણામાં 8 ઇંચ વરસાદ સરકારી ચોપડે નોંધાવા પામ્યો છે. 
 
મહુવા, વલસાડ અને તાપી તાલુકાના દોલજણ અને નવસારીના જલાલપુરમાં સવા ઇંચ મેઘમહેર થઇ હતી, તો આ તરફ સુરત સિટીમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. 
 
રવિવારે નવસારી અને વલસાડ જીલ્લામાં ધોધમાર વરસાદ થયો છે. નવસારી જીલ્લાના ગણદેવીમાં ભારે વરસાદના કારણે વેંગણિયા નદીમાં પૂર આવતા ગણદેવી અને બીલીમોરા વચ્ચે વાહન વ્યવહાર ખોરવાયો હતો. 
 
વલસાડની દમણગંગા નદી, કોલક નદી, પાર નદી, અને ઔરંગા નદીમાં નવા નીરનું આગમન થયું છે જ્યારે દમણગંગા નદીમાં વાપીનો કોઝવે અને ઔરંગા નદીમાં વલસાડ અબ્રામા ખાતે નો કોઝવે ડેમ છલકાયો છે. ઉપરવાસમાં વરસાદને કારણે નદીઓમાં પાણીની આવક શરૂ થઇ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Cyclone Fengal Update - ચક્રવાતી વાવાઝોડું ફેંગલ આજે મચાવશે તબાહી, પવનની ઝડપ 90 કિમી પ્રતિ કલાક રહેવાની આશંકા

મલ્લિકાર્જુન ખડગેએ મહારાષ્ટ્રમાં હાર માટે શું કારણ આપ્યું? ઈશારા-ઈશારામાં રાહુલ ગાંધી પણ લપેટાઈ ગયા

ગુજરાત ATS એ કરી મોટી કાર્યવાહી, પાકિસ્તાન માટે જાસૂસી કરી રહેલ આરોપીને પકડ્યો, કોસ્ટ ગાર્ડની સૂચનાઓ મોકલી રહ્યો હતો પાકિસ્તાન

ગુજરાતના ખેડૂતોની આ માંગને સીએમ ભૂપેન્દ્ર પટેલે કરી પુરી, લીધો આ મોટો નિર્ણય

ચાલતી એંબુલેંસમાં 16 વર્ષની છોકરીથી દુષ્કર્મ બેન અને જીજા પણ શામેલ મઉગંજ

આગળનો લેખ
Show comments