Webdunia - Bharat's app for daily news and videos

Install App

મે અને મારી માતાએ વેક્સીન લીધી તમે પણ લગાવી લો. મન કી બાતમાં મોદીનો અફ્રવાહ પર વાર

Webdunia
રવિવાર, 27 જૂન 2021 (12:28 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના કાર્યક્રમ મન કી વાતથી દેશને સંબોધિત કર્યા. આ પીએમ મોદીના આ કાર્યક્રમનો 78મો સંબોધન છે. આ દરમિયાન પીએમમોદીએ મહાન અથલીટ દિવંગત મિલ્ખા સિંહને યાદ કરતા તેની સાથે પસાર કરેલ તેમના સમયને યાદ કર્યુ.  આ દરમિયાન તે દેશમાં વધતા કોરોનાના કેસ વધુ  તીવ્રતાથી ચાલી રહ્યા રસીકરણને લઈને ચર્ચા કરી શકે છે. આ કાર્યક્રમથી પ્રધાનમંત્રી દેશ-વિદેશના લોકોની 
સાથે તેમના વિચાર શેયર કરે છે. 
 
મન કી બાત કાર્યક્રમના સીધા પ્રસારણના માધ્યમથી આકાશવાણી દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યાલય અને સૂચના અને પ્રસારણ  મંત્રાલયના યૂટ્યૂબ ચેનલ પર પણ જોવાયુ અને સંભળાવી શકશે હિંદી પ્રસારણના તરત પછી આકાશવાણીથી તેને ક્ષેત્રીય ભાષાઓમાં પ્રસારિત કરાશે. આ કાર્યક્રમને ક્ષેત્રીય ભાષાઓમાં રાત્રે આઠ વાગ્યે સંભળાવી શકાશે. 
 
છેલ્લી વખતે પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમને 30 મેને સંબોધિત કર્યુ હતું. તે સમયે પ્રધાનમંત્રીએ કોરોનાની બીજી લહેરથી જીતનો રસ્તો જણાવયો હતો. તેણે કીધુ હતુ કે આ વખતે પણ વાયરસની સામે 
 
ચાલી રહી લડતમાં ભારત વિજયી થશે. મોદીએ કહ્યુ હતુ કે અમે પહેલી વેવમાં પણ પૂર્ણ જોશથી યુદ્ધ લડ્યુ હતું. આ વખતે પણ વાયરસની સામે ચાલી રહી લડાઈમાં ભારત વિજયી થશે. બે ગજની દૂરી, માસ્કથી સંકળાયેલ નિયમ હોય કે પછી વેક્સીન અમે ઢિળાઈ નથી કરવી છે. આ જ અમારી જીતનો રસ્તો છે. 
 
પૌડી ગઢવાલમાં થઈ રહી વર્ષ ભર જળની આપૂર્તિ 
પ્રધાનમંત્રીએ જણાવ્યુ કે ઉતરાખંડના પૌડી ગઢવાલના સચ્ચિદાનંદ ભારતીજી એક શિક્ષક છે અને તેણે તેમન કાર્યોથી પણ લોકોને ખૂબ સારી શિક્ષા આપી છે. આજે તેમની મેહનતથી જ પૌડી ગઢવાલના ઉફરૈખાલ ક્ષેત્રમાં પાણીનો મોટું કટોકટી સમાપ્ત થઈ ગયો છે. જ્યાં લોકો પાણી માટે તરસી રહ્યા હતા. ત્યાં આજે વર્ષભર જળની આપૂર્તિ થઈ રહી છે. 
 
પીએમ મોદીએ કહ્યુ કે તમે આ જાણીને ચોંકી જશો કે ભારતીજી એવી 30 હજારથી વધારે જળ તળૈયા બનાવ્યા છે. તેનો આ ભાગીરથ કાર્ય આજે પણ ચાલૂ છે અને ઘણા લોકોને પ્રેરણા આપી રહ્યા છે. તેણે સતત નાના-મોટા તળાવ બનાવાયા. તેનાથી ન માત્ર ઉફરૈખાલની પહાડી લીલીછમ થઈ પણ લોકોની પેયજળની પરેશાની પણ દૂર થઈ ગઈ. સાથીઓ પહાડોમાં જળ સંરક્ષણનો એક પારંપરિક રીત રહ્યુ છે જેને ચાલખાલ  પણ કહેવાય છે એટલે જે પાણી એકત્ર કરવા માટે મોટુ ખાડો ખોદવો. 
 
જળ સંરક્ષણ કરવો જરૂરી 
પ્રધાનમંત્રીએ જળ સંરક્ષણ પર વાત કરતા કહ્યુ કે વાદળ જ્યારે વરસે છે તો માત્ર અમારા માટે નથી વરસતા પણ વાદળ આવનારી પેઢીઓ માટે વરસે છે વરસાદનો પાણી જમીનમાં જઈને એકત્ર પણ હોય છે. જમીનના જળસ્તરને પણ સુધારે છે અને તેથી હું જળ સંરક્ષ્કણને દેશ સેવાનો જ એક રૂપ માનુ છું. 

પ્રધાનમંત્રીએ કીધુ કે રસીની સુર્ક્ષા દેશના દરેક નાગરિકને મળે અમે સતત કોશિશ કરતા રહેવુ છે. ઘણી જગ્યાઓ વેક્સીનને લઈને સંકોચને ખત્મ કરવા માટે અનેક સંસ્થાઓના લોકો આગળ આવ્યા છે અને દરેક મળીને એક સરસ કામ કરી રહ્યા છે. મારી માતા લગભગ 100 વર્ષની છે, તેને બંને ડોઝ પણ મળી ગયા છે. ક્યારેક કોઈને તાવ વગેરે આવે છે, પરંતુ તે ખૂબ નાનો મુદ્દો છે, તે ફક્ત થોડા કલાકો માટે જ થાય છે. , રસી ન લેવી ખૂબ જોખમી હોઈ શકે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટી થશે સસ્તી, મધ્યમવર્ગીય ફેમિલીને થશે મોટો લાભ

હવે દુનિયાની સેનાઓ કરશે ઈંડિયન એયરફ્રાક્ટનો ઉપયોગ, કયો દેશ કરશે મદદ જાણી લો

ઈરાન પર ઈઝરાયેલનો મોટો હુમલો, અનેક શહેરોમાં વિસ્ફોટ

શિવસેના-યુબીટીએ 15 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને અને ક્યાંથી મળી ટિકિટ?

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

આગળનો લેખ
Show comments