rashifal-2026

'મહારાજ’ ફિલ્મ રિલિઝ થશેઃ હાઈકોર્ટે ફિલ્મ જોઈને કહ્યું, મૂવીમાં કંઈ વિવાદિત જણાતુ નથી

Webdunia
શુક્રવાર, 21 જૂન 2024 (18:48 IST)
‘મહારાજ’ ફિલ્મ પર લાગેલા સ્ટે મામલે ગુજરાત હાઈકોર્ટમાં છેલ્લા ત્રણ દિવસથી સુનાવણી હાથ ધરાઈ હતી.જેમાં બંને પક્ષકાર દ્વારા દલીલો કરવામાં આવી હતી અને ફિલ્મ પર સ્ટે યથાવત્ રાખવામાં આવ્યો હતો. આજે ગુજરાત હાઈકોર્ટે મહારાજ ફિલ્મ પરથી સ્ટે હટાવી દીધો છે. હાઇકોર્ટે લગભગ 1 કલાક અને 25 મિનિટ સુધી જજમેન્ટ ડિકટેટ કર્યું અને નોંધ્યું હતું કે, હાઈકોર્ટે ફિલ્મ જોઇ તેમાં કોઈ નકારાત્મક બાબત લાગી નથી. ફિલ્મ ધાર્મિક લાગણીઓ દુભાવનારી નથી. હાઈકોર્ટે વચગાળાનો સ્ટે દૂર કરતા હવે નેટફ્લિક્સ અને યશરાજ ફિલ્મ્સ આ મૂવી રિલીઝ કરી શકશે.
 
ફિલ્મમાં શ્લોકનું અર્થઘટન પણ ટ્રાયલમાં બતાવાયું છે
20 જૂન 2024ના રોજ સુનાવણી દરમિયાન ફરિયાદી તરફથી દલીલ કરવામાં આવી હતી કે, ઓથોરિટી પાસે આવા કન્ટેન્ટને અટકાવવાની સત્તા છે. અમે ઓથોરિટી સમક્ષ આ ફિલ્મને અટકાવવા રજૂઆત કરી હતી.પબ્લિક ઓર્ડરને ખરાબ કરે એવી ફિલ્મ ના હોવી જોઈએ. ઓથોરિટી આવા પબ્લિશરને દંડ કરી શકે અને આવી કૃતિને બ્લોક કરી શકે.ફરિયાદીએ વધુમાં કહ્યું હતું કે, ફિલ્મમાં શ્લોકનું અર્થઘટન પણ ટ્રાયલમાં બતાવાયું છે.19 જૂન 2024ના હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન બંને પક્ષના એડવોકેટ કોર્ટ રૂમમાં પહોંચ્યા હતા. ત્યાર બાદ બંને પક્ષે કહ્યું હતું કોર્ટ ફિલ્મ જુએ અને નિર્ણય લે. કોર્ટને પાસવર્ડ સાથે લાઈવ લિંક આપવાની વાત કરી હતી. જ્યારે ફરિયાદીએ કહ્યું કે,એક મહારાજ સામેના કેસમાં સંપૂર્ણ સંપ્રદાયની બદનામી છે. ફિલ્મને રોકવા નથી માગતા, પણ ધાર્મિક લાગણીઓ દુભાવી ના જોઈએ. 
 
OTT પર CBFC સર્ટિફિકેટની જરૂર નહિ તો કેમ આપ્યું?
ફરિયાદી વતી સિનિયર એડવોકેટ મિહિર જોશીએ દલીલ કરતાં જણાવ્યું હતું કે કોર્ટ ઈચ્છે ત્યારે અરજી આધારે સ્ટે આપી શકે, ફિલ્મ રિલીઝના આગળના દિવસે સ્ટે અપાયો હતો, એનાથી કાયદાકીય રીતે કોઈ ફેર ના પડે. CBFC સર્ટિફિકેટ ફિલ્મને મળ્યું એટલે ફિલ્મ કાયદાકીય રીતે યોગ્ય છે એમ ના કહેવાય.OTT પર CBFC સર્ટિફિકેટની જરૂર નહિ તો કેમ આપ્યું? પ્રી-સેન્સરશિપ દ્વારા વાણી સ્વાતંત્ર્ય પર પ્રતિબંધ ના લગાવી શકાય. OTT ફિલ્મને અપાયેલું સર્ટિફિકેટ એટલે એને રિલીઝ કરાય એવું અરજદારનું કહેવું છે પણ કોર્ટને પગલાં ભરતાં રોકી શકે નહિ. OTT માટે એવો કોઈ નિયમ નહિ. યશરાજને ફિલ્મમાં એડિટ કરતાં CBFC પણ રોકી શકે નહીં. આમ, OTT પર કોઇ નિયમન રાખનારી સંસ્થા નથી. ઓથોરિટી પાસે કોઈ ધર્મ સામે બદનક્ષી થતી રોકવાની સત્તા છે. અમે ખાલી કોર્ટના નિર્દેશ માગ્યા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Breakfast Recipe - ઘઉના લોટના ચીલા

Railways Interesting Facts - ટ્રેનમાં મળનારી ચાદર હંમેશા સફેદ રંગની જ કેમ હોય છે, લાલ-પીળી કે ભૂરી કેમ નથી હોતી, કારણ તમને ચોંકાવી દેશે

B.R. Ambedkar Quotes- બાબા સાહેબ આંબેડકરના Top 21 સુવિચારો

શું તમને વારંવાર કબજિયાત થઈ જાય છે ? તો રાહત મેળવવા અજમાવો દાદીમાના આ ઘરેલું ઉપાયો

Hot Water - ઠંડુ નહીં ગરમ પાણી પીવો, આ 14 ફાયદા જાણીને ચોંકી જશો

વધુ જુઓ..

નવીનતમ

Smriti Mandhana Wedding Called Off: ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના અને તેના લાંબા સમયના બોયફ્રેન્ડ પલાશ મુચ્છલના લગ્ન રદ

ગુજરાતી જોક્સ - છોકરીઓ પારકી થાપણ તો છોકરાઓ ?

ગુજરાતી જોક્સ - મંદિરમાં પૂજારી પુરૂષ કેમ ?

Winter Travel in India: શિયાળામાં ફરવા લાયક રમણીય સ્થળો, જે તમને આપશે પરફેક્ટ વેકેશન વાઈબ્સ

Sara Khan: રામાયણના લક્ષ્મણની વહુ બની સારા ખાન, 4 વર્ષ નાના કૃષને બનાવ્યો જીવનસાથી

આગળનો લેખ
Show comments