Webdunia - Bharat's app for daily news and videos

Install App

લોકસભા ચૂંટણી: ગુજરાતમાં મતદાન ક્યારે અને પરિણામ ક્યારે આવશે?

Webdunia
શનિવાર, 16 માર્ચ 2024 (17:23 IST)
ભારતીય ચૂંટણીપંચે લોકસભા ચૂંટણી 2024ની જાહેરાત કરી દીધી છે. 17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂન, 2024માં પૂરો થવાનો છે.
 
લોકસભાની ચૂંટણી કુલ સાત તબક્કામાં થશે અને બધી ચૂંટણીઓ બાદ 4 જૂને મતગણતરી થશે.
 
ગુજરાતમાં સાત મેના રોજ ચૂંટણી થશે.

   ગુજરાત લોકસભા ચૂંટણીનો સંપૂર્ણ કાર્યક્રમ . 
ચૂંટણી જાહેર થયાની તારીખ    16 માર્ચ 2024 
જાહેરનામુ પ્રસિદ્ધ થયાની તારીખ    12 એપ્રિલ 2024 
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ         19 એપ્રિલ 2024 
ફોર્મ ચકાસવાની તારીખ      20 એપ્રિલ 2024 
ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ     22 એપ્રિલ 2024 
મતદાન તારીખ   7  મે 2024 
મતગણતરીની તારીખ     4 જૂન 2024 
ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની તારીખ   ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની તારીખ  
 
 
પહેલો તબક્કો (21 રાજ્યોની 102 સીટ માટે ચૂંટણી થશે)
 
20 માર્ચે નોટિફિકેશન બહાર પડશે.
19 એપ્રિલે મતદાન થશે.
બીજો તબક્કો (13 રાજ્યોની 89 સીટ માટે ચૂંટણી થશે)
 
28 માર્ચે નોટિફિકેશન બહાર પડશે.
26 એપ્રિલે મતદાન થશે.
ત્રીજો તબક્કો (12 રાજ્યોની 94 સીટ પર ચૂંટણી થશે)
 
12 એપ્રિલે નોટિફિકેશન બહાર પડશે.
7 મેના રોજ મતદાન થશે.
ચોથો તબક્કો (10 રાજ્યોની 96 સીટ માટે ચૂંટણી થશે)
 
18 એપ્રિલે નોટિફિકેશન બહાર પડશે.
13 મેના રોજ મતદાન થશે.
પાંચમો તબક્કો (8 રાજ્યોની 49 સીટ પર ચૂંટણી થશે)
 
26 એપ્રિલે નોટિફિકેશન બહાર પડશે.
20 મેના રોજ મતદાન થશે.
છઠો તબક્કો (7 રાજ્યોની 57 સીટ પર ચૂંટણી થશે)
 
29 એપ્રિલે નોટિફિકેશન બહાર પડશે.
25 મેના રોજ મતદાન થશે.
સાતમો તબક્કો (13 રાજ્યોની 57 સીટ પર ચૂંટણી થશે)
 
7 મેના રોજ નોટિફિકેશન બહાર પડશે.
1 જૂને મતદાન થશે.
વિધાનસભા ચૂંટણી ક્યારે યોજાશે?
 
અરુણાચલ પ્રદેશમાં 19 એપ્રિલે ચૂંટણી થશે. 20 માર્ચે નોટિફિકેશન જાહેર થશે.
સિક્કિમમાં 19 એપ્રિલે મતદાન થશે.
આંધ્રપ્રદેશમાં 13 મેના રોજ ચૂંટણી થશે.
ઓડિશામાં પહેલા તબક્કાનું મતદાન 13 મે અને બીજા તબક્કાનું મતદાન 20 મેના રોજ થશે.
ત્રણ તબક્કામાં 26 વિધાનસભા સીટો પર પેટાચૂંટણી થશે. આ ચૂંટણી લોકસભા ચૂંટણીની સાથે થશે. ગુજરાતમાં પણ પેટાચૂંટણી યોજાશે.
 
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે ચૂંટણીનું એલાન કરતા કહ્યું હતું કે, "દુનિયાના સૌથી મોટા અને જીવંત લોકતંત્ર પર બધાની નજર છે. અમારી ટીમ ચૂંટણી માટે તૈયાર છે. ભારતમાં ચૂંટણી એક તહેવાર છે."
 
પત્રકારપરિષદમાં જણાવાયું કે દેશમાં ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાશે. તેમજ દેશની બાકી પેટાચૂંટણીની પણ જાહેરાત કરાઈ છે, જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે.
 
પત્રકારપરિષદમાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમાર, સુખબીરસિંહ સંધુ અને જ્ઞાનેશકુમાર સમેત વરિષ્ઠ ચૂંટણી અધિકારીઓ હાજર છે.
 
રાજીવકુમારે ચૂંટણીની તૈયારીનો ઉલ્લેખ કરીને પડકારો અંગે પણ વાત કરી હતી.
 
રાજીવકુમારે કહ્યું કે અમારે ચાર ‘એમ’ સામે લડવું પડશે. આ પડકાર છે- મસલ્સ (બાહુબલ), મની (પૈસા), મિસઇન્ફર્મેશન (ખોટી માહિતી) અને એમસીસી (આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન).
 
 
‘એનડીએ’ અને ‘ઇન્ડિયા’ વચ્ચે મુકાબલો
 
2024ની લોકસભા ચૂંટણીમાં મુખ્ય મુકાબલો ભાજપના નેતૃત્વ હેઠળના ‘એનડીએ’ અને વિપક્ષી દળોના ગઠબંધન ‘ઇન્ડિયા’ વચ્ચે છે.
 
એનડીએમાં જનતા દળ (યુનાઇટેડ), જનતા દળ (સેક્યુલર), લોકજનશક્તિ પાર્ટી, અપના દળ, તેલુગુ દેશમ પાર્ટી, રાષ્ટ્રીય લોકદળ, શિવસેના (શિંદે જૂથ) જેવા પક્ષો સામેલ છે.
 
જ્યારે ઇન્ડિયા ગઠબંધનમાં કૉંગ્રેસ, આમ આદમી પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ, સમાજવાદી પાર્ટી, ડીઅમકે, શિવસેના (ઠાકરે જૂથ), એનસીપી (શરદ પવાર) ડાબેરી પક્ષો, ઝારખંડ મુક્તિ મોરચા જેવા પક્ષો સામેલ છે.
 
નરેન્દ્ર મોદી અને ભાજપના નેતૃત્વવાળું એનડીએ ગઠબંધન રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા, જમ્મુ કાશ્મીરની કલમ 370 હઠાવવી જેવા મુદ્દાઓને આગળ કરી રહ્યું છે.
 
વડા પ્રધાન મોદી અને ભાજપ ‘અબકી બાર 400 પાર’નો નારો આપી રહ્યા છે અને આ વખતે એનડીએ ગઠબંધન 400થી વધુ બેઠકો જીતીને આવશે એવો દાવો કરી રહ્યા છે.
 
તો બીજી તરફ ‘ઇન્ડિયા’ ગઠબંધન બેરોજગારી, મોંઘવારી, બંધારણીય સંસ્થાઓ નબળી પડવી, જાતિગત જનગણના જેવા મુદ્દાઓ ઉઠાવી રહ્યું છે.
 
 
લોકસભા ચૂંટણી માટે વિવિધ પક્ષોની કેવી છે તૈયારી?
 
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અન્ય નેતાઓ ‘પહેલેથી જ ઇલેક્શન મોડ’માં હોય તેવું પ્રતીત થાય છે. વડા પ્રધાન મોદી એક પછી એક રાજ્યોની મુલાકાતો લઈને સભાઓ સંબોધી રહ્યા છે.
 
બીજી તરફ કૉંગ્રેસે રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો ન્યાય યાત્રાનું આયોજન કર્યું હતું જે દેશનાં 15 રાજ્યોમાંથી પસાર થઈ હતી.
 
આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે દિલ્હી, પંજાબ અને ગુજરાતમાં ભગવંત માન સાથે ચૂંટણીપ્રચારની શરૂઆત કરતા કાર્યક્રમો કર્યા હતા.
 
તો પટણાના ગાંધી મેદાનમાં વિપક્ષી દળોએ ઇન્ડિયા ગઠબંધન હેઠળ એક વિશાળ સંયુક્ત રેલીનું આયોજન કર્યું હતું, જેમાં અનેક પક્ષોના નેતાઓ સામેલ થયા હતા.
 
લોકસભા ચૂંટણી માટે ભાજપે પહેલી યાદીમાં 195 અને બીજી યાદીમાં 72 ઉમેદવારોની જાહેરાત કરી હતી.
 
કૉંગ્રેસે અત્યાર સુધીમાં 82 ઉમેદવારોની જાહેરાત કરી છે. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીએ 37 ઉમેદવારોની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં ચાર, ગુજરાતમાં બે અને પંજાબમાં આઠ ઉમેદવારોના નામનું એલાન કર્યું છે.
 
 
2019ની લોકસભા ચૂંટણી
 
 
2019ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ સતત બીજી વાર પૂર્ણ બહુમતીથી સત્તા હાંસલ કરી હતી અને નરેન્દ્ર મોદી બીજી ટર્મ માટે વડા પ્રધાન બન્યા હતા.
 
ભાજપે 303 બેઠકો પર વિજય મેળવ્યો હતો અને તેમને મળેલા મતોની ટકાવારી 37.36 ટકા હતી. એનડીએ ગઠબંધનને કુલ 353 બેઠકો મળી હતી.
 
મુખ્ય વિપક્ષી દળ કૉંગ્રેસે ફરી એક વાર નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું અને માત્ર 52 બેઠકો મળી હતી. તેમની મતોની ટકાવારી 19.49 ટકા હતી. કૉંગ્રેસને દસ ટકા બેઠકો મળી ન હોવાથી તેમને વિપક્ષ તરીકે પણ સ્થાન મળ્યું નહોતું.
 
તો તૃણમૂલ કૉંગ્રેસને 22 બેઠકો, ડીએમકેને 24 બેઠકો, વાયએસઆર કૉંગ્રેસને 22 બેઠકો, બીજુ જનતા દળને 12 બેઠકો મળી હતી.
 
2019ની ચૂંટણીમાં ગુજરાતની 26માંથી 26 લોકસભા બેઠકો પર ભાજપની જીત થઈ હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ઠંડી, ધુમ્મસ અને વરસાદ...દિલ્હી સહિત દેશભરમાં હવામાનની સ્થિતિ

IPL 2025 Mega Auction: શોર્ટલિસ્ટેડ ખેલાડીઓમાં વધુ એક ની એન્ટ્રી, કરોડો રૂપિયાની લાગી શકે છે બોલી

Pakistan terrorist attack - પાકિસ્તાનમાં મોટો આતંકવાદી હુમલો, સતત ગોળીબાર, અત્યાર સુધીમાં 50 લોકોના મોત

Russia Ukraine War: રશિયાએ યૂક્રેનને આપ્યો ઝટકો, બ્રિટિશ સ્ટૉર્મ શૈડો' મિસાઈલથી કર્યો અટેક

LIVE: મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભા ચૂંટણી પરિણામ 2024ની લાઈવ કોમેન્ટ્રી

આગળનો લેખ
Show comments