Webdunia - Bharat's app for daily news and videos

Install App

લોકડાઉનની સૌથી ભાવુક કહાણી, 17 દિવસ પછી માતા-પિતાએ જોયું નવજાત બાળકીનું મોઢું

Webdunia
ગુરુવાર, 16 એપ્રિલ 2020 (10:25 IST)
કોરોના સામે સમગ્ર દેશ લડાઈ લડી રહ્યો છે. દેશમાં લૉકડાઉન છે ત્યારે અનેક એવી ભાવુક ઘટનાઓ અને દ્વશ્યો જોવા મળી રહ્યા છે, જે લૉકડાઉન સાથે જોડાયેલી છે. આવી જ એક ઘટના સુરતમાં બની છે. જી હા, જો કોઈ દંપતી છ વર્ષે માતા-પિતા બને, પણ બાળક તેમનાથી હજારો કિલોમીટર દૂર હોય તો તેમની સ્થિતિ કેવી થતી હશે? આ માતા-પિતાને 17 દિવસ પોતાની બાળકુ મોઢું જોવાનું નસીબ થયું હતું. 
 
ડોક્ટર પૂજા નાડકર્ણી અને પૂજા સિંહે જણાવ્યું હતું કે 1 વર્ષ પહેલા વંધ્યત્વ માટે બેંગ્લોર નું દંપતી હોસ્પિટલમાં આવ્યું હતું. ગર્ભાશયમાં થોડી સમસ્યા હોવાને કારણે મહિલા ગર્ભધારણ કરી શકતી ન હતી. જેથી ડોક્ટર પૂજાએ સરોગસી સાથે IVF માટેની સલાહ આપી હતી સફળ IVFપછી સરોગેટ માતા ગર્ભવતી થઈ ગઈ હતી અને માર્ચના અંતિમ સપ્તાહમાં ડિલિવરી થવાની હતી. આ દરમિયાન માર્ચ મહિનામાં કોરોના સંક્રમણ અને લોકડાઉન આવતા ગર્ભસ્થ શિશુના માતા-પિતાની ચિંતા વધી ગઈ હતી. સરોગેટ માતાને ૨૯મી માર્ચે પ્રસૂતિની પીડા થતા તેણીએ તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો હતો. સેરોગેટ મધર અને બાળકી બંનેની તબિયત સારી હતી.
 
પરંતુ બાળકીના ખરા માતા-પિતા એવું બેંગલોરનો દંપત્તિ લોકડાઉનના લીધે સુરત આવી શકે તેવી સ્થિતિ ન હતી. દિવસ દરમિયાન તેઓ નિયમિત વિડીયો કોલ કરીને પુત્રી સાથે ડિજીટલી સંપર્કમાં રહેવા સાથે સુરત આવવાના સતત પ્રયત્ન કરી રહ્યા હતા પરંતુ સફળ થઈ શક્યા ન હતા. આખરે ઘણા પ્રયત્નો પછી માતા-પિતા દિલ્હીથી બાળકી માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં સફળ થયા હતા.
 
આ દરમિયાન 17 દિવસ બાળકીને હોસ્પિટલની નર્સિંગમાં જ કાળજીપૂર્વક રાખવામાં આવી હતી. તબીબી ટીમ અને સંભાળ રાખતા નર્સિંગ સ્ટાફ બાળકની સારી સંભાળ લીધી હતી. આખરે બાળકીને એર એમ્બ્યુલન્સમાં માતા-પિતા પાસે મોકલાઈ રહી હતી. તે સમયે હોસ્પિટલના ડોક્ટરો તે સમયે ભાવુક થઈ ગયો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

BSE Date Sheet: CBSE એ 10મી-12મી પરીક્ષાની ડેટ શીટ જાહેર કરી છે, 15મી ફેબ્રુઆરીથી શરૂ થશે; 4ઠ્ઠી એપ્રિલે સમાપ્ત

Exit Poll Results Live: મહારાષ્ટ્ર અને ઝારખંડમાં કોની બનશે સરકાર ? થોડી જ વારમાં આવશે એક્ઝિટ પોલના પરિણામ

Vidhansabha Elections Updates - મહારાષ્ટ્ર અને ઝારખંડમાં મતદાન પૂર્ણ, પાંચ વાગ્યા સુધીમાં મહારાષ્ટ્રમાં 58.22% અને ઝારખંડમાં 67.59% ટકા મતદાન

બિટકૉઇન મામલે સુપ્રિયા સુળે પર ગંભીર આરોપ, મામલો શું છે?

સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો: શું ટૂંક સમયમાં મફત રાશન, વીજળી અને અન્ય યોજનાઓ બંધ થશે?

આગળનો લેખ
Show comments