Webdunia - Bharat's app for daily news and videos

Install App

LIVE updates of Election - ડૂબતી કોંગ્રેસને મારો મત હું શું કામ આપું - શંકરસિંહ વાઘેલા

Webdunia
મંગળવાર, 8 ઑગસ્ટ 2017 (11:46 IST)
Live updates -

બેંગ્લુરૂ ગયેલા કોંગ્રેસના ધારાસભ્ય કરમશી પટેલે ક્રોસ વોટિંગ કર્યું ... કોંગ્રેસના 44 ધારાસભ્યમાંથી એક કરમશી પટેલે ક્રોસ વોટિંગ કર્યું છે. ઉપરાંત શંકરસિંહ વાઘેલા અને તેમના સમર્થિત પાંચ ધારાસભ્યોએ કોંગ્રેસ વિરોધી મતદાન કર્યું છે.

- આજે ગુજરાતના પાટનગર ગાંઘીનગરમાં રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે. ત્યારે કોંગ્રેસના રાજ્યસભાના ઉમેદેવાર અહેમદ પટેલે પોતાની જીતનો દાવો કર્યો હતો એટલું જ નહીં થોડા દિવસ પહેલા કોંગ્રેસને રામ રામ કરનાર શંકરસિંહ વાઘેલા અને તેમના જૂથના 7 ધારાસભ્યો ઉપરાંત એન.સી.પી અને જે.ડી.યુના ધારાસભ્યો પણ પોતાની તરફેણમાં મતદાન કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

- ત્યારે સ્વર્ણિમ સંકુલ-2માં મતદાન કર્યા બાદ શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, કોંગ્રસ હારી રહી છે ત્યારે મારો વોટ શું કામ આપવો? એ જોતા બાપુનો વોટ અહેમદ પટેલ માટે હાનિહારક રહ્યો હતો. શંકરસિંહે તેમને વોટ આપ્યો ન હતો. તેમણે ઉમેર્યું હતું કે કોંગ્રેસની પાસે અત્યારે 40 પણ ધારાસભ્યો રહ્યા નથી.

- રાજ્યસભાની ત્રણ બેઠકની ચૂંટણીના જંગમાં છેલ્લા 15 દિવસોમાં અનેક દિલધડક અને રસપ્રદ વળાંક આવ્યા. હવે રોમાંચ ધરાવતા આ રાજકીય રંગમંચ પરના નાટકનો છેલ્લો મંગળવારે છેલ્લો અંક ભજવાઈ રહ્યો છે. મુખ્યમંત્રી રુપાણીએ ભારે વિશ્વાસ સાથે જણાવ્યું છે કે, ‘અહેમદભાઈ હારશે, જરૂરથી હારશે તેમજ ભાજપ પોતાની ત્રણેય બેઠકો જીતી જશે.’

- મુખ્યમંત્રી રુપાણીએ કોંગ્રેસ પર પ્રહારો કરતા જણાવ્યું કે, કોંગ્રેસના ધારાસભ્યો પોતાની પાર્ટીના વશમાં નથી. કોંગ્રેસને પોતાના ધારાસભ્યો પર વિશ્વાસ નથી અને તેથી જ એક તરફ ગૂજરાતમાં પૂરની સ્થિતિમાં લોકો દુ:ખી  હોવા છતાં કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને લઈને બેંગલૂરૂના રિસોર્ટમાં મોજ મજા કરવા માટે 10 દિવસ સુધી જતા રહ્યા હતા. કોંગ્રેસ ફક્ત ભાજપને બદનામ કરવાના પ્રયત્નો કરે છે. કોંગ્રેસના આરોપોમાં કોઈ તથ્ય નથી કારણકે તેમણે માંગી તેવી સુરક્ષા તેમના ધારાસભ્યોને આપવામાં આવી છે. તેમના તમામ ધારાસભ્યો સુખરૂપ આણંદના રિસોર્ટમાં પહોંચી ગયા છે. 

- કોંગ્રેસમાંથી રાજીનામુ આપી ચુકેલા શંકર સિંહ વાઘેલાએ કહ્યુ "જ્યારે કોંગ્રેસ જીતવાની જ નથી તો મતલબ વગર કોંગ્રેસને વોટ આપવાનો અર્થ શુ છે. અમે અહમદ પટેલને વોટ નથી આપ્યો. કોણ જીતશે આ સાંજ સુધી ખબર પડી જશે.. 
- એનસીપીના એમએલએ કંઘાલ જાડેજાએ કહ્યુ, 'અમે ગઈકાલે જ બધી વાત સ્પષ્ટ કરી દીધી હતી. સાંજે બધુ જાણ થઈ જશે. 
- ધારાસભ્ય રાઘવજી પટેલે કહ્યુ, 'મે બળવંત સિંહ રાજપૂતને વોટ આપ્યો. હુ રાજનીતિમાં તો રહેવા માંગીશ પણ કોંગ્રેસમાં નહી. ગુજરાતમાં 2 પાર્ટીઓ છે - બીજેપી અને કોંગ્રેસ. જો હુ કોંગ્રેસમાં નથી તો તમે સમજી શકો છો કે હુ કંઈ પાર્ટીમાં છુ. 
- કોંગ્રેસના ધર્મેન્દ્ર જડેજાએ કહ્યુ - કોંગ્રેસે એક વર્ષમાં અમાઅરી વાત ન સાંભળી. અમે બળવંત સિંહને વોટ આપ્યો છે. 
 
ઈલેક્શનમાં નોટાનો થશે ઉપયોગ 
 
- ઈલેક્શન કમીશનના નોટિફિકેશન મુજબ આ વખતે રાજ્યસભા ઈલેક્શનમાં બેલેટ પેપરમાં NOTAના ઓપ્શનનો ઉપયોગ કરશે. કોંગેસ તેને હટાવવા માટે સુપ્રીમ કોર્ટ પહોંચી હતી. પણ કોર્ટે નોટિફિકેશન પર રોક લગાવવાથી ઈનકાર કરી દીધો હતો. 
- અમિત શાહ, સ્મૃતિ ઇરાની અને વિજય રૂપાણી પહોંચ્યા મતદાન કર્યુ 
 
ગુજરાતના ઈતિહાસમાં ૨૦ વર્ષ પછી રાજ્યસભાની ત્રણ બેઠકો માટે મતદાનથી ચૂંટણી થઈ રહી છે. અત્યાર સુધી પ્રોરેટા એટેલે જેની જેટલી સંખ્યા રાજ્યસભામાં એટલું પ્રતિનિધીત્વ એ સિધ્ધાંતે રાજકિય સંઘર્ષ ટાળતો હતો. આ વખતે સમીકરણો બદલાયા છે, 182 ધારાસભ્યોની 13મી ગુજરાત વિધાનસભાની મુદ્દત પુર્ણ થાય તે પહેલા જ 6 લોકોએ રાજીનામુ આપતા  હવે 176 ધારાસભ્યો પાસે જ મતાધિકાર રહ્યો છે. બીજી તરફ વિધાનસભાનું બિલ્ડીંગ રિપેરીંગમાં છે. 
 
સવારે 9  વાગ્યાથી મતદાન શરૃ થઈ ગયુ છે. . રાજકિય પક્ષોના મેન્ડેટ પર ચૂંટાયેલા પ્રત્યેક ધારાસભ્યને પોતાની પાર્ટીએ આપેલા વ્હીપ મુજબ વોટિંગ કર્યુ છે તે મતદાન કેન્દ્રમાં પોતાના એજન્ટ સમક્ષ જાહેર કરવુ પડશે, ત્યારપછી જ મત મતપેટીમાં નાંખી શકાશે. આજે ગુજરાતની 3 અને પશ્ચિમ બંગાળની 6 સીટો માટે રાજ્યસભા ચૂંટણી થવાની છે. મતદાન આજે સવારે 9 વાગ્યેથી સાંજે 4 વાગ્યે સુધી મતદાન થશે. સાંજે 5 કલાકે મતગણતરી શરૂ થશે અને સાત વાગ્યા સુધી પરિણામ જાહેર કરવામાં આવશે. તમામ સીટો પર સાંસદોનો કાર્યકાળ 18 ઓગસ્ટે પુરો થશે. આ તમામ ચૂંટણીમાં ગુજરાતનો મુકાબલો સૌથી રસપ્રદ માનવામાં આવી રહ્યો છે.
 
 ગુજરાતમાં આજે રાજ્યસભાની ત્રણ સીટો માટે મતદાન છે. જેમાં બે સીટો પર ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને કેંદ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીની જીત પાક્કી માનવામાં આવી રહી છે. પરંતુ ત્રીજી સીટ માટે અહમદ પટેલની દાવેદારી સામે ભાજપે ત્રીજો ઉમેદવાર ઊભો કરી મુશ્કેલીઓ વધારી દીધી છે. ભાજપે કૉંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા બળવંત સિંહને ત્રીજા ઉમેદવાર બનાવવામાં આવ્યો છે. જો કે અહમદ પટેલે મીડિયા સામે દાવો કર્યો છે કે તેમની જીત પાક્કી છે
 
ગુજરાત વિધાન સભામાં કુલ 182 સભ્ય છે. કૉંગ્રેસના 6 ધારાસભ્યએ રાજીનામું આપી દીધું છે. હવે વિધાનસભામાં 176 ધારાસભ્ય બચ્યાં છે. તેમાં ભાજપ પાસે 121 અને કૉંગ્રેસના 51 ધારાસભ્ય છે. જેમા જીતવા માટે ઉમેદવારને ઓછામાં ઓછા 45 ધારાસભ્યના મત જોઇએ. ભાજપના ધારાસભ્યની વાત કરીએ તો અમિત શાહ અને સ્મૃતિ ઇરાનીની જીત નક્કી છે.
 
 
કૉંગ્રેસને આશા છે કે, કૉંગ્રેસ છોડવાનું જાહેર કરી ચુકેલા શંકર સિંહ વાઘેલા અને તેના સમર્થક તમામ ઘારાસભ્ય અહમદ પટેલને વોટ આપશે. વાઘેલા માત્ર એટલું જ કહી રહ્યા છે કે તે NOTA પર એટલે કે કોઇજ ઉમેદવાર ને મત નહીં આપવાનો વિકલ્પ પસંદ નહીં કરે. ગુજરાતમાં એનસીપીના 2 ધારાસભ્ય છે જેમા કાંધલ જાડેજાએ ભાજપને મત આપવાનો નિર્ણય કર્યો છે જ્યારે એનસીપીના બીજા નેતાએ અહમદ પટેલને સાથ આપવાની વાત કરી રહ્યા છે. જેડીયુના પક્ષના પણ એક ધારાસભ્ય છોટુભાઇ વસાવા પણ અહમદ પટેલને મત આપે તેવી શક્યતા છે. હવે અહમદ પટેલ રાજ્યસભા પોંહચશે કે નહીં તે સવાલ ખૂબજ રસપ્રદ બની ગયો છે જેનો જવાબ સાંજ સુધીમાં સામે આવશે.
 
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Bank Holidays December 2024: ડિસેમ્બરમાં 17 દિવસ બેંકો રહેશે બંધ, ક્યારે મળશે રજાઓ, જુઓ લિસ્ટ

Viral Video - 24 વર્ષની દીકરીએ તેના 50 વર્ષના પિતા સાથે લગ્ન કર્યા, લોકો ચોંકી ગયા, પરંતુ તે બેશરમ જવાબ આપતી રહી!

Shahzaib Khan: કોણ છે શાહઝેબ ખાન? જેણે એશિયા કપમાં ભારતીય બોલરોને હંફાવીને સદી ફટકારી

Maharashtra CM - મહારાષ્ટ્રમાં સીએમ પદને લઈને ચાલી રહેલા મંથન વચ્ચે એકનાથ શિંદે જતા રહ્યા તેમનાં ગામ, બીજેપી બેચેન

Cyclone Fengal Update - ચક્રવાતી વાવાઝોડું ફેંગલ આજે મચાવશે તબાહી, પવનની ઝડપ 90 કિમી પ્રતિ કલાક રહેવાની આશંકા

આગળનો લેખ
Show comments