Webdunia - Bharat's app for daily news and videos

Install App

હવે ચપડી વગાડતાં થશે સમસ્યાનું સમાધાન, “પ્રજાના પ્રશ્નો” એપ થઇ લોન્ચ

Webdunia
શુક્રવાર, 2 જુલાઈ 2021 (12:21 IST)
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકશાહિ શાસન વ્યવસ્થામાં લોકો-પ્રજાના પ્રશ્નો-રજૂઆતોનું ત્વરિત નિવારણ લાવી જન અપેક્ષા સંતોષવાનું ચૂંટાયેલા પ્રતિનિધિઓનું દાયિત્વ અને જવાબદારી છે તેવો સ્પષ્ટ મત વ્યકત કર્યો છે. મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં જણાવ્યું કે, રાજકોટ જિલ્લા પંચાયતે જન સમસ્યાઓની રજુઆતો માટે  “પ્રજાના પ્રશ્નો” નામની ઓનલાઈન એપ વિકસાવી છે તે રાઈટ ટાઈમ ફોર રાઈટ જોબ છે. આજના ટેકનોલોજીના યુગમાં તમામ સેવાઓ ઓનલાઈન મળી રહે તે સમયની માંગ છે. સાથોસાથ ભ્રષ્ટાચારમુકત અને ઝડપી વહિવટ વ્યવસ્થાઓ વિકસાવવી પણ આવશ્યક છે. 
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટ જિલ્લા પંચાયતની ફોન એપ્લિકેશનનું ગાંધીનગરથી ઇ- લોન્ચિંગ કરતા કહ્યું કે, “પ્રજાના પ્રશ્નો”  એપ્લિકેશનના માધ્યમથી લોકો પોતાના પ્રશ્નો જ નહિ પરંતુ કોઇ પણ વ્યક્તિએ પોતાના વિસ્તાર માટે કોઇ સૂચન આપવું હોય તો એ પણ જિલ્લા પંચાયત પ્રમુખને આ એપ દ્વારા સીધું પહોચાડી શકશે. 
તેમણે કહ્યું કે, રાજ્યમાં આ પ્રકારની નવીનતમ એપ બનાવી રાજકોટ જિલ્લા પંચાયતે લોકાભિમુખ વહીવટનો પરિચય આપ્યો છે. વ્યવસ્થા ભ્રષ્ટાચારમુક્ત બને અને પ્રશ્નોનો ત્વરિત-ઝડપી નિકાલ થાય એ પ્રજાની માંગ હોય છે ત્યારે આ માંગને સંતોષવાની સાથે વડાપ્રધાનના ડિજીટલ ઇન્ડિયા સ્વપ્નને સાકાર કરવામાં પણ આ એપ્લિકેશન યોગદાન આપશે. રાજ્ય સરકારની વિવિધ કલ્યાણ યોજનાઓની સંપૂર્ણ માહિતી પણ રાજકોટ જિલ્લાના પ૯પ ગામોમાં ગ્રામજનોને આ એપ્લિકેશનના માધ્યમથી ઘર આંગણે મળતી થશે. 
 
મુખ્યમંત્રીએ કહ્યું કે, જન સામાન્યના નાના-નાના પ્રશ્નોના નિરાકરણ માટે ડિજીટલ સેવા સેતુની રાજ્ય સરકારે શરૂઆત કરી છે. સરકારના ૧૦થી વધુ વિભાગોની ૫૫ (પંચાવન) જેટલી સેવાઓ ડિજિટલ સેવા સેતુ થકી નાગરિકોને ઉપલબ્ધ છે. ડિજિટલ સેવા સેતુની સેવા ૧૦ હજાર ગ્રામ પંચાયત સુધી વિસ્તરી છે. આવનારા દિવસોમાં બધી જ ૧૪ હજાર ગ્રામ પંચાયતોને જોડવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. ભારતનેટ પ્રોજેક્ટ હેઠળ ગ્રામ પંચાયતોને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી આપવામાં ગુજરાત દેશભરમાં પ્રથમ છે એમ પણ તેમણે ઉમેર્યું હતું. 
 
આ અવસરે ગુજરાતમાં ડિજિટલ સેવા સેતુના માધ્યમથી ગ્રામીણ નાગરિકોને જરૂરી સેવાઓ, પ્રમાણપત્રો, દાખલાઓ પોતાના ગામના પંચાયત ઘરેથી જ સરળતાએ મળી જાય તેવી ટેકનોલોજી યુક્ત ડિજિટલ સેવા સેતુની બહુ આયામી સેવાઓની વિશદ ભૂમિકા આપી હતી. ડિસેન્ટ્રલાઇઝ્ડ પ્રણાલી થકી ગ્રામ પંચાયતો મિનિ સચિવાલય બને તેવી સરકારની નેમ તેમણે વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ પ્રજા કલ્યાણના આ ટેકનોલોજીયુકત અભિગમ માટે રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ અને સમગ્ર ટિમને અભિનંદન આપ્યા હતા અને અન્ય જિલ્લા પંચાયતો માટે આ પહેલ પથદર્શક બનશે તેવી અપેક્ષા વ્યકત કરી હતી.  
 
વિજય રૂપાણીએ ગ્રામ પંચાયતો- તાલુકા પંચાયતોને ફાઈબર નેટવર્કથી જોડી સરકારી સેવાઓનો લાભ લોકોને ટેકનોલોજીના વિનિયોગથી ઝડપથી આપવાની વ્યવસ્થામાં આવતા પ્રશ્નોનું નિયમિત મોનીટરીંગ થાય, ફોલો અપ થાય તેવી તાકીદ પણ પંચાયત પદાધિકારીઓને કરી હતી. જિલ્લા પંચાયતના નવનિયુકત પ્રમુખ ભૂપતભાઇ બોદરે આ પ્રસંગે સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતા. આ એપના માધ્યમથી જિલ્લાના ૧૧ તાલુકાના પ૯પ ગામોના લોકોને તલાટી, સરપંચ સાથે પણ કનેકટ થઇ શકશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ભક્તોની બસમાં લાગી આગ, 61 લોકો ડેરા રાધા સ્વામીમાં સત્સંગ સાંભળવા જઈ રહ્યા હતા.

અરવિંદ કેજરીવાલને જીવતા સળગાવવાનો પ્રયાસ… હુમલા પર સૌરભ ભારદ્વાજે શું કહ્યું

ઘરમાં રમતી 8 વર્ષની બાળકીનું હાર્ટ એટેકથી મોત

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, કાશ પટેલ વિશે ટ્રમ્પનું નિવેદન,

તીવ્ર ઠંડીના દસ્તક! મેદાનમાં તાપમાન 7 ડિગ્રીએ પહોંચ્યું, દિલ્હીમાં ધુમ્મસ

આગળનો લેખ
Show comments