Webdunia - Bharat's app for daily news and videos

Install App

ટેક્ષ સાથે સરખાવીને સૌથી મોટું “જૂઠ્ઠાણું” કહીને કોંગ્રેસની “બુદ્ધિનું દેવાળું” કાઢ્યું છે- ભરત પંડ્યા

Webdunia
સોમવાર, 30 ડિસેમ્બર 2019 (11:11 IST)
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રવકતા ભરત પંડ્યાએ મિડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના સ્થાપના દિવસ નિમિત્તે મહાત્મા ગાંધીજીની સલાહ હતી કે “આઝાદી પછી કોંગ્રેસને વિખેરી નાંખવી જોઈએ”. ભલે કોંગ્રેસે પાર્ટીને વિખેરી નહીં, પરંતુ અત્યારની પરિસ્થિતી જોતાં કોંગ્રેસ પોતાના વિચાર-વાણી અને વર્તન સાથે પોતાની પાંચ પ્રકારની વૃતિ,પ્રવૃતિ અને વિકૃતિનું “વિસર્જન “કરે તે સમાજહિત અને દેશહિતમાં છે. 
 
(1) કોંગ્રેસ પોતાની નકારાત્મક, ખંડનાત્મક વૃતિ છોડી દે. (2) કોંગ્રેસ વિવાદ-ઉશ્કેરાટ અને વેરઝેરની પ્રવૃતિને છોડી દે. (3) કોંગ્રેસ માત્ર મતવાદી, ભગલાવાદી અને દેશહિત વિરોધીની વિકૃતિ છોડી દે. (4) કોંગ્રેસ અફવા, અપપ્રચાર, અરાજકતા અને અશાંતિ ફેલાવવાનું બંધ કરે. (5) જાતિવાદ, કોમવાદ અને આતંકવાદને સમર્થન આપવાનું બંધ કરે. કોંગ્રેસના સ્થાપના દિવસે હું કોંગ્રેસને વિખેરી નાંખવાનું કહેતો નથી. પરંતુ ભરત પંડ્યાએ કોંગ્રેસનાં આ પંજાને પાંચ પ્રકારની વૃતિ-પ્રવૃતિ અને વિકૃતિ છોડી દેવા માટે અનુરોધ કર્યો હતો.
 
ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીએ CAA-NPR (National Population Register) ને ટેક્ષ સાથે સરખાવીને સૌથી મોટું “જૂઠ્ઠાણું” કહીને કોંગ્રેસની “બુદ્ધિનું દેવાળું કાઢ્યું છે.” CAA કોઈપણ ભારતીય નાગરીકને અસર કરતો નથી કે લાગુ પડતો નથી અને NPRએ દર દસ વર્ષે દેશમાં વસ્તીગણતરી થતી હોય છે. એટલે કે વર્ષ 2020માં તે મુજબ વસ્તી ગણતરી થવાની છે. આને ટેક્ષ સાથે કોઈપણ જાતનો “સ્નાનસૂતક”નો સંબંધ નથી. 
 
ભરત પંડ્યાએ કોંગ્રેસ સામે તીવ્ર પ્રહાર આપતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ કયાં મોઢે સંવિધાન બચાવોની વાત કરે છે. જે કોંગ્રેસે 356ની કલમનો 50વાર દૂર ઉપયોગ કરીને લોકશાહી અને લોકમતથી ચૂંટાયેલી રાજય સરકારોને બરખાસ્ત કરી હતી. શું એ કોંગ્રેસનું સંવિધાન વિરોધી કૃત્ય ન હતું ?, કોંગ્રેસે બંધારણમાં 86વાર સુધારા કેમ કર્યા ?, જે કોંગ્રેસે આ દેશ ઉપર 635 દિવસની કટોકટી નાંખીને લોકતંત્ર-મિડીયાતંત્ર-વહિવટીતંત્ર અને લશ્કરને બાનમાં લીધું અને લાખો લોકોને જેલમાં પૂર્યાં. શું તે સંવિધાન વિરોધી કૃત્ય ન હતું ?, કાશ્મીરમાં 370 અને 35-એ કલમ નાંખીને ભારતની સુપ્રિમ કોર્ટના 108 કાયદો જમ્મુ-કાશ્મીરમાં લાગુ પડતાં ન હતાં અને ભારતના રાષ્ટ્રધ્વજને બાળે કે અપમાન કરે તો તેનો ગુન્હો ગણાતો ન હતો શું આ સંવિધાનના વિરોધી કૃત્ય ન હતું ?, બંધારણના ઘડવૈયા ડૉ.બાબાસાહેબને ભારત રત્ન કોંગ્રેસે કેમ ન હતો આપ્યો ?,  CAAને કોંગ્રેસ સંવિધાન વિરોધી ગણતું હોય તો તેને વર્ષ 1947-48માં સમર્થન આપનાર નહેરૂજી, રાજેન્દ્ર પ્રસાદજી, કોંગ્રેસની રાષ્ટ્રીય કારોબારીનો ઠરાવ, ગાંધીજી અને મનમોહન સિંઘે CAAના તરફેણમાં કેમ વાત કરી હતી ?. કોંગ્રેસનો પંજો હંમેશા સંવિધાન વિરોધી રહ્યો છે તે હવે કયાં મોઢે ભાજપ વિરૂદ્ધ સંવિધાન બચાવોની વાત કરે છે. ?
 
ભરત પંડ્યાએ ભાજપ કેન્દ્ર દ્રારા તા.05 જાન્યુ થી 15 જાન્યુ સુધી CAAના સમર્થનમાં સમગ્ર દેશમાં જનજાગૃતિ અભિયાન કરવાનું નક્કી કર્યું છે. ભાજપ રાષ્ટ્રધર્મ અને માનવધર્મના શુભહિતથી બનાવેલ આ કાયદા અંગે જનજાગૃતિ અભિયાન કરશે. કોંગ્રેસના “અપપ્રચાર “સામે ભાજપ રાષ્ટ્રધર્મ અને માનવતા ધર્મનો “સદવિચાર “ફેલાવશે. ગુજરાત ભાજપે ઉત્તરાયણના કારણે તા.29 ડિસે થી તા.12 જાન્યુ સુધી સમગ્ર ગુજરાતમાં ભાજપ જનજાગૃતિ અભિયાન કરશે. 
 
પત્રલેખન દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને CAAના સમર્થનમાં અભિવાદન અને આભાર પ્રગટ કરતાં પોસ્ટ કાર્ડ લોકો દ્વારા દિલ્હીનાં સરનામે લખીને મોકલશે. નમોએપમાં પણ ઈમેલ દ્વારા ધન્યવાદના પ્રસ્તાવો અને પત્ર મોકલવામાં આવશે. ઘર-ઘર સંપર્ક કરીને CAA અંગેની પત્રિકા વિતરીત કરવામાં આવશે. હાલમાં, દરેક જીલ્લામાં બુદ્ધિજીવી સંમેલનો યોજાઈ રહ્યાં છે. સામાજીક, સેવાભાવી અને રાષ્ટ્રપ્રેમી સંસ્થાઓ દ્વારા જે તે જીલ્લા/તાલુકાની નાગરીક સમિતી આયોજીત CAA સમર્થન રેલીમાં લોકો સાથે ભાજપના કાર્યકર્તાઓ જોડાશે. 
 
ભરત પંડ્યાએ કોંગ્રેસના રાજીવ સાતવને તીવ્ર પ્રત્યાઘાત આપતાં જણાવ્યું હતું કે, જે લોકો નર્મદા વિરોધી છે, જે લોકોએ નર્મદાને રોકવાનું પાપ કર્યું છે. કોંગ્રેસના કુશાસનમાં અંધારપટ, તોફાનો, ભયંકર ભ્રષ્ટાચાર હતો. તે લોકો ગુજરાત સરકારને ગુડ ગવરન્સ અંગે સલાહ આપી રહ્યાં છે તે હાસ્યાસ્પદ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની આગેવાનીમાં રાજય સરકાર લોક હિતમાં સંવેદનશીલ-નિર્ણાયક-પારદર્શક છે તે ગુજરાતની જનતા જાણે છે. 
 
કોંગ્રેસનાં શાસનમાં અંધારપટ હતાં. જયારે ભાજપે 24 કલાક વિજળી આપી છે. કોંગ્રેસના શાસનમાં 11 યુનિવર્સિટી હતી તે આજે 72 યુનિવર્સિટી થઈ છે. કોંગ્રેસના સમયમાં રૂ.9000 કરોડનું કૃષિ ઉત્પાદન હતું જે આજે વધીને રૂ. 1,25,000 કરોડનું કૃષિ ઉત્પાદન થયું છે. દેશમાં કુલ રોજગારીના 80 ટકાથી વધુ રોજગારી ગુજરાત આપી રહ્યું છે. કોંગ્રેસના સમયમાં નર્મદા યોજનાને સંપૂર્ણ રોકી રાખી હતી. જયારે ભાજપની સરકારે 9000 જેટલાં ગામડાઓ, 135 નગરો અને મહાનગરોને પીવાનું પાણી આપે છે તેમજ લાખો હેકટર જમીનોને કેનાલ દ્વારા, સુજલામ-સુફલામ તેમજ સૌની યોજના દ્વારા ખેડૂતોને સિંચાઈનું પાણી આપ્યું છે ત્યારે કોંગ્રેસ એટલે ગુડ ગવર્નેસ અંગે “ગાંડી ડાહીને શિખામણ આપે તેવા નિવેદનો ન કરે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ બિશ્નોઈ અમેરિકન પોલીસની કસ્ટડીમાં, જાણો શું છે ભારતની માંગ?

માતા વૈષ્ણોદેવીના ભક્તોને ભેટ, બસ 6 મિનિટમાં કરી શકશે દર્શન, જાણો કેવી રીતે

જેના મૃત્યુ પર તેઓ શોક વ્યક્ત કરી રહ્યા હતા તે જીવતો પાછો ફર્યો ત્યારે પરિવાર ડરી ગયો

બહેનની ડોલી પહેલાં ભાઈની અર્થી ઉઠી, લગ્નમંડપમાં જતાં બદમાશોએ તેને ઘેરી લીધો

Maharashtra Election: રાહુલ ગાંધીનો મોટો આરોપ, બોલ્યા - મહારાષ્ટ્રના પ્રોજેક્ટ છીનવીને બીજા રાજ્યને આપ્યા

આગળનો લેખ
Show comments