Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગોધરાકાંડ બાદ ફાટી નિકળેલા તોફાનો કોઇ પૂર્વ આયોજિત કાવતરૂ ન હતું, વાંચો નાણાવટી પંચનો સંપૂર્ણ અહેવાલ

Webdunia
બુધવાર, 11 ડિસેમ્બર 2019 (16:43 IST)
ગૃહ રાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, તા. ૨૭/૦૨/૨૦૦૨ના રોજ સાબરમતી એક્ષપ્રેસ ટ્રેઇનના કોચ નં. S-6માં આગ લગાડવાની હિચકારી ઘટના બનેલ. જેમાં ૫૮ કારસેવકોના મૃત્યુ થયેલા અને ૪૦થી વધારે લોકોને ગંભીર ઇજા થઇ હતી અને ત્યારબાદ રાજય ભરમાં જે તોફાનો ફાટી નીકળ્યા હતા તે કોઇ પૂર્વ આયોજિત કાવતરૂ નહોતું.
 
પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ કમિશનને ૪૪,૪૪૫ સોગંદનામા મળ્યા હતા. જે પૈકીના ૧૮,૦૦૦ સોગંદનામા રાહત અને પુનર્વસનના દાવા માટેના હતા. ૪૮૮ સોગંદનામા સરકારી અધિકારીઓ, કર્મચારી અને પોલીસ ખાતા તરફથી રજૂ કરવામાં આવેલ હતા અને કમિશને સંબંધિતોના નિવેદનો લઇ જરૂર જણાય ત્યાં ઊલટ તપાસ કરવામાં આવેલ હતી અને ૯ ભાગમાં ૨૫૦૦ થી વધુ પાનાનો વિસ્તૃત અહેવાલ રજૂ કરવામાં આવેલ છે.  
 
નાણાવટી કમિશન (પાર્ટ-૧)માં ગોધરા ખાતે ટ્રેનના ડબ્બા સળગાવવા બાબતની ઘટના પૂર્વઆયોજિત હતી કે કેમ તે અંગે તલસ્પર્શી તપાસ કરીને કમિશને તેનો રીપોર્ટ  વર્ષ ૨૦૦૮માં રજૂ કરેલ હતો. જેમાં કમિશનના રીપોર્ટમાં આ ઘટના પૂર્વઆયોજિત હોવાનો સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ વિપક્ષ તેમજ કેટલીક એન.જી.ઓ. દ્વારા રાજય સરકારની છબી ખરડાય તે પ્રકારના આક્ષેપો કરવામાં આવેલ હતા. ગોધરા કાંડ બાદના તોફાનોના બનાવો રાજ્ય સરકાર પ્રેરિત કે પૂર્વઅયોજિત હતા તે પ્રકારના મલીન આક્ષેપો સંદર્ભે દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય તે માટે તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ઘટનાની તલસ્પર્શી તપાસ માટે કમિશનની રચના કરવાનો સામેથી નિર્ણય કર્યો હતો. 
 
આ ઘટના ઉપર રાજકીય રોટલાં શેકવા અનેક પ્રકારના ગંભીર આક્ષેપો કર્યા હતા. રાજય સરકારે ઘટનાની સંવેદનશીલતા જાણીને ત્વરિત તલસ્પર્શી તપાસ થાય તે અર્થે રચેલા જસ્ટીસ જી.ટી. નાણાવટી અને જસ્ટીસ અક્ષય એચ. મહેતાના આ તપાસપંચે આ સમગ્ર બનાવને ષડયંત્ર ન ગણાવીને કલીનચીટ આપી છે.
 
તપાસપંચ દ્વારા અપાયેલ નિષ્કર્ષ/તારણોમાં ગોધરાકાંડ બાદના તોફાનોમાં કોઇ રાજકીય નેતાઓ અને પોલીસ અધિકારીઓની કોઇ સંડોવણી જોવા મળી નથી. તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કોઇ સંડોવણી જણાતી નથી. તપાસ પંચે નિષ્કર્ષ પર આવતા પહેલા વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીનું પણ નિવેદન લીધુ છે. તપાસપંચના તારણોમાં ત્રણ પોલીસ ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા નકારાત્મક જણાઇ છે. જેમાં તત્કાલિન આઇ.પી.એસ. અધિકારી આર.બી. શ્રીકુમાર, રાહુલ શર્મા અને સંજીવ ભટ્ટનો સમાવેશ થાય છે.
 
અમદાવાદ શહેરમાં થયેલ તોફાનો સંદર્ભે પણ તપાસપંચ દ્વારા પૂર્વ ગૃહ મંત્રી સ્વ. હરેન પંડયા અને પૂર્વ મંત્રી ભરતભાઇ બારોટને તપાસ પંચ દ્વારા કલીનચીટ આપવામાં આવી છે. તે જ રીતે ગુલબર્ગ કાંડમાં પણ કોંગ્રેસના પૂર્વ સાંસદ સ્વ. અહેસાન જાફરી કેસમાં થયેલા આક્ષેપો સંદર્ભે તપાસપંચ દ્વારા અપાયેલ અહેવાલમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે, ગુજરાત પોલીસે અને સરકારે સ્વ. જાફરી તેમજ સોસાયટીના રહીશોને સુરક્ષા પુરી પાડી હતી અને સરકારનું કોઇપણ પગલુ પૂર્વગ્રહ ભર્યુ ન હતું.
 
કમિશન દ્વારા સમગ્ર ઘટનાની તપાસમાં મુખ્ય બે મુદ્દા હતા. જેમાં ગોધરા ખાતે ટ્રેનના કોચને આગ લગાડવાના બનાવ અને ત્યારબાદના બનાવોમાં મુખ્યમંત્રીશ્રી અથવા મંત્રીમંડળના અન્ય સભ્યો, પોલીસ અધિકારીઓ, અન્ય વ્યક્તિ અને અન્ય સંસ્થાઓએ ભજવેલ ભાગ અને તેઓની વર્તણૂંક તેમજ ગોધરા ખાતે ટ્રેનના કોચને આગ લગાડવાના બનાવ અને ત્યાર બાદના બનાવોમાં મુખ્યમંત્રી અથવા મંત્રીમંડળના અન્ય મંત્રી, પોલીસ અધિકારીઓ પૈકી રાજકીય અને બિન રાજકીય સંસ્થાઓએ તોફાનોના અસરગ્રસ્તોને રક્ષણ, રાહત અને સહાય પૂરી પાડવામાં તેમજ વખતો વખત રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે આપેલ ભલામણો અને સૂચનાઓ પરત્વે ભજવેલ ભાગ અને તેઓની વર્તણૂંકનો સમાવેશ થતો હતો. 
 
સ્વ. હરેનભાઇ પંડ્યા સામે એવો આક્ષેપ કરવામાં આવેલ હતો કે, તેમના દ્વારા મુસ્લીમોના મકાનો પર હુમલો કરવા માટે ટોળાને ઉશ્કેરણી કરવામાં આવી હતી. આ આક્ષેપ એફ.આઇ.આર./સ્ટેટમેન્ટ આપ્યા બાદ બે માસ પછી કરવામાં આવેલ છે. આ આક્ષેપ આધારભૂત માહિતી/વિગતો વગરનો હોઇ તપાસપંચે સ્વીકારેલ નથી.
 
નરોડા પાટીયા વિસ્તારના બનાવોમાં વિશ્વ હિંદુ પરિષદ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા ૫,૦૦૦ થી ૭,૦૦૦ માણસોના ટોળાને ઉશ્કેરીને મુસ્લીમો ઉપર હુમલો કરાવેલ છે, તેવી ફરીયાદ હતી. જે બાબત ટ્રાયલ કોર્ટનો ચુકાદો આવી ગયેલ છે અને ટ્રાયલ કોર્ટ તેમજ હાઇકોર્ટ દ્વારા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આરોપીઓ દ્વારા સુપ્રિમકોર્ટમાં અપીલ કરવામાં આવેલ છે. આથી આ બનાવ સંદર્ભે આરોપીઓ સામે કોઇપણ પ્રકારનું તારણ કરવું કમિશને ઉચિત ન હોવાનુ જણાવ્યું છે. નરોડા ગામનો બનાવ ન્યાયિક/અદાલતની ચકાસણી હેઠળ હોઇ, આ અગેવાનોની સંડોવણી માટે કમિશને અભિપ્રાય આપવો યોગ્ય જણાયો નથી. NGO અને કોંગ્રેસ પક્ષ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવેલ હતો કે ગોધરા બનાવ અંગે  મહદઅંશે તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને તેમના કેટલાક મંત્રીઓ જવાબદાર છે. 
 
તે પૈકીના કેટલાંક આક્ષેપોમાં એક આક્ષેપ હતો કે તત્કાલિન મુખ્યમંત્રી તા. ૨૭/૦૨/૨૦૦૨ના રોજ કોઇ પણ અધિકારીને જાણ કર્યા સિવાય ગાંધીનગર છોડીને રહસ્યમય રીતે ગોધરા ગયા હતા. જો કે કમિશને આ સંજોગોની ચકાસણી કરતા આક્ષેપો પાયા વગરના જણાયા છે. મુખ્યમંત્રીએ તેમના પ્રવાસની જાણ બધા સિનિયર અધિકારીને કરવાની હોતી નથી. પરંતુ ઉપરોકત કિસ્સામાં પ્રવાસની વ્યવસ્થા કરનારને અધિકારીઓની જાણ હતી. મુખ્યમંત્રીની ગોધરા જવાની બાબત ખાનગી ન હતી.
 
અન્ય એક આક્ષેપ હતો કે તત્કાલિન આરોગ્ય મંત્રી શ્રી અશોક ભટ્ટે મુખ્યમંત્રીશ્રી કાર્યાલયના પરામર્શમાં ગોધરા બનાવમાં માર્યા ગયેલા ૫૮ વ્યક્તિઓનું રેલ્વે યાર્ડમાં કોઇ પણ અનુભવી ન હોય તેવા ડૉક્ટરના હાથે કાયદાની વિરુધ્ધ પોસ્ટ મોર્ટમ કરાવ્યુ હતું. જો કે રેલ્વે યાર્ડમાં પોસ્ટ મોર્ટમ કરાવવાનો નિર્ણય અશોક ભટ્ટનો ન હતો, પરંતુ આ અંગેનો નિર્ણય સ્થાનિક અધિકારીનો હતો અને પોસ્ટ મોર્ટમ ક્વોલિફાઇડ ડૉકટરો દ્વારા કરવામાં આવ્યું હોવાનું તપાસપંચનુ સ્પષ્ટ તારણ છે. એટલે કે આ આક્ષેપો પણ તદ્દન પાયાવિહોણા છે.
 
તત્કાલિન મુખ્યમંત્રી દ્વારા ગોધરા બનાવના પુરાવા એવા બળી ગયેલ રેલ્વે કોચ નં. એસ-૬માં અનઅધિકૃત પ્રવેશ કર્યો હોવાનો આક્ષેપ હતો. જેમાં કમિશનનું તારણ એવુ છે કે મુખ્યમંત્રીના પ્રવેશનો હેતુ જુદો હતો, નહી કે પુરાવાનો નાશ કરવાનો.
 
તેમણે ઉમેર્યુ કે તત્કાલિન મુખ્યમંત્રી વિરૂધ્ધ એક એવો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તા. ૨૭/૦૨/૨૦૦૨ના રોજ રાત્રીના સમયે મુખ્યમંત્રીના નિવાસસ્થાને વહીવટી અને પોલીસ તંત્રની બેઠક યોજીને, બહુમતી કોમનો ગુસ્સો કે લાગણી લઘુમતી કોમ ઉપર ઠાલવવા માટે પ્રયત્ન કરવામાં આવે ત્યારે કોઇપણ પ્રકારના સખત પગલાં ન ભરવા તેમજ ગુસ્સો ઠાલવવા દેવો, આ પ્રકારનો આક્ષેપ આર.બી. શ્રીકુમાર તેમજ સંજીવ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યો હતો. પરંતુ કમિશન સમક્ષ સંજીવ ભટ્ટ પોતાની હાજરી મુખ્યમંત્રીના નિવસસ્થાને પુરવાર કરી શક્યા નથી. સંજીવ ભટ્ટે સરકાર તેમજ ઉચ્ચ અધિકારી સાથે વ્યક્તિગત વાંધાઓના કારણે બેઠક અંગે મુખ્યમંત્રી તેમજ સરકાર સામે ખોટા આક્ષેપો કર્યા છે. એટલુ જ નહી, સંજીવ ભટ્ટ દ્વારા તા.૨૭/૦૨/૨૦૦૨નો જે ફેક્સ પુરાવા તરીકે રજૂ કરવામાં આવ્યો છે તે પણ બનાવટી હોવાનું કમિશનના તારણમાં સ્પષ્ટ થયું છે.
 
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તા.૨૮/૦૨/૨૦૦૨ના રોજ આપવામાં આવેલ ગુજરાત બંધના એલાનને મુખ્યમંત્રીની પાર્ટી દ્વારા સમર્થન આપવામાં આવેલ હતુ અને લઘુમતી કોમ સામે હિંસા ભડકે તેવો નિર્ણય લેવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ હતો. જે કમિશને ગ્રાહ્ય રાખેલ નથી. કારણ કે ‘બંધ’ ભારતીય જનતા પાર્ટી તરફથી આપવામાં આવ્યુ હતું. જેની જાણ મુખ્યમંત્રી તેમજ બીજા મંત્રીઓને પાછળથી થઇ હતી. રાજય સરકાર અથવા મુખ્યમંત્રી કે મંત્રીઓ દ્વારા બંધને સમર્થન આપવામાં આવ્યું ન હતું. તા.૨૮/૦૨/૨૦૦૨ના રોજ રસ્તા પર સરકારી બસો ફરતી હતી અને બસો ઉપર રસ્તા ઉપર ભેગા થયેલ ટોળા દ્વારા હુમલા કરવામાં આવ્યા હતા. આ જ દર્શાવે છે કે, સરકારે બંધનું સમર્થન કર્યુ નથી. સરકાર દ્વારા ભરવામાં આવેલા પગલાંઓથી સ્પષ્ટ થાય છે કે, આ આક્ષેપો પણ સત્યથી વેગળા છે.
 
રાજયમાં જયારે કોમી બનાવો બની રહ્યા હતાં ત્યારે કેટલાંક અધિકારીઓની બદલી તોફાનોને વેગ આપવા માટે ઇરાદા પૂર્વક કરવામાં આવેલ હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. તે સંદર્ભે કમિશને કરેલી ઝીણવટભરી તપાસના અંતે આ બદલીઓ નિયમિત પ્રક્રિયા હોવાનું અને કચ્છ અને ભાવનગર જિલ્લાના પોલીસ અધિક્ષકોની બદલી બાદ મુકવામાં આવેલા પોલીસ અધિકારીઓ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કાબૂમાં રાખવા સક્ષમ હતા. 
 
એક અખબારી અહેવાલ પ્રમાણે તત્કાલિન પોલીસ કમિશનરએ પોલીસ મહાનિર્દેશકને પત્ર પાઠવીને જણાવ્યુ હતું કે પૂર્વ મંત્રી ભરત બારોટે તા. ૧૫/૦૪/ ૨૦૦૨ના રોજ દિલ્હી દરવાજા બહાર હિંસા કરવા માટે ટોળાને ઉશ્કેરેલ હોઇ, ભરત બારોટ સામે પગલા ભરવા જોઇએ. પરંતુ, સરકાર દ્વારા કોઇ પગલાં ભરવામાં આવેલ નથી તેવો આક્ષેપ હતો. કમિશને કરેલી તપાસમાં બહાર આવેલ હકીકત એ છે કે, રમખાણો સમયે મંત્રી અને પાર્ટી કાર્યકરોએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત ટાળવી જોઇએ. ભરત બારોટ દ્વારા તા. ૧૫/૦૪/૨૦૦૨ના રોજ દિલ્હી દરવાજા બહાર ટોળાને ઉશ્કેરણી કરેલ છે તેવું પોલીસ કમિશનરે જણાવેલ નથી. જેના કારણે સરકારે શ્રી બારોટ સામે કોઇ પગલાં ભરવાના રહેતા નથી. સરકાર અને બારોટ સામે કરવામાં આવેલ આક્ષેપો ખોટા જણાય છે અને સરકારને બદનામ કરવાનું સ્પષ્ટ નિર્દેશ થાય છે.
 
તત્કાલિન કોંગ્રેસ પ્રમુખ સ્વ. અમરસિંહ ચૌધરીએ સોગંદનામું કરીને તત્કાલિન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી સાથે કરેલી બેઠકનો ઉલ્લેખ કરીને આક્ષેપો કર્યા હતાં કે આશરે ૧૦,૦૦૦ વ્યક્તિઓના ટોળા દ્વારા ગુલબર્ગ સોસાયટી પર થયેલ હુમલા દરમ્યાન જાફરીએ તેમના કુટુંબ અને પોતાની જિંદગી પર જોખમ અંગે પોલીસને ટેલિફોન કરીને જરૂરી મદદ અને રક્ષણ આપવા વિનંતી કરેલ હતી. તેમછતાં તત્કાલિન મુખ્યમંત્રીએ આ બાબતને ગંભીરતાથી લઇને યોગ્ય કાર્યવાહી કરી ન હતી. પરંતુ કમિશને કરેલી તપાસમાં તત્કાલિન મુખ્યમંત્રી વિરૂધ્ધ કરવામાં આવેલા આક્ષેપો તદ્દન પાયાવિહિન હોવાનું બહાર આવ્યું છે. કારણે કે, અમરસિંહ ચૌધરી દ્વારા કમિશન સમક્ષ કોઇ પુરાવો કે નિવેદન આપવામાં આવ્યા નથી. પોલીસ કમિશનર દ્વારા બપોરના ૧૩.૦૦ કલાકે બે પોલીસ અધિક્ષક, એક પોલીસ ઇન્સપેકટર અને સી.આઇ.એસ.એફ.ની ૦૧ સેકશન ગુલબર્ગ સોસાયટીમાં મોકલવામાં આવી હતી. પોલીસ ફોર્સ બપોરના બે કલાકે ગુલબર્ગ સોસાયટીમાં પહોચ્યા તે અંગેનો પુરાવો છે. આથી, અમરસિંહ ચૌધરીના અક્ષેપો ખોટા હોવાનું સાબિત થયું છે.
 
સંજીવ ભટ્ટ કે જેઓ તે સમયે સ્ટેટ આઇ.બી.માં નાયબ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા હતાં તેમના આક્ષેપ પ્રમાણે, તા. ૨૮/૦૨/૨૦૦૨ ના રોજ મુખ્ય મંત્રીએ બોલાવેલ બેઠકમાં અહેસાન જાફરી અને તેના કુટુંબીજનો પર જીવનું જોખમ છે તેની જાણ મુખ્યમંત્રીને કરવામાં આવેલ હતી. જો કે કમિશનની તપાસમાં સંજીવ ભટ્ટ દ્વારા પોતાની સહી સાથેનો જે ફેકસને આધાર પુરાવો રજૂ કરવામાં આવ્યો હતો તે અંગે સ્ટેટ આઇ.બી.નું રેકર્ડ ચકાસતાં તે ફેકસના દસ્તાવેજ નકલી હોવાનું બહાર આવ્યું છે. સ્વ. અહેસાન જાફરીને રક્ષણ આપવા બાબતે અમરસિંહ અને સંજીવ ભટ્ટ દ્વારા કરવામાં આવેલા આક્ષેપની ગંભીરતાને ધ્યાને લઇને કમિશન દ્વારા તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પૃચ્છા કરતાં તેઓએ કમિશન સમક્ષ નિવેદન આપ્યું હતું કે,

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Diwali 2024: દિવાળીની પૂજા પછી દિવાનુ તમે શુ કરો છો ? ભૂલથી પણ ન કરશો આ ભૂલ, કરશો આ 5 કામ તો કાયમ રહેશે સુખ સમૃદ્ધિ

Laxmi Ji Ni Aarti Gujarati Lyrics- લક્ષ્મીજીની આરતી

laxmi mantra- લક્ષ્મી પ્રાપ્તિ મંત્ર, આ મંત્રના જાપ કરવાથી થશે ધન પ્રાપ્તિ અને સફળતા મળશે

'રાષ્ટ્રીય એકતા દિવસ' પર PM મોદીએ એકતાના શપથ લેવડાવ્યા, કહ્યું- 'સરદાર પટેલ દરેક પેઢીને પ્રેરણા આપશે'

National Unity Day 2024 : સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ પર જાણો લોખંડી પુરૂષ વિશે 10 ખાસ વાતો

આગળનો લેખ
Show comments