Webdunia - Bharat's app for daily news and videos

Install App

નાણાભીડનો સામનો કરી રહેલા સૌરાષ્ટ્રના નિકાસકારોનું 450 કરોડનું રિફંડ ફસાયું

Webdunia
શનિવાર, 7 ડિસેમ્બર 2019 (16:23 IST)
મંદીના કારણે તીવ્ર નાણાભીડ અનુભવતા સૌરાષ્ટ્રના નિકાસકારો રૂા.450 કરોડનું રિફંડ મેળવવા ઝઝુમી રહ્યા છે. કેન્દ્રની મર્કન્ડાઈઝ એકસપોર્ટ ફોન ઈન્ડિયા સ્કીમ (એમઈઆઈએસ) હેઠળ તેમને પ્રોત્સાહનનું વચન આપવામાં આવ્યું હતું. આ સ્કીમ હેઠળ નિકાસ કરનારા વેરાવળના ફિશિંગ ઉદ્યોગનું 200 કરોડનું રિફંડ ઓગષ્ટથી એમઈઆઈસ મુદે અનિશ્ર્ચિતતા સર્જાતા અટકી પડયું છે.

વાણિજય મંત્રાલય હેઠળના ડિરેકટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી) દ્વારા આ સ્કીમની ચકાસણી પ્રક્રિયા કરવામાં આવે છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીએ વડાપ્રધાન ઓફિસને પત્ર લખી હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે. અમેરિકાની ફરિયાદ પછી વિશ્ર્વ વ્યાપાર સંગઠનમાં ભારત સરકાર એમઈઆઈએસનો બચાવ કરી શકી નથી. વિશ્ર્વ વ્યાપાર સંગઠને ઓકટોબરમાં એમઈઆઈએમ સહિત કેટલીય ભારતીય નિકાસ સબસીડી યોજનાઓને ગેરકાયદે ઠરાવી હતી અને સરકારને 120 દિવસમાં એ પાછી ખેંચી લેવા જણાવ્યું હતું. નિકાસકારોને કહેવામાં આવ્યું છે કે આ સ્કીમ ડિસેમ્બરના અંત સુધી અમલી રહેશે. આવી સ્કીમથી અમેરિકા અને ચીનના પ્રાઈસવોર સામે નિકાસકારોને રક્ષણ મળતું હતું. કેન્દ્ર સરકાર હવે એમઈઆઈએસના સ્થાને રિપેટ ઓફ સ્ટેટ એન્ડ સેન્ટ્રલ ટેકસીસ એન્ડ લેવીસ (આરઓએસસીટીએસ) લાવવા આયોજન કરી રહી છે. આમ છતાં, નિકાસકારોને લાગે છે કે તેમને એમઈઆરએસ હેઠળ બહેતર પ્રોત્સાહનો મળતા હતા. આ સ્કીમ હેઠળ નિકાસકારોને 5% સુધી અને ફિશિંગ ઈન્ડસ્ટ્રીમાં 7% સુધી પ્રોત્સાહન મળતું હતું. ઓલ ઈન્ડિયા સીફૂડ એકસપોર્ટર્સ એસોસીયેશનના જણાવ્યા મુજબ વેરાવળના 100 નિકાસકારોના 200 કરોડના નિકાસ પ્રોત્સાહનો અટકી પડયા છે. વેરાવળથી માપણી અને મરિન પ્રોડકટસની નિકાસ વર્ષે 6000 કરોડ જેટલી છે. ભારતની કુલ મરીન પ્રોડકટસની નિકાસ રૂા.4500 કરોડ જેટલી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - ઘરે ખાંડ નથી

તારી આંખ કેમ સૂજી છે

ગુજરાતી જોક્સ - બેંક નહીં ખોલું

રામ ગોપાલ વર્માને 3 મહિનાની સજા, 7 વર્ષથી ચાલી રહ્યો હતો કેસ, જાણો શું છે મામલો

હુમલા બાદ કરીના સૈફ સાથે હોસ્પિટલ જવાની સ્થિતિમાં ન હતી, તેથી મીડિયાના ડરથી તે ઘરે જ બેસી ગઈ.

વધુ જુઓ..

નવીનતમ

Dry Cough Home Remedies - છાતીમાંથી કફ નથી નીકળી રહ્યો તો અપનાવો આ ઘરેલું ઉપચાર

Tricks and Tips in Gujarati - વોશિંગ મશીનમાં નાખી દો એલ્યુમિનિયમ ફોઇલ, ગંદા કપડાં મિનિટોમાં થઈ જશે સાફ

Unique names for baby on Republic Day- પ્રજાસત્તાક દિવસ પર જન્મ લેનારા બાળકો માટે સુંદર નામ

પેન્ટીને સૂકી કેવી રીતે રાખવી? સફેદ સ્રાવ વખતે પણ આ રીત રાહત આપશે

Republic Day 2025- આ વર્ષે ગણતંત્ર દિવસ પર કયા દેશના રાષ્ટ્રપતિ હશે મુખ્ય અતિથિ, જાણો કેવી રીતે થાય છે સિલેક્શન

આગળનો લેખ
Show comments