Webdunia - Bharat's app for daily news and videos

Install App

વડોદરામાં વધુ એક યુવતીનો ભોગ લેવાયો, એકતરફી પ્રેમમાં યુવકે પાળિયાના 10થી વધુ ઘા મારી વિદ્યાર્થિનીનું મર્ડર કર્યુ

વડોદરામાં વધુ એક યુવતીનો ભોગ લેવાયો  એકતરફી પ્રેમમાં યુવકે પાળિયાના 10થી વધુ ઘા મારી વિદ્યાર્થિનીનું મર્ડર કર્યુ
Webdunia
બુધવાર, 23 માર્ચ 2022 (17:39 IST)
વડોદરા શહેરના છેવાડે નેશનલ હાઇવે પર જાંબુવા બ્રિજ નજીક 19 વર્ષીય વિદ્યાર્થિનીની ઘાતકી હત્યા કરવામાં આવી છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જ્યાં લોહીથી લથબથ વિદ્યાર્થિનીની લાશ મળી હતી. હત્યારાઓએ યુવતીનો એક હાથ કાપી નાખી હત્યા કરી લાશ ફેંકી ફરાર થઈ ગયા હતા.

આ ઘટનાની તપાસ કરતા જાણવા મળ્યુ કે એકતરફી પ્રેમમાં એક યુવકે પાળિયાના 10થી વધુ ઘા મારી વિદ્યાર્થિનીનું મર્ડર કર્યુ. પોલીસે એકતરફી પ્રેમમાં હત્યા કરનાર આરોપી કલ્પેશ ઠાકોરની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી છે. વિદ્યાર્થિનીના પરિવારે ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને આરોપીને ફાંસીની સજાની માગ કરી છે.
 
એડિશનલ સીપી ચિરાગ કોરડિયા અને ક્રાઇમ બ્રાંચના ડીસીપી જયદીપસિંહ જાડેજા તેમજ એસીપી ડી.એસ. ચૌહાણના માર્ગદર્શન હેઠળ વડોદરા ક્રાઇમ બ્રાંચે તૃષા સોલંકીની ક્રૂરતાપૂર્વક હત્યા કરનાર કલ્પેશ જયંતીભાઇ ઠાકોર (રહે.265, પંચશીલનગર, માણેજા, વડોદરા)ને ઝડપી પાડ્યો હતો. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં તેણે પાળિયાથી 10થી વધુ ઘા મારીને વિદ્યાર્થિનીને મોતને ઘાટ ઉતારી હોવાની કબૂલાત કરી હતી.
 
એકતરફી પ્રેમમાં હત્યા કરી
 
એડિશનલ સીપી ચિરાગ કોરડિયાએ આ બનાવની સનસનીખેજ માહિતી આપતાં જણાવ્યું હતું કે આરોપી કલ્પેશ ઠાકોર, મૃતક તૃષા સોલંકી તેમજ અન્ય બે મિત્રોનું ગ્રુપ હતું. જેમાં કલ્પેશ તૃષાને એકતરફી પ્રેમ કરતો હતો, પરંતુ તૃષા તેને પસંદ કરતી નહોતી, આથી તેને ગઇકાલે સાંજે તૃષાને બોલાવી હતી અને પાળિયા વડે ઘાતકી હત્યા કરી નાખી હતી.
 
વિદ્યાર્થિનીને ઇમોશનલ બ્લેકમેઇલ કરતો હતો
 
તેમણે વધુમાં જણાવ્યું હતું કે એકતરફી પ્રેમમાં કલ્પેશ ઠાકોરે અગાઉ ગોળીઓ ખાઇને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો અને વિદ્યાર્થિનીને ઇમોશનલ બ્લેકમેઇલ કરતો હતો. આ બંને વચ્ચે 3 વર્ષ પહેલાં મિત્રતા હતી, પછી બંને વચ્ચે બ્રેકઅપ થઇ ગયું હતું. ત્યાર બાદ તે ગોધરા ખાતે ભણવા માટે જતી રહી હતી અને ત્યાર બાદ વડોદરા પરત ફરી હતી. તે બીજા છોકરા સાથે વાત કરતી હતી, પણ કલ્પેશ સાથે વાત કરતી નહોતી. કલ્પેશે મળવા નહીં આવે તો આત્મહત્યા કરવાની ધમકી હતી, જેથી યુવતી તેને મળવા ગઇ હતી. એ સમયે આવેશમાં આવીને હત્યા કરી નાખી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

જો તમે નવરાત્રી દરમિયાન ઉપવાસ કરી રહ્યા છો, તો જાણો શું ખાવું અને શું ન ખાવું? નબળાઈ ન લાગે તે માટે

આ નવરાત્રીમાં માતા રાણીને અર્પણ કરો સીતાભોગ, જાણો રેસિપી

ગુજરાતી લગ્ન પીઠી રીત

આ વસ્તુઓની ઉણપથી હાડકાં પડી જાય છે નબળા, ફ્રેક્ચર થવાનું વધે છે જોખમ, Strong Bones માટે કરો આ કામ

સૂકા ચણા

વધુ જુઓ..

નવીનતમ

એમ્પુરાનમાંથી હટાવાશે ગુજરાત રમખાણોના સીન, રાજકીય વિવાદ વચ્ચે અભિનેતા મોહનલાલે માંગી માફી

દિશા સાલિયાન કેસમાં મોટુ ટ્વિસ્ટ, ક્લોઝર રિપોર્ટમાં પિતાના અફેયર, પૈસાનો દુરુપયોગનુ મોત સાથે કનેક્શન

ગુજરાતી જોક્સ - ઘર કેવી રીતે ચલાવવો

Salman Khan: ગેલેક્સી હુમલા પર પહેલીવાર બોલ્યા સલમાન, કહ્યુ જેટલી ઉંમર લખી છે એટલી તો રહેશે જ

શિલ્પા શિરોડકરે ગુજરાતના અંબાજી માતા શક્તિપીઠ મંદિરમાં પૂજા કરી, ફિલ્મ 'જટાધારા' માટે આશીર્વાદ લીધા

આગળનો લેખ
Show comments