Webdunia - Bharat's app for daily news and videos

Install App

કમલેશ તિવારી હત્યાકાંડના ફરાર બંને આરોપી શામળાજીથી ઝડપાયા

Webdunia
બુધવાર, 23 ઑક્ટોબર 2019 (13:37 IST)
હિન્દુ મહાસભાના પૂર્વ અધ્યક્ષ અને હિન્દી સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલેશ તિવારીની હત્યામાં ફરાર બંને આરોપીની ગુજરાત એટીએસે ધરપકડ કરી છે. બંને આરોપી પાકિસ્તાન ભાગી જવાની ફિરાકમાં હતા ત્યારે ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર શામળાજી પાસેથી એટીએસએ તેમને ઝડપી લીધા છે. યુપી પોલીસે ફરાર આરોપીઓની ભાળ આપનારને અઢી લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી. 
કમલેશ તિવારીની 18 ઓક્ટોબરના રોજ ચાકુ મારીને હત્યા કરી નાંખવાના ચકચારભર્યા કેસમાં ગુજરાત એટીએસે હત્યાનું કાવતરૂ ઘડનારા સુરતના ઉમરવાડા લીંબાયતમાં રહેતા રશીદ ખુરશીદ પઠાણ (30), મોસીન શેખ (28) અને શહેજાન મેમ્બર (22)ની તેમના ઘરેથી 19 ઓક્ટોબરના રોજ સવારે ધરપકડ કરી હતી. તેમની પાસેથી પોલીસે ત્રણ મોબાઈલ કબજે કર્યા છે. જોકે તિવારીની હત્યા કરનારા રશીદના ભાઈ મોઈનુદ્દીન પઠાણ ઉપરાંત અસફાક શેખ (43) નામના બે શખ્સો ફરાર હતા.
અસફાક વ્યવસાયે મેડિકલ રીપ્રેઝેન્ટેટિવ(એમઆર) અને મોઈનુદ્દીન પઠાણ ફૂડ ડિલિવરી બોયનું કામ કરતો હતો. આ બંને આરોપીઓ પાકિસ્તાન જવાની ફિરાકમાં હતાં. આ બંને શખ્સોની શામળાજીથી ધરપકડ કરવામાં આવી છે. ફરાર આરોપીઓએ નેપાળ ભાગી જવાનો પણ પ્રયાસો કર્યા હતો. પરંતુ પોલીસની ધોંસના કારણે તેઓ જઇ શક્યા નહતા. 
એટીએસના ડીઆઇજી હિમાંશુ શુક્લાએ જણાવ્યુ હતું કે ગુજરાતમાં પ્રવેશતા પહેલા બંને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. શામળાજી નજીકથી બન્ને શખ્સોની ધરપકડ થઇ છે. આરોપીઓએ હત્યા કરવાની વાત કબૂલી લીધી છે. આરોપીઓનું કહેવું છે કે તેમણે કમલેશ તિવારીના મુહમ્મદ પૈગમ્બરને લઇને વિવાદિત નિવેદનને લઇને ઘટનાને અંજામ આપ્યો છે. આરોપીઓ ગુજરાતમાં કોને ત્યાં આવવાના હતા અને તેમને કોનું પીઠબળ હતુ તેની તપાસ ચાલી રહી છે.
આરોપી અસફાક શેખ કમલેશ તિવારની હત્યા કરવા માટે કપાળમાં ગોળી મારવાના હતા પરંતુ નિશાન ચૂકી જતા બીજા આરોપી મોઈનુદ્દીનને હાથમાં ગોળી વાગી ત્યાર બાદ મોઈનુદ્દીનએ કમલેશ તિવારનું મો દબાવી રાખ્યું અને અસફાકે ગળામાં ચાકૂ મારી દીધું.કમલેશ તિવારીની હત્યા કર્યા બાદ આરોપીઓએ શુક્રવારની ઝુમ્માની નમાઝ પઢી હતી. અને આરોપીઓ એવું માનતા હતા કે કમલેશ તિવારીની હત્યા કરી તેઓ પાક કામ કર્યું એમ માનતા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આ વસ્તુઓની ઉણપથી હાડકાં પડી જાય છે નબળા, ફ્રેક્ચર થવાનું વધે છે જોખમ, Strong Bones માટે કરો આ કામ

સૂકા ચણા

ગુજરાતી કપલની અનોખી લવસ્ટોરી! વર્ષો જૂનું સપનું 80 વર્ષની ઉંમરે પૂરું થયું

ચિકન ફીટર્સ

ગુજરાતી લગ્નમાં મંગલ મુહૂર્ત

વધુ જુઓ..

નવીનતમ

દિશા સાલિયાન કેસમાં મોટુ ટ્વિસ્ટ, ક્લોઝર રિપોર્ટમાં પિતાના અફેયર, પૈસાનો દુરુપયોગનુ મોત સાથે કનેક્શન

ગુજરાતી જોક્સ - ઘર કેવી રીતે ચલાવવો

Salman Khan: ગેલેક્સી હુમલા પર પહેલીવાર બોલ્યા સલમાન, કહ્યુ જેટલી ઉંમર લખી છે એટલી તો રહેશે જ

શિલ્પા શિરોડકરે ગુજરાતના અંબાજી માતા શક્તિપીઠ મંદિરમાં પૂજા કરી, ફિલ્મ 'જટાધારા' માટે આશીર્વાદ લીધા

ઐશ્વર્યા રાયની લક્ઝરી કાર સાથે બેસ્ટની બસની ટક્કર, અકસ્માત સમયે બચ્ચનની વહુ કારમાં નહોતી

આગળનો લેખ
Show comments