Webdunia - Bharat's app for daily news and videos

Install App

પત્રકારને ધમકી આપનાર ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્રનું ઉમેદવારી પત્ર રદ

Webdunia
સોમવાર, 8 ફેબ્રુઆરી 2021 (18:04 IST)
વડોદરાના જિલ્લા પંચાયતમાં રિટર્નિંગ ઓફિસ પર વાઘોડીયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દીપક શ્રીવાસ્તવ વિરૂદ્દહ એક વાંધા અરજીની સુનાવણી દરમિયાન બર્બરતા આચરવામાં આવી હતી. દીપક શ્રીવાસ્તવના સમર્થનમાં તોડફોડનો આરોપ લગાવ્યો છે. 
 
સૂત્રોના જણાવ્યા અનુસાર દીપક શ્રીવાસ્તવનું ઉમેદવારી પત્ર રદ કરવામાં આવ્યું છે. વોર્ડ નંબર 15થી ભાજપના ઉમેદવાર આશીષ જોશીએ વાઘોડીયાના ધારાસભ્ય મધુ શ્રીવસ્તવના પુત્ર દીપક શ્રીવાસ્તવના ઉમેદવારી ફોર્મ પર આપત્તિ વ્યક્ત કરી છે. 
 
દીપક શ્રીવાસ્તવએ ઉમેદવારી પત્ર દરમિયાન સોગંધાનામામાં બે બાળકોનો ઉલ્લેખ કર્યો છે, પરંતુ તેમના તેમના ત્રણ બાળકો છે. ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દીપક શ્રીવાસ્તવની વડોદરા જિલ્લાની વાઘોડીયા સીટ પરથી ભાજપે તેમને ટિકીટ ન આપવા માટે મનાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ દીપક શ્રીવાસ્તવએ એક ન સાંભળી. ત્યારબાદ દીપક શ્રીવાસ્તવએ અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ ભર્યું. વોર્ડ નંબર 15થી ભાજપ્ના ઉમેદવાર આશીષ જોશીએ જણાવ્યું કે સોગંધનામાં ખોટું બોલ્યા હતા. તેમની ઉમેદવારી રદ કરવી જોઇએ. 
 
ગુજરાતના વાઘોડીયાથી ભાજપના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ એકવાર ફરી વિવાદમાં છે. તેમને પ્રશ્ન પૂછ્તાં મીડિયાકર્મીને ઠોકવાની એટલે કે જાનથી મારી નાખવાની ધમકી આપી છે. આ પહેલીવાર નથી જ્યારે તેમણે મીડિયાકર્મીની સાથે આવો વ્યવહાર કર્યો હોય અને આ પહેલાં પણ તેમણે મીડિયા કર્મીઓએ ધમકી આપી હતી. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. 
 
જોકે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી 21 ફેબ્રુઆરીના રોજ યોજાવવાની છે. ભાજપે મધુ શ્રીવાસ્તવના પુત્ર દીપક વાસ્તવને ટિકીટ આપવાની ના પાડી દીધી છે. જેથી તેમના પુત્રને અપક્ષ ઉમેદવાર તરીકે લડાવવાનો નિર્ણય કર્યો છે. આ વખતે તેમના પુત્ર સામે તેમની જ પાર્ટી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર મેદાનમાં છે. આ મુદ્દે મીડિયાકર્મીઓએ મધુ શ્રીવાસ્તવને સવાલ કર્યો તો જવાબ આપવાના બદલે તે સીધા મીડિયાકર્મીઓ પર ગુસ્સે થયા હતા.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments