Webdunia - Bharat's app for daily news and videos

Install App

International Women's Day 2021: જાણો કેમ 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. શુ છે તેનો ઈતિહાસ

Webdunia
રવિવાર, 7 માર્ચ 2021 (00:10 IST)
International Women's Day 2021:  દર વર્ષે, 8 માર્ચે, "આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ" ("આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ") વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. આ દિવસ મહિલાઓના અધિકાર માટેના આંદોલનનું પ્રતીક છે અને આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ મહિલાઓના અધિકારોને પ્રોત્સાહન આપવાનો પણ છે. આ વર્ષ માટે "આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ" 2021 માટે થીમ “Women in leadership: Achieving an equal future in a COVID-19 world” (મહિલા નેતૃત્વ COVID-19 ની દુનિયામાં એક સમાન ભવિષ્યને પ્રાપ્ત કરવાની) રાખવામાં આવી છે. 
 
"આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ" 2021ની થીમ
 
આ વર્ષ માટે આંતરરાષ્ટીય મહિલા દિવસની થીમ “Women in leadership: an equal future in a COVID-19 world” (મહિલા નેતૃત્વ COVID-19 ની દુનિયામાં એક સમાન ભવિષ્યને પ્રાપ્ત કરવુ) રાખવામાં આવી છે. આ થીમ  COVID-19 રોગચાળા દરમિયાન સ્વાસ્થ્ય દેખરેખ શ્રમિકો, ઈનોવેટર વગેરેના રૂપમાં દુનિયાભરની યુવતીઓ અને મહિલાઓના યોગદાનને રેખાંકિત કરે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને થીમની સાથે પહેલીવાર 1996માં ઉજવવામાં આવી હતી. આ વર્ષે સંયુક્ત રાષ્ટ્રએ આ માટે થીમ રાખી હતી અતીતનો ઉત્સવ, ભવિષ્યની યોજના. 
 
ક્યારે થઈ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શરૂઆત 
 
"આંતરરાષ્ટ્રીય મહિલા દિન" ની શરૂઆત 1908 માં યુ.એસ.ના ન્યુ યોર્ક સિટીમાં મહિલા મજૂર આંદોલનથી થઈ હતી. જ્યારે આશરે 15 હજાર મહિલાઓ તેમના હકની માંગ માટે રસ્તાઓ પર ઉતરી હતી. આ મહિલાઓને કામનો સમય ઓછો કરવો, સારો પગાર મેળવવા અને મત આપવાનો અધિકાર માટે પ્રદર્શન કરી રહી હતી.   મહિલાઓના આ વિરોધના લગભગ એક વર્ષ પછી, અમેરિકાની સોશલિસ્ટ પાર્ટીએ પહેલો રાષ્ટ્રીય મહિલા દિવસને ઉજવવાની જાહેરાત કરી. 
મહિલા દિનની ઉજવણી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જે પછી મહિલા દિવસને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવવાનો વિચાર એક મહિલા ક્લારા ઝેટકીને આપ્યો હતો
 
ક્લારા એ સમયે યુરોપિય દેશ ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં વર્કિંગ વુમનની આંતરરાષ્ટ્રીય કોન્ફ્રેંસમાં ભાગ લઈ રહી હતી. તે સમયે પરિષદમાં
 લગભગ 100 મહિલાઓ ઉપસ્થિત રહી હતી, જે 17 દેશોમાંથી આવી હતી. આ તમામ મહિલાઓએ ક્લેરાના પ્રસ્તાવને સર્વાનુમતે મંજૂરી આપી હતી.
ક્લારા જેટકિને વર્ષ 1910માં વિશ્વ સ્તર પર મહિલા દિવસ ઉજવવાનો પ્રસ્તાવ કર્યો હતો.  પ્રથમ આંતરરાષ્ટ્રીય મહિલા દિન વર્ષ 1911 ઓસ્ટ્રિયાના ડેન્માર્કમાં યોજાયો હતો. જર્મની અને સ્વિટ્ઝલેન્ડમાં ઉજવવામાં આવ્યો હતો. પરંતુ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને ઔપચારિક માન્યતા 1975 માં એ સમયે મળી જ્યારે સંયુક્ત રાષ્ટ્રએ તેને ઉજવવુ શરૂ કર્યુ હતુ, 
 
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીનો ઉદ્દેશ્ય
 
"આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ" ની ઉજવણીનો સૌથી મહત્વનો ઉદ્દેશ્ય મહિલાઓ અને પુરુષોમાં સમાનતા પેદા કરવા જાગૃતિ લાવવાની છે. સાથે જ  મહિલાઓ
તેમના હક માટે જાગૃત કરવા માટે છે. . આજે પણ ઘણા દેશોમાં મહિલાઓને સમાનતાનો અધિકાર મળતો નથી. મહિલાઓ આજે પણ શિક્ષણ અને આરોગ્ય ની દ્રષ્ટિએ કમજોર છે. સાથે જ મહિલાઓ સાથે  હિંસાના કેસ પણ આવતા જ રહે છે. એટલુ જ નહી મહિલાઓને નોકરી પર પણ પોતાના પ્રમોશનમાં અવરોધોનો સામનો કરવો પડે છે. સાથે જ  મહિલાઓ સ્વરોજગારના ક્ષેત્રમાં પણ પાછળ છે. જ્યારે 19 મી સદીમાં મહિલા દિવસની રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે
મહિલાઓને મત આપવાનો અધિકાર મળ્યો હતો.
 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments