Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં ઝુકેગા પુષ્પા, ચંદન ચોરને પકડવા માટે પોલીસે બનાવ્યો આ સોલિડ પ્લાન

ગુજરાતમાં ઝુકેગા પુષ્પા  ચંદન ચોરને પકડવા માટે પોલીસે બનાવ્યો આ સોલિડ પ્લાન
Webdunia
સોમવાર, 3 ફેબ્રુઆરી 2025 (12:11 IST)
Inter State Forest Conservation Meeting Saputara: પુષ્પા ફિલ્મમાં તમે અલ્લુ અર્જુનન પાત્રોને ચંદનની તસ્કરી કરતા જોયા હશે. એ તેની તસ્કરી માટે નવી નવી તરકીબો અજમાવે છે અને સફળ થય છે.  પુષ્પાની જેમ જ દેશના વિવિધ રાજ્યોમાં ચંદનના લાકડાની હેરાફેરી કરનારુ ગેંગ સક્રિય છે. જો કે હેરાફેરી થી રાજસ્વને નુકશાન થવાની સાથે જ પર્યાવરણને પણ નુકશાન પહોચે છે. આવામાં ચંદન ચોરને પકડવા માટે ગુજરાતે સોલિડ પ્લાન બનાવ્યો છે.  આવો જાણીએ તેના વિશે..  
 
હકીકતમાં, ગુજરાતના સાપુતારામાં વન, પર્યાવરણ, આબોહવા પરિવર્તન, જળ સંસાધન અને પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ આંતરરાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ વન સંરક્ષણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાત, મહારાષ્ટ્ર, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલીના વરિષ્ઠ વન અધિકારીઓ સાથે પર્યાવરણીય સંરક્ષણ અને વન સંરક્ષણ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. વન સંરક્ષણ અંગે ગુજરાત, મહારાષ્ટ્ર, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલીના ટોચના વન અધિકારીઓ હાજર રહ્યા હતા.
 
મુકેશ પટેલે જણાવ્યું હતું કે જંગલો રાષ્ટ્રની સંપત્તિ છે અને તેનું જતન કરવાની જવાબદારી દરેક વ્યક્તિની છે. તેમણે કહ્યું કે ગુજરાત, મહારાષ્ટ્ર, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલીના તમામ વન અધિકારીઓએ વન સંરક્ષણ માટે સાથે મળીને કામ કરવું જોઈએ.
 
અત્યાર સુધીમાં, ગુજરાતના કચ્છ વન વિભાગે 26,000 હેક્ટર જમીનને અતિક્રમણમાંથી મુક્ત કરાવી છે અને દક્ષિણ ગુજરાતના સરહદી વિસ્તારોમાં 900 હેક્ટર જમીનને અતિક્રમણમાંથી મુક્ત કરાવી છે. આ ઝુંબેશ હેઠળ, વન વિભાગ જમીન પર અતિક્રમણ કરનારાઓ સામે સક્રિયપણે કાર્યવાહી કરી રહ્યું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ -

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

આગળનો લેખ
Show comments