Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારતની સૌથી મોટી ડીફેન્સ ઇનોવેશન ચેલેન્જનું આયોજન કરાશે, વિજેતા ટીમ બની જશે માલામાલ

Webdunia
સોમવાર, 7 ફેબ્રુઆરી 2022 (14:35 IST)
સ્ટાર્ટઅપ્સ સંરક્ષણ ક્ષેત્રમાં સફળ નવીનીકરણો લાવી શકે તે માટે તેમને એક મંચ પૂરું પાડવાના હેતુથી ગાંધીનગર સ્થિત કર્ણાવતી યુનિવર્સિટી ડીફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO)ની સાથે ભેગા મળીને ડીફેન્સ ઇનોવેશન ચેલેન્જનું આયોજન કરવા જઈ રહી છે. જાન્યુઆરી મહિનામાં લૉન્ચ કરવામાં આવેલી સ્પર્ધાનું આયોજન ભારતના પ્રમુખ સંરક્ષણ ઇન્ક્યુબેટરો પૈકીના એક એવા ડીફેન્સ ડીઝાઇન એન્ડ ટેકનોલોજી ઇન્ક્યુબેટર ઑફ ઇન્ડિયા (DDTII) દ્વારા કરવામાં આવી રહ્યું છે.
 
ગુજરાત સરકારના ડિપાર્ટમેન્ટ ઑફ સાયેન્સ એન્ડ ટેકનોલોજી (DST) દ્વારા આ પહેલને સમર્થન પૂરું પાડવામાં આવી રહ્યું છે અને અમદાવાદ ડીઝાઇન વીકની ત્રીજી આવૃત્તિની સાથે-સાથે તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વિજેતા ટીમોને ઇનામી રકમ તથા રૂ. 50 કરોડ સુધીનું એન્જલ ફન્ડિંગ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કર્ણાવતી યુનિવર્સિટી એ રાજ્યની એક ખાનગી યુનિવર્સિટી છે, જે શિક્ષણમાં શ્રેષ્ઠતા લાવવાને સમર્પિત છે અને ઇન્ટરડિસિપ્લિનરી લર્નિંગ પર કેન્દ્રીત છે.
 
DRDO ડીફેન્સ ઇનોવેશન ચેલેન્જને લૉન્ચ કરવા પાછળનું કારણ સમજાવતા કર્ણાવતી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી રિતેશ હાડાએ જણાવ્યું હતું કે, ‘આ ચેલેન્જ યોજવા પાછળનો ઉદ્દેશ્ય સ્ટાર્ટઅપ્સ, માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (MSMEs) અને નવપ્રવર્તકોને સમર્થન પૂરું પાડવાનો છે, જેથી તેઓ રાષ્ટ્રીય સુરક્ષા અને એરોસ્પેસના ક્ષેત્રમાં વિશિષ્ટ ઉકેલો અને ટેકનોલોજીના સફળ હસ્તક્ષેપો લઇને આવી શકે. આ ચેલેન્જ સહભાગીઓને પ્રોટોટાઇપ્સની રચના કરવા માટે પ્રોત્સાહિત કરશે તથા તેમણે જે ઉત્પાદનો અને ઉકેલો વિકસાવ્યાં છે, તેનું વ્યાવસાયીકરણ કરવા તેમને સક્ષમ બનાવશે.’
 
રિતેશ હાડાએ આગળ જણાવ્યું હતું કે, ‘તેની પાછળનો વિચાર સંરક્ષણ ક્ષેત્રના નવપ્રવર્તકો માટે એક મંચની રચના કરવાનો છે, જેથી કરીને તેઓ તેમના વિચારો અને પ્રોટોટાઇપ્સને રજૂ કરી શકે તથા તેઓ તેને DRDO ના સંરક્ષણ સંશોધન અધિકારીઓ સમક્ષ રજૂ કરી શકે તે માટે તેમને એક તક પૂરી પાડવાનો પણ આશય છે. આ પહેલ સંરક્ષણ ઉત્પાદનમાં આત્મનિર્ભરતા હાંસલ કરવાના ભારત સરકારના મિશનને ઘણે અંશે અનુરૂપ છે.’
 
DICનો હેતુ હાલમાં ચાલી રહેલા અને નવા પ્રોજેક્ટ્સને સમર્થન પૂરું પાડવાનો અને ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલમાં યોગદાન આપવાનો પણ છે. DICનું વિઝન રાષ્ટ્રીય સુરક્ષા માટે સુસંગત હોય તેવા ઉત્પાદનો અને ટેકનોલોજીઓના કાર્યાત્મક પ્રોટોટાઇપની રચના (પ્રોટોટોઇપિંગ) કરવાનું તથા ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં ઝડપથી આગળ વધનારા નવીનીકરણોને પ્રોત્સાહન આપવાનો અને નવી ટેકનોલોજીમાંથી બનેલા ઉત્પાદનો અને ટેકનોલોજીઓને ભારતીય સંરક્ષણ સંસ્થાપનના સ્વરૂપે માર્કેટ અને વહેલાં ગ્રાહકો (વ્યાવસાયીકરણ) મેળવી આપવાનો છે.

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments