Webdunia - Bharat's app for daily news and videos

Install App

દેશના પ્રથમ સ્લેગ રોડના નિર્માણ બદલ એએમ/એનએસ ઈન્ડિયાનો ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડસમાં સમાવેશ

Webdunia
બુધવાર, 20 જુલાઈ 2022 (10:42 IST)
આર્સેલર મિત્તલ અને નિપ્પોન સ્ટીલ વચ્ચેના સંયુક્ત સાહસ એએમ/એનએસ ઈન્ડિયાને દેશના પ્રથમ સ્ટીલ સ્લેગ રોડના નિર્માણ બદલ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડસમાં સ્થાન પ્રાપ્ત થયું છે. “CSIR-સેન્ટ્રલ રોડ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ અને આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા દ્વારા પ્રથમ સ્ટીલ સ્લેગ રોડના નિર્માણ બદલ આ રોડને રેકોર્ડ બુકમાં સ્થાન આપવામાં આવ્યું છે. સ્ટીલ સ્લેગ  રોડના લેયર્સ એટલે કે સબગ્રેડ, ગ્રેન્યુલર સબ-બેઝ, બેઝ કોર્સ, બાઈન્ડર એન્ડ વિયરીંગ કોર્સની સાથે સાથે મેડીયન અને શોલ્ડર્સ સાથે 1 લાખ ટનના 100 ટકા પ્રોસેસ્ડ ઈલેક્ટ્રીક આર્ટ ફર્નેસ સ્ટીલ સ્લેગ એગ્રીગેટસ માંથી નિર્માણ કરવામાં આવ્યું છે.”
 
સ્ટીલ ઉત્પાદનની પ્રાથમિક પ્રક્રિયા દરમ્યાન પેટા પેદાશ તરીકે પ્રાપ્ત થતો સ્ટીલ સ્લેગ નેચરલ એગ્રીગેટસના પર્યાવરણલક્ષી અને કરકસરયુક્ત વિકલ્પ તરીકે જાણીતો છે અને તે માર્ગ નિર્માણમાં વપરાશમાં લેવાતા નેચરલ એગ્રીગેટસને બદલે ઉપયોગમાં લઈ શકાય છે. એએમ/એનએસ ઈન્ડિયાના હજીરા ખાતેના સ્ટીલ ઉત્પાદન એકમમાં દર વર્ષે આશરે 2 મિલિયન ટન સ્ટીલ સ્લેગનું ઉત્પાદન થાય છે.
 
હજીરામાં સૌ પ્રથમ વખત સંપૂર્ણપણે સ્ટીલ સ્લેગના બનેલા રોડનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ 1.2 કી.મી.નો રોડ ગયા વર્ષે મે મહિનામાં ટ્રાફિક માટે ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો. આ રોડ 100 ટકા પ્રોસેસ્ડ સ્ટીલ સ્લેગ એગ્રીગેટસ મારફતે તૈયાર કરાયેલો દેશનો સૌ પ્રથમ રોડ છે. આ રોડના બાંધકામમાં આશરે 1 લાખ ટન સ્ટીલ સ્લેગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દૈનિક 1200 કરતાં વધુ હેવી વ્હિકલ્સ આ રોડ પરથી પસાર થાય છે અને નેચર એગ્રીગેટ્સ મારફતે થયેલા હાઈવેના નિર્માણ જેટલી જ પરિવહનની ગુણવત્તા આ રોડ પૂરી પાડે છે.
 
એએમ/એનએસ ઈન્ડિયાના હ્યુમન રિસોર્સીસ, આઈઆર અને એડમિનીસ્ટ્રેશન વિભાગના હેડ ડો. અનિલ મટૂએ જણાવ્યું હતું કે, એએમ/એનએસ ઈન્ડિયા માર્ગ બાંધકામમાં નેચરલ એગ્રીગેટ્સનો વિકલ્પ વિકસાવવા બદલ ગૌરવ અનુભવે છે અને સ્લેગનો ઉપયોગ કરીને કેવા માર્ગનું નિર્માણ થઈ શકે છે તે અંગે ઉદાહરણ પૂરૂં પાડ્યું છે. ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડઝ તરફથી સન્માન પ્રાપ્ત થવા બદલ અમે ગૌરવ અનુભવીએ છીએ. અમને વિશ્વાસ છે કે આગામી વર્ષોમાં સ્ટીલ સ્લેગ માર્ગ બાંધકામ માટેનો લોકપ્રિય કાચો માલ બની રહેશે.”
 
તાજેતરમાં તેમને હાઈવેના બાંધકામ માટે સ્ટીલ સ્લેગના ઓર્ડર મળવાની શરૂઆત થઈ ચૂકી છે. તાજેતરમાં જૂન મહિનામાં સુરતમાં એનાથી કીમ સુધીના 36.93 કી.મી.ના 8 લેનના રોડના બાંધકામ માટે 1 લાખ ટન સ્ટીલ સ્લેગ સપ્લાય કરવાનો ઓર્ડર મળ્યો છે, જે આગામી નિર્માણાધિન વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વેનો એક ભાગ છે. સ્ટીલ સ્લેગ નેચરલ એગ્રીગેટ્સની તુલનામાં અનેક પ્રકારે લાભદાયી છે. તેના સારા શેપ ફેક્ટર, હાઈ એબ્રેઝન રેઝીસ્ટન્સ અને ઉત્તમ સ્કીડ રેઝીસ્ટન્સ જેવા ગુણધર્મોને કારણે તે શ્રેષ્ઠ એગ્રીગેટ મિટીરિયલ છે. વધુમાં સ્લેગ મોટા જથ્થામાં તુરત જ ઉપલબ્ધ થાય છે.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments