rashifal-2026

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમા ફરીવાર માવઠાની આગાહી, આગામી ત્રણ દિવસ 4 ડિગ્રી સુધી તાપમાન ગગડતાં ઠંડી વધશે

Webdunia
બુધવાર, 24 નવેમ્બર 2021 (12:07 IST)
વધુ એક માવઠાની આગાહીથી ખેડૂતોની મુશ્કેલી વધી
ગુજરાતમાં 11 જિલ્લાના 48 તાલુકઓમાં કમોસમી વરસાદ પડ્યો
 
આ વર્ષે વધુ એક વખત અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સાઉદી તરફ જઈ રહી છે. પવનની પેટર્ન દરિયામાંથી પસાર થઈ રહી છે. જેથી ગઈકાલથી જ દરિયા કિનારા તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ઉપરાંત રાજ્યના અનેક વિસ્તારોમાં હળવા ઝાપટાં પડ્યાં હતાં. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં સતત પલટો આવી શકે છે. તે ઉપરાંત વરસાદી ઝાપટાં પડી શકે છે. બીજી તરફ આગામી ત્રણ દિવસમાં રાજયના અન્ય વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન ગગડતાં ઠંડીનું પ્રભુત્વ વધશે.
 
રાજયમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે
 
હાલ રાજયમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. અમદાવાદ સહિત અનેક જગ્યાએ સવારે ધૂમ્મસ છવાયેલું જોવા મળે છે તેની સાથે ગુલાબી ઠંડીનો એહસાસ થઈ રહ્યો છે.હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી બે દિવસ બાદ પવનની દિશા બદલાશે, અને ઠંડીનું જોર વધશે. તેમજ દરિયામાં પવનની ગતિ તેજ રહેશે. માત્ર દક્ષિણ ગુજરાત સિવાય અન્ય કોઈ વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી નથી. આગામી 3 દિવસ અમદાવાદમાં લઘુતમ તાપમાન 16 ડિગ્રી થવાની સંભાવના છે.હવામાન વિભાગના મતે રાજ્યમાં આગામી 3 દિવસ દરમિયાન તાપમાનમાં 4 ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીના પ્રભુત્વમાં વધારો થશે.
 
11 જિલ્લાના 48 તાલુકઓમાં કમોસમી વરસાદ પડ્યો
 
રાજ્યમાં પડેલા કમોસમી વરસાદ અને માવઠાના મારના કારણે ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે.ત્યારે વરસાદના કારણે થયેલા નુકસાની મુદ્દે કૃષિપ્રધાન રાઘવજી પટેલ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે મહત્વની બેઠક યોજશે.જેમાં પાક નુકસાની સર્વે મુદ્દે ચર્ચા કરવામાં આવશે.કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાન અંગે સહાય આપવા કૃષિમંત્રી હકારાત્મક વલણ અપનાવ્યું છે અને સહાય અંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અંતિમ નિર્ણય કરશે.મહત્વનું છે કે, 11 જિલ્લાના 48 તાલુકઓમાં કમોસમી વરસાદ પડ્યો છે.48 તાલુકા પૈકી 23 તાલુકામાં તો 2 ઈંચથી વધારે વરસાદ ખાબક્યો હતો.
 
માવઠાને લીધે થયેલ પાકની નુકસાની અંગે સહાય આપવા વિચારણા
 
48 તાલુકાઓ પૈકી 23 તાલુકાઓમાં 2 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. બનાસકાંઠાના 11 તાલુકા, મહેસાણાના 6 તાલુકા,પાટણના 8 અને સાબરકાંઠાના 5 તાલુકાનો સમાવેશ થાય છે. તો છોટા ઉદેપુરના 1, જૂનાગઢના 1, ડાંગના 2 તાલુકા,નર્મદાના 3, સુરતના 5, વલસાડના 2, કચ્છના 2 તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો છે.વરસાદના કારણે થયેલા નુકસાન અંગે સહાય આપવા કૃષિપ્રધાને હકારાત્મક વલણ દર્શાવ્યું છે. જો કે સહાય અંગે આખરી નિર્ણય મુખ્યપ્રધાન લેશે એવું જણાવ્યું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

યુવાનીમાં જ વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો સમજી લો દિલ ગઈ ગયું છે કમજોર, નહિ કરો કંટ્રોલ તો ગમે ત્યારે આવી શકે છે હાર્તેતેક

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Gree Chilly Pickle- તેલ વગર ઝડપથી બનાવો લીલા મરચાંના પાણીનું અથાણું, લોકો તેનો સ્વાદ માણશે, નોંધ લો રેસીપી

Smriti Mandhana Calls Off Wedding - લગ્નના મંડપ પર તૂટ્યા સ્મૃતિ મંઘાના-પલાશના લગ્ન, પાર્ટનરની એ ભૂલો જે યુવતીઓ ક્યારેય સહન નથી કરતી

સોમવારના સુવિચાર - Monday Quotes in Gujarati

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - મારી ચિંતા કરે

ગુજરાતી જોક્સ - 4 દિવસ માટે ગાયબ

ધર્મેન્દ્રના 90 મા જન્મદિવસ પર ઈમોશનલ થઈ ઈશા દેઓલ, નિધન પછી પહેલીવાર પિતાને લખ્યુ - તમારી યાદ..

Bigg Boss 19 Winner: ગૌરવ ખન્ના 'બિગ બોસ 19' ના વિજેતા બન્યા, ચમકતી ટ્રોફી સાથે જીતી આટલી મોટી રકમ

ગુજરાતી સિંગર કિંજલ દવેએ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે કરી સગાઈ, જુઓ વાયરલ વિડીયો

આગળનો લેખ
Show comments