Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજય સરકારનો મહત્વનો નિર્ણય, આંગણવાડી કાર્યકર/તેડાગરના માનદ વેતનમાં નોધપાત્ર વધારો

Webdunia
શનિવાર, 17 સપ્ટેમ્બર 2022 (09:12 IST)
*રાજય સરકારનો મહત્વનો નિર્ણય, આંગણવાડી કાર્યકર/તેડાગરના માનદ વેતનમાં નોધપાત્ર વધારો કરાયો*
 
*૧૮૦૦ મીની આંગણવાડી કેંદ્રને રેગ્યુલર આંગણવાડીમાં કન્વર્ટ કરાશે*
 
*આંગણવાડી કાર્યકરને રૂ.૧૦ હજાર અને આંગણવાડી તેડાગરને રૂ.૫૫૦૦ માનદ વેતન અપાશે*
 
મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યુ છે કે, મહિલાઓના સર્વાંગી વિકાસ માટે અને આર્થિક ઉત્થાન માટે રાજ્ય સરકાર હર હંમેશ પ્રયત્નશીલ છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યની આંગણવાડી તેડાગર અને આંગણવાડી કાર્યકરના માનદ વતનમાં નોંધપાત્ર વધારો કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. જ્યારે રાજ્યની 1800 મીની આંગણવાડી કેન્દ્રોને રેગ્યુલર આંગણવાડી કેન્દ્રમાં પણ કન્વર્ટ કરવામાં આવશે.
 
મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રીમતી મનિષાબેન વકીલ તેમજ ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં પ્રવક્તા મંત્રી વાઘાણીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, આંગણવાડી કાર્યકરને હાલ રૂ.૭૮૦૦ માનદ વેતન અપાતું હતું તેમાં રૂ.૨૨૦૦નો વધારો કરીને રૂ.૧૦,૦૦૦ માનદ વેતન ચૂકવાશે. એ જ રીતે આંગણવાડી તેડાગરને હાલ રૂ.૩૯૫૦ માનદ વેતન ચૂકવાતું હતું એમાં રૂ.૧૫૫૦નો વધારો કરીને હવે રૂ.૫૫૦૦ ચૂકવવામાં આવશે. 
 
આ માટે રાજય સરકાર રૂ.૨૩૦.૫૨ કરોડનો વધારાનો ખર્ચ કરશે. આ નિર્ણયને પરિણામે ૫૧,૨૨૯ આંગણવાડી કાર્યકર અને ૫૧,૨૨૯ આંગણવાડી તેડાગર માનદ કર્મીઓ અને તેમના પરિવારજનો ને લાભ થશે.
 
મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, ૧૮૦૦ મીની આંગણવાડી કેંદ્રને રેગ્યુલર આંગણવાડીમાં કન્વર્ટ કરવાના આ નિર્ણયથી મીની આંગણવાડી કાર્યકરની જગ્યાને આંગણવાડી કાર્યકરની જગ્યામાં અપગ્રેડ કરવામાં આવેલ છે. આ જગ્યા માટે સરકારને વધારાનો રુ.૧૮.૮૨ કરોડનો વાર્ષિક ખર્ચ આવશે.
 
ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના પ્રમુખ અરુણભાઈ મહેતા, આંગણવાડી કર્મચારી સભા, ગુજરાત પ્રદેશના પ્રમુખ સી.એમ પટેલ, ભારતીય મજદૂર સંઘના મહામંત્રી વી.પી પરમાર તેમજ અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘના પ્રમુખ કિરણકુમાર કવિ સહિતના તમામ સંગઠનો દ્વારા રાજ્ય સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણયને આવકારવામાં આવ્યો છે અને આ નિર્ણય લેવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ મંત્રીમંડળની કમિટીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.

સંબંધિત સમાચાર

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments