Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં 23 નવેમ્બરથી શરૂ થશે શાળાઓ, જાણો કયા નિયમોનું કરવું પડશે પાલન

Webdunia
બુધવાર, 11 નવેમ્બર 2020 (13:00 IST)
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકે રાજ્યમાં  દિવાળી પછી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને કોલેજોમાં શિક્ષણ કાર્ય  ફરી શરૂ કરવાનો મહત્વ પૂર્ણ નિર્ણય કર્યો છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા અને રાજ્ય મંત્રી વિભાવરી બહેન દવે એ  આ નિર્ણયની વિગતો આપી હતી.
 
તેમણે જણાવ્યું કે કોરોના વાયરસ સંક્રમણ કોવિડ-19ને કારણે ગુજરાત સહિત દેશમાં માર્ચ મહિનાથી શાળા-કોલેજો-શૈક્ષણિક સંસ્થાઓ સંક્રમણ વધે નહિ તે આશયથી બંધ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓનું શૈક્ષણિક વર્ષ અને ભવિષ્ય ન બગડે તે માટે મુખ્ય મંત્રીશ્રી ના માર્ગદર્શન માં  શિક્ષણ વિભાગે ઓનલાઇન લર્નિંગની વ્યવસ્થા શરૂ કરીને સફળતા પૂર્વક અમલ પણ કર્યો છે.
 
રાજ્યમાં લોકડાઉન અને હવે અનલોક ૧ થી પાંચ ના વિવિધ તબક્કાઓમાં જનજીવન, આર્થિક, ઔદ્યોગિક ગતિવિધિઓ અટકવા દીધી નથી. ઓનલાઇન શિક્ષણ શાળા-કોલેજના બાળકો વિદ્યાર્થીઓને ઘરે બેઠાં મળે તે સુનિશ્ચિત કર્યુ છે. હવે, મુખ્યમંત્રી વિજય રૂપાણીની રાજ્ય સરકાર આ અનલોક-પ માં ભારત સરકારના દિશાનિર્દેશો અને ગાઇડ લાઇનના અનુપાલન સાથે રાજયમાં શાળા-કોલેજોમાં શૈક્ષણિક કાર્ય તબક્કાવાર પૂન: શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. 
 
આ નિર્ણયના અંતિમ નિષ્કર્ષ પર આવતાં પહેલાં શિક્ષણ વિભાગ, શાળા-કોલેજ, યુનિવર્સિટીના સંચાલકો-શિક્ષણવિદો એમ વિવિધ સ્ટેક હોલ્ડર્સ સાથે બેઠકોનો દૌર યોજી, સૌના મત મેળવીને સરકારે આખરી નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતાની આજે મંત્રીમંડળની બેઠકમાં એ નિર્ણયને મંજૂરી આપી છે. દિવાળી પછી એટલે કે તા.ર૩મી નવેમ્બરથી રાજ્યમાં માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક અને કોલેજ-યુનિવર્સિટીઝમાં શિક્ષણ કાર્ય શરૂ કરવાનો આજે કેબિનેટે નિર્ણય કર્યો છે.
 
-  તા.ર૩મી નવેમ્બર સોમવારથી રાજ્યનાં ધો-૯ થી ૧રના વર્ગો ભારત સરકારની એસ.ઓ.પી ગાઇડલાઇનના સંપૂર્ણ પાલન સાથે શરૂ કરી દેવાશે 
 
-  કોલેજોમાં પણ તા.ર૩મી નવેમ્બરથી શૈક્ષણિક કાર્ય શરૂ થશે 
 
-  કોલેજો અને યુનિવર્સિટીઝમાં પ્રથમ તબક્કે પોસ્ટ ગ્રેજ્યુએટ, મેડીકલ અને પેરામેડીકલ વર્ગો શરૂ થશે. તેમજ અંડર ગ્રેજ્યુએટ એટલે કે સ્નાતક કક્ષા માટે માત્ર ફાયનલ ઇયરના જ કલાસ શરૂ કરવામાં આવશે. 
 
-  ઇજનેરી વિદ્યાશાખામાં પણ ફાયનલ ઇયર અને આઇ.ટી.આઇ. તથા પોલિટેકનીક કોલેજીસ પણ તા.ર૩મી નવેમ્બર કાર્યરત થશે 
 
-  શાળા-કોલેજીસ શરૂ કરતાં પહેલાં દરેક સંકુલમાં સ્વચ્છતા-સફાઇ સુવિધા, થર્મલ ગનથી વિદ્યાર્થીનું ચેકીંગ, સેનીટાઇઝર અને હાથ ધોવા માટે સાબુની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવાની રહેશે 
 
-  વર્ગખંડોમાં અને શાળા-કોલેજ સંકુલમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય એટલું જ નહિ, માસ્કનો ફરજિયાત ઉપયોગ થાય. 
 
-  શાળા-કોલેજથી નજીકના અંતરે મેડીકલ સેવાઓ ઉપલબ્ધ હોય તેની પણ ખાતરી કરવી પડશે. 
 
-  ભારત સરકારની એસ.ઓ.પી.ને અનુસરતાં રાજ્યમાં શાળા-કોલેજો દ્વારા જે ઓનલાઇન એજ્યુકેશન વ્યવસ્થા કરવામાં આવી છે તે યથાવત ચાલુ રાખવામાં આવશે.
 
-  રાજ્યમાં આવેલી તમામ બોર્ડની બધી જ સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ અને સેલ્ફ ફાયનાન્સ સ્કુલ, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તેમજ આદિજાતિ વિકાસ વિભાગની શાળાઓને આ એસ.ઓ.પી સમાન રીતે લાગુ પડશે. 
 
-  આગામી તા.ર૩ નવેમ્બરથી રાજ્યમાં ધો-૯ થી ૧ર ની શાળાઓ તેમજ પી.જી, મેડીકલ-પેરામેડિકલ ઉપરાંત અંડર ગ્રેજ્યુએટ ફાયનલ ઇયરના વર્ગો શરૂ થશે. 
 
-  બાકીના વર્ગો-ધોરણોના શૈક્ષણિક કાર્ય શરૂ કરવા અંગે સમયાનુસાર યોગ્ય નિર્ણય લઇને સરકાર પછીથી જાહેરાત કરશે 
 
-  શાળામાં વિદ્યાર્થીની હાજરી ફરજિયાત રાખવામાં આવી નથી 
 
-  શાળાએ આવવા માટે વિદ્યાર્થીના માતા-પિતા કે વાલીની લેખિત સંમિત પણ સંસ્થાઓએ મેળવવાની રહેશે 
 
-  વિદ્યાર્થી પોતાનું માસ્ક, પાણીની બોટલ, પુસ્તકો, નાસ્તો વગેરે ઘરેથી જ લાવે અને અન્ય છાત્રો સાથે આપ-લે ન કરે તે જોવા પણ જણાવવામાં આવશે 
 
-  વર્ગખંડમાં રિવાઇઝડ બેઠક વ્યવસ્થા મુજબ બે વિદ્યાર્થી વચ્ચે ઓછામાં ઓછું ૬ ફૂટનું અંતર રાખવું પડશે. 
 
-  શાળા-કોલેજ સંકુલમાં વિદ્યાર્થીઓની ભીડભાડ ન થાય તે માટે વિદ્યાર્થીઓ તબક્કાવાર આવે તેવું આયોજન આચાર્ય-પ્રિન્સીપાલે ગોઠવવાનું છે
 
- આ હેતુસર રાજ્ય સરકારે ઓડ ઈવન એટલે કે ધોરણ 9 અને 11 માટે અઠવાડિયા માં ત્રણ દિવસ અને 10 તેમજ 12 માટે ત્રણ દિવસ શાળા માં શિક્ષણ કાર્ય થાય તેવી વ્યવસ્થા પણ જરૂરિયાત મુજબ ગોઠવવા જણાવ્યું છે.
 
-  વિદ્યાર્થીઓ ક્રમાનુસાર અઠવાડિયામાં નિયત કરેલા દિવસોએ શાળામાં આવે અને બાકીના દિવસોમાં ઘરે બેઠાં એસાઇનમેન્ટ કરે તેવું આયોજન કરવા પણ સૂચવવામાં આવ્યું છે. 
 
-  સામુહિક પ્રાર્થના – મેદાન પરની રમત-ગમત કે અન્ય સામુહિક પ્રવૃત્તિ ન કરવા પણ સૂચના આપી છે. 
 
-  વાલીઓ તેમના વ્યકિતગત ટ્રાન્સપોર્ટેશનનો જ ઉપયોગ બાળકને સ્કુલે જવા-આવવા કરે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. 
 
-  જે વિદ્યાર્થીઓ પબ્લીક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા હોય તેમને પણ શાળા તરફથી સાવચેતી-સતર્કતાનું યોગ્ય માર્ગદર્શન અપાશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

AAm AAdmi Party- કેજરીવાલે દિલ્હીની તમામ 70 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા બાદ કહ્યું હતું કે ભાજપ પાસે ન તો સીએમ ચહેરો છે કે ન કોઈ ટીમ.

મુંબઈમાં બેસ્ટ બસ સાથે બીજો અકસ્માત, બાઇકચાલકનું ઘટનાસ્થળે જ મોત

મુંબઈના વરલીમાં પૂનમ ચેમ્બર બિલ્ડિંગમાં આગ લાગી, 5 ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે હાજર

"જો સરકાર બનશે તો અમે મહિલાઓને દર મહિને 2500 રૂપિયા આપીશું", તેજસ્વી યાદવે કરી મોટી જાહેરાત

19 દિવસથી ભૂખ હડતાળ પર ઉતરેલા ખેડૂત નેતાએ કેન્દ્ર સરકારને આપી ચેતવણી

આગળનો લેખ
Show comments