Webdunia - Bharat's app for daily news and videos

Install App

પતિએ પત્નીને કહ્યું જીન્સ પેન્ટ પહેરીશ તો તલાક આપીને તારા પિતાજીના ઘરે બેસાડી દઈશ

Webdunia
શનિવાર, 9 જાન્યુઆરી 2021 (15:58 IST)
અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં રહેતી પરિણીત મહિલાએ પોતાના પતિ તેમજ સાસરિયા સાથે શારિરીક તેમજ માનસિક ત્રાસ મળતો હોવાની ફરિયાદ નોંધાવી છે. લગ્નના બે વર્ષ બાદ પતિ તેમજ સાસરિયાઓ દ્વારા ત્રાસ આપવાનું શરૂ થતા અંતે પરિણીતાએ પોલીસનો દરવાજો ખખડાવ્યો છે. પતિએ તેની પત્નીને કહ્યું હતું કે તારે જીન્સ પેન્ટ પહેરીને નોકરી જવાનું નહીં, નહીં તો તને તલાક આપીને તારા પિતાજીના ઘરે બેસાડી દઈશ એવી અવાર-નવાર ધમકીઓ આપતો હતો.

યુવતીએ શારિરીક અને માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવતા વેજલપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વેજલપુરમાં રહેતી એક મહિલાએ પોતાના જ સમાજના એક વ્યક્તિ સાથે બીજા લગ્ન કર્યા હતા. તેના પતિના આ ત્રીજા લગ્ન હતા. પરિણીતાએ લગ્ન પહેલા જ પોતાના પતિને પરિવાર સાથે નહીં પરંતુ બન્નેએ અલગ રહીશું તેવી ચોખવટ કરી હતી. જ્યાર બાદ બન્ને પરિણીતાના પિતાએ લઈ આપેલા એક ફ્લેટમાં રહેવા લાગ્યા હતા.શરૂઆતના 2 વર્ષ સુધી બંને ખુશીથી રહેતા હતા, પરંતુ ધીરે-ધીરે પતિ દ્વારા મહિલાને સાસરિયામાં રહેવા તેમજ મોર્ડન કપડાં ન પહેરવા બાબતે દબાણ કરવામાં આવતું હતું. પોતાની વાત ન માનવા પર પતિ દ્વારા તલાક આપી દેવાની ધમકીઓ મળતી હતી.

સાથે જ પરિણીતાને નોકરી છોડવા માટે પણ દબાણ કરી મારઝૂડ કરતો હતો. યુવતીનો પતિ એક આઈટી કંપનીમાં નોકરી કરે છે. લગ્ન પહેલા આ યુવતી એલિસબ્રિજ ખાતે નોકરી કરતી હતી. ત્યારે લગ્ન બાદ પણ નોકરી કરશે અને અલગ રહેશે તેવી સમજૂતી બને વચ્ચે થઈ હતી.થોડા સમય બાદ યુવતીના પિતાએ એક ફ્લેટ બને પતિ પત્નીને રહેવા માટે આપ્યો હતો. જોકે બાદમાં યુવતીના પતિએ આ ફ્લેટમાં અલગ રહેવાની મનાઈ કરી હતી અને જણાવ્યું કે તેના સસરાએ માત્ર ફ્લેટ રહેવા માટે આપ્યો છે તેના નામે કરી નથી આપ્યો અને આ ફ્લેટમાં રહેવાની શરત હોવાથી તે અહીં રહેતો હતો.

લગ્ન બાદ પતિએ આ યુવતીને કહ્યું કે પિયર સાથે સબંધ રાખવાના નહિ અને જીન્સ પહેરવાનું પણ નહિં, જીન્સ પહેરતી છોકરીઓ ફાટેલી હોય.આ યુવતીને તેના પિયર કે કોઈ પ્રસંગમાં પણ જવાની મનાઈ તેનો પતિ કરતો હતો. કોઈની સાથે જવાનું પણ નહિ તેવું કહી યુવતીનો પતિ ધમકી આપતો કે તલાક આપી પિતાના ઘરે બેસાડી દઈ પોતે ચોથા લગ્ન કરી લેશે. પતિની સાથે સાથે સાસરિયાઓ એ પણ ત્રાસ ગુજારવાનું શરૂ કરી સંતાન નથી થતું કોઈ ખામી છે કે શું તેમ કહેતા હતાં.આ યુવતીના સસરાએ તેને કહેતા કે "આ પુરુષપ્રધાન દેશ છે જેથી મારો પુત્ર રાખે તેમ રહેવાનું".

આ યુવતીના બનેવીનું કોરોના ના કારણે મૃત્યુ થતા તે પિયરમાં ગઈ બાદમાં પતિ તેને લેવા પણ ગયો ન હતો. આટલું જ નહીં યુવતીનો પતિ ઓફિસના લોકો સાથે વાત કરતો તો ફોન પર તેઓની અંગત વાતો પણ કરતો હતો. જેથી યુવતીએ આ વાતો લોકોને કહેવાની ના પાડતા તેની સાથે ઝગડો કરી તેને માર મારતા આખરે યુવતીએ સરખેજ પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - આખા શરીરની મસાજ

ગુજરાતી જોક્સ - સારી દેખાઈ રહી છે.

ગુજરાતી જોક્સ - મેનેજર ક્યાં છે,

Coldplay ના હવે તમે ઘરે બેઠા અમદાવાદ કોન્સર્ટના મજા માણી શકો છો, જાણો ક્યારે અને ક્યાં હશે OTT પર લાઈવ

ગુજરાતી જોક્સ - અંકલ જી

વધુ જુઓ..

નવીનતમ

રામાયણની વાર્તા: રામ સેતુમાં ખિસકોલીનું યોગદાન

વાહ! માત્ર 2 જ રૂ.માંદાદી ખવડાવે છે ભરપેટ ઇડલી

કોલેસ્ટ્રોલ કેટલું હોય તો ડેંજર કહેવાય ? ક્યારે આવે છે આવી કંડીશન ? જાણો પૂરો ચાર્ટ

Plank pose- કુંભકાસન પેટની ચરબી ઓછી થાય છે.

ગણતંત્ર દિવસ પર ગુજરાતી નિબંધ

આગળનો લેખ
Show comments