Webdunia - Bharat's app for daily news and videos

Install App

આગામી તા.૨૩મી જુલાઇથી રાજ્યમાં ભારે વરસાદની સંભાવના : હવામાન વિભાગ

Webdunia
બુધવાર, 21 જુલાઈ 2021 (09:32 IST)
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના રાહત કમિશનર અને અધિક સચિવના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની બેઠક વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજવામાં આવી હતી.
 
રાહત કમિશનરએ જણાવ્યુ કે, આજે સવારે ૬.૦૦ થી બપોરના ૨.૦૦ સુધી રાજયમાં ૨૧ જિલ્લાના ૬૯ તાલુકામાં વરસાદ નોધાયો છે. જેમાં સૌથી વધારે વલસાડ જિલ્લાના ક૫રાડા તાલુકામાં ૩૧ મી.મી વરસાદ નોંધાયો છે. રાજયમાં અત્યાર સુધી તા.૨૦-જુલાઇ ૨૦૨૧ અંતિત ૨૦૬.૯૪ મી.મી વરસાદ થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજયની એવરેજ ૮૪૦ મી.મીની સરખામણીએ ૨૪.૬૪ ટકા છે.હવામાન ખાતાની આગાહી મુજબ આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવના છે તેવા તમામ જિલ્લાઓમાં જિલ્લા કલેકટર તથા સમગ્ર વહીવટી તંત્રને એલર્ટ રહેવા સુચના આ૫વામાં આવી હતી.
 
IMDના અઘિકારીએ જણાવ્યુ છે કે,ગત સપ્તાહે રાજયમાં સારો વરસાદ થયો છે. તા. ૨૩ જુલાઇથી સમગ્ર રાજ્યમાં સારા વરસાદની સંભાવના છે. જેમં સુરત, ડાંગ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે.
 
કૃષિ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, ચાલુ વર્ષે તા. તા.૧૯ જુલાઇ ૨૦૨૧ સુધીમાં અંદાજીત ૫૭.૨૦ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયુ છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમ્યાન ૫૭.૩૭ લાખ હેક્ટર વાવેતર થયુ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૬૬.૮૭ ટકા વાવેતર થયુ છે.
 
સિંચાઇ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, સરદાર સરોવર જળાશયમાં ૧,૪૯,૨૬૬ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૪૪.૬૮ટકા છે. રાજયના ૨૦૬ જળાશયોમાં ૨,૦૬,૨૪૬ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહ શકિતના ૩૭.૦૦ ટકા છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ-૦૩  જળાશય, એલર્ટ ૫ર કુલ- ૦૬જળાશય તેમજ વોર્નીગ ૫ર કુલ-૦૬ જળાશય છે.
 
એન.ડી.આર.એફ.ની કુલ ૧૫ ટીમમાંથી ૮ ટીમો ડીપ્લોય કરી દેવામાં આવી છે જે પૈકી ૧-વલસાડ, ૧-સુરત, ૧-નવસારી, ૧-રાજકોટ, ૧-ગીરસોમનાથ, ૧- જુનાગઢ, ૧-કચ્છ, ૧-મોરબી ખાતે ડીપ્લોય કરવામાં આવી છે. જ્યારે ૬- ટીમ વડોદરા અને એક ટીમ ગાંઘીનગર ખાતે રીઝર્વ રાખવામાં આવી છે.હવામાન વિભાગની આગાહીને ધ્યાને લઇ તે ઉપરાંતની એસ.ડી.આર.એફ.ની કુલ ૧૧ ટીમ એલર્ટ રાખવામાં આવી છે.
 
વન વિભાગ, મત્સ્ય વિભાગ, ઉર્જા વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, આરોગ્ય વિભાગ, જી.એમ.બી., કોસ્ટગાર્ડ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, જી.એસ.આર.ટી.સી.તથા ઇસરો, બાયસેગ, જળસં૫તિ અને સરદાર સરોવર નિગમ લિમિટેડના અઘિકારીઓ આ મીટીગમાં જોડાયા હતા અને ચોમાસુ અંગે તમામ ૫રિસ્થિતિમાં ૫હોંચી વળવા સંપૂર્ણ રીતે સજ્જ હોવાનું જણાવ્યું હતુ.

સંબંધિત સમાચાર

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો World Hypertension Day 2024, ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments