Webdunia - Bharat's app for daily news and videos

Install App

હવામાન વિભાગે 14 અને 15 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી કરી

Webdunia
મંગળવાર, 13 ઑગસ્ટ 2019 (16:46 IST)
રાજ્યના હવામાન વિભાગે આગામી બે દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ઓડીશા અને બંગાળ પર દરિયામાં બનેલું લો પ્રેશર હાલ આગળ વધી રહ્યું છે. જેને પગલે આગામી 14 અને 15 ઓગસ્ટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને 15 ઓગસ્ટ એટલે સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. હાલ નદી-નાળાઓ છલકાયા હોવાથી જો ફરી ભારે વરસાદ પડશે તો રાજ્યમાં પૂરનું સંકટ ઉભું થઈ શકે છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદ પડશે. 
આગામી 3 દિવસ દરમ્યાન માછીમારો ને દરિયો ના ખેડવા સૂચના આપવામા આવી છે. 47 તાલુકાઓમાં 40 ઈંચ, 93 તાલુકાઓમાં 20થી 40 ઈંચ, 100 તાલુકાઓમાં 10થી 20 ઈંચ અને 11 તાલુકાઓમાં 5થી 10 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં ગત વર્ષની સરખામણીએ 48 ટકા વધુ વરસાદ વરસ્યો છે. ઓગસ્ટ મહિનાની શરૂઆતથી ગુજરાતમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી.ગત વર્ષે 12 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં 462 મિમી વરસાદ પડ્યો હતો જેની સામે આ વર્ષે 685 મિમી વરસાદ પડી ચૂક્યો છે. આજદિન સુધીમાં સરેરાશ 84 ટકા વરસાદ પડતા રાજ્યના 8 જેટલા ડેમો હાઈએલર્ટ પર રાખવામાં આવ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Maharashtra Election Results LIVE: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામ 2024 - પક્ષવાર સ્થિતિ

Maharashtra, Jharkhand Election Results 2024 LIVE Commentary: મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભા ચૂંટણી પરિણામ 2024ની લાઈવ કોમેન્ટ્રી

કોણ સંભાળશે મહારાષ્ટ્રની ગાદી ? આજે આવશે ચૂંટણીના પરિણામ, મહાયુતિ અને MVA વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ

Gautam Adani વિરુદ્ધ અરેસ્ટ વોરંટ ! શુ હવે થશે ધરપકડ? WhiteHouse બોલ્યુ - ભારતને જોઈ લઈશુ

IND vs AUS: પોતાના જ ઘરઆંગણે ઓસ્ટ્રેલિયાઈ ટીમનુ ખરાબ પ્રદર્શન, ભારતે 8 વર્ષ પછી કર્યો કમાલ

આગળનો લેખ
Show comments