Webdunia - Bharat's app for daily news and videos

Install App

હાર્દિક પટેલની ધરપકડ અજ્ઞાત સ્થળે લઈ જવાયો, વિજાપુરમાં ટાયરો સળગાવ્યાં

Webdunia
મંગળવાર, 29 ઑગસ્ટ 2017 (12:17 IST)
વિદ્યાનગર ખાતે ગણેશોત્સવના એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવી રહેલા ‘પાસ’ કન્વીનર હાર્દિક પટેલની આણંદ નજીકથી પોલીસે ધરપકડ કરી લીધી હતી. પાટણ ખાતે ‘પાસ’ના એક નેતા પર હુમલો કરવાના પ્રકરણમાં નોંધાયેલી ફરિયાદ અનુસંધાને તેની ધરપકડ કરાઇ હોવાનું જાણવા મળે છે. હાર્દિકની ધરપકડ કરી કોઇ અજ્ઞાત સ્થળે લઇ જવાયો હોવાનું મનાય છે. તે ઉપરાંત પાટણમાં પાસના કન્વીનર નરેન્દ્ર પટેલ સાથે મારપીટ અને લૂંટ મામલે સામેવારે રાત્રે હાર્દિક પટેલની ધરપકડ કરાતાં વિજાપુરના મોતીપુરા રેલવે ફાટક પાસે કેટલાક લોકોએ ટાયરો સળગાવ્યા હતા.

આ અંગે સ્થાનિક પોલીસને જાણ થતાં સ્થળ પર પહોંચી ત્યારે કોઇ નજરે ન પડ્યું હતું.  પ્રાપ્ત વિગતો મુજબ વિદ્યાનગરમાં સ્ટ્રાઇક ગૃપ અને ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલના ઉપક્રમે ગણેશોત્સવનું આયોજન કરાયું છે. જેમાં સાંજની આરતીમાં હાજરી આપવા માટે હાર્દિક પટેલ આજે આવવાનો હતો. જો કે તે સમારંભ સ્થળે પહોંચે તે પહેલાં જ ચીખોદરા ચોકડી પાસેથી પોલીસ દ્વારા તેને પકડી લેવાયો હતો. ગાંધીનગર પાસીંગની પોલીસ ગાડીમાં બેસાડી તેને અજ્ઞાત સ્થળે લઇ જવાયો હતો.  લોકશાહીમાં આવી સરકારને ચલાવી લેવી જોઇએ નહીં. ગુજરાતમાં લોકશાહી જેવું વાતાવરણ નથી. ખોટા કેસો કરી પકડી લેવાય છે પરંતુ સરકાર ગમે તેટલા પ્રયાસ કરશે પણ પાટીદાર આંદોલનને રોકી શકશે નહીં. હાર્દિકની ધરપકડના ઘેરા પ્રત્યાઘાતો પડશે. જો મારી ધરપકડ થશે તો ગણપતિ બાપાના આર્શીવાદ લઇને જેલમાં જવું પડશે.  પાટણમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની હાજરીમાં યુનિવર્સીટી ખાતે ટેબલેટ વિતરણ અને એસટી ડેપોના ખાતમુહૂર્તના પ્રસંગે સોમવારે પાટીદારો દ્વારા વિરોધ થવાની ધારણા વચ્ચે યુનિવર્સીટીનો કાર્યક્રમ શાંતિપૂર્વક રહયા બાદ બસસ્ટેન્ડ ખાતે કાર્યક્રમ શરૂ થયા બાદ એક સામટા નહી પણ સમયાંતરે ધસી આવી જય સરદારના નારા પાટીદારોએ લગાવતાં પોલીસ હરકતમાં આવી હતી.

જેમ જેમ પાટીદારો આવતા ગયા તેમ તેમ પકડી પકડીને દંડાવાળી કરીને વાનમાં બેસાડીને ખદેડ્યે રાખ્યા હતા. આ ઝપાઝપીમાં ત્રણ યુવાનોને ઇજા થતાં ગોલાપુર પોલીસ સ્ટેશને લઇ જવાયા બાદ જનતા હોસ્પિટલમાં પાટીદારોએ ખસેડ્યા હતા. આ પછી પાટીદારો દ્વારા સંખારી ત્રણ રસ્તે ચક્કાજામ કર્યો હતો જોકે પોલીસે તરતજ દોડી આવી તેને નિષ્ફળ બનાવ્યો હતો. નાયબ મુખ્યમંત્રીને મીઠીવાવડી પાટીયા પાસે પણ ઘેરવાની તૈયારી કરાઇ હતી પણ નીતિન પટેલ ઉંઝા થઇ રવાના થતાં બચી ગયા હતા. કુલ મળી કોંગ્રેસ અને પાસના 17 પાટીદારો અને વણઓળખાયેલા 30 થી 35 મળી કુલ 50 માણસોના ટોળા સામે મંડળી રચી સરકારના કાયદેસરના પ્રોગ્રામમાં અડચણ ઉભી કરી ફરજમાં રૂકાવટ કરવા બાબતે ઇપીકો કલમ 143, 186 મુજબ પીએસઆઇ જે.જે.ચા.ધરીએ એ ડીવીઝન પોલીસ મથકે ગુનો દાખલ કરવા કાર્યવાહી હાથ ધરી હોવાનું એ ડીવીઝન પીએસઆઇ બી.એમ.દેસાઇએ જણાવ્યું છે.

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments