Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત વિધાનસભામાં ઉત્તર-પ્રત્યુત્તર અને વિકાસકામોના હિસાબો

Webdunia
બુધવાર, 22 ફેબ્રુઆરી 2017 (17:41 IST)
સવાલ જવાબ - 1 

રાજ્ય સરાકારે કૈલાસધામ યોજના હેઠળ નગરપલિકા વિસ્તારમાં સ્માશાનગૃહોનું આધુનિકરણ કરવાનો નિર્ધાર કર્યો છે, તેમ આજે વિધાનસભામાં શહેરી વિકાસ રાજ્ય મંત્રી શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું હતું. રાજ્ય વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન કાલાવડ વિસ્તારના ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડાના કાલાવડ નગરપલિકાને સ્મશાનગૃહોની આધુનિકરણ માટે સહાય સંદર્ભના પ્રશ્નનો શહેરી વિકાસ રાજ્ય મંત્રીશ્રીએ જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, કૈલાસધામ યોજના હેઠળ જમીન સમતળ કરવાનું કામ, કમ્પાઉન્ડ વોલ, એન્ટ્રેસ પોર્ચ ગેટ, ઓફિસ રૂમ, વોટર કુલર, અને મ્યુઝિક રૂમ, ગ્લાસ કેબિનેટ સાથે ભગવાનની મૂર્તિ, ચાર સ્ટાફ કવાર્ટર્સ, મૃતદેહ સ્નાન પ્લેટ ફોર્મ, વૂડન સ્ટોર રૂમ, કેચી તથા છત સાથે લાકડાની ત્રણ નંગ ચિતા, પ્રાર્થના હોલ, વોટર ટેન્ક અને પમ્પ હાઉસ, પાર્થ વે વીથ પેવીંગ, ગાર્ડનીંગ, વનીકરણ તથા પાર્કિંગ વ્યવસ્થા, ગરમ પાણી માટે સોલર સિસ્ટમ, ટોયલેટ બ્લોક વીથ શાવર, બાળકો માટે સ્મશાન, આર.સી.સી. રોડ, લાઇટીંગ સુવિધા, મેઇન રોડ તથા ફરતા રસ્તાનું ફલોરીંગનું કામ, પ્રાર્થના ખંડ માટે ગ્લાસ મોજેક, અન્ડરગ્રાઉન્ડ પાઇપ લાઇનો વિદ્યુત કે ગેસ આધારિત ઇકો-ફ્રેન્ડલી સ્મશાનગૃહ માટેની ભઠ્ઠીનું કામ જેવી વિવિધ સુવિધા પૂરી પાડવામાં આવે છે. ધારાસભ્યએ ૩૧ ડિસેમ્બર-૨૦૧૬ની સ્થિતિએ કાલાવડ નગરપાલિકામાં સુવિધા સંદર્ભે પુછેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રી શકરભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, કાલાવડ વોર્ડ નં-૧ના મુખ્ય સ્મશાનગૃહમાં સી.સી.રોડ સહિતના રૂ.૧૭.૯૬ લાખની સહાય આપવામાં આવી છે, જ્યારે વોર્ડ નં-૪ના સ્મશાનમાં કમ્પાઉન્ડ વોલનું કામ પણ કરાયું છે. તેમણે જણાવ્યું હતું કે, આ સ્મશાનગૃહમાં લોકભાગીદારીથી પણ રૂ.૨૫ લાખના વિકાસ કામો થયેલાં છે. જેમાં ત્રણ સ્મશાન, સગડી, સોલાર સિસ્ટમ ગરમ પાણી માટે, પીવાના પાણીની સુવિધા વગેરેનો સમાવેશ થાય છે. સહાયના ધોરણે અંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, અ-વર્ગની નગરપાલિકાને રૂ.૧૫ લાખ, બ-વર્ગની નગરપાલિકાને રૂ.૨૦ લાખ અને ક-વર્ગની નગરપાલિકાને રૂ.૨૫ લાખ સહાય આપવામાં આવે છે.
 
સવાલ જવાબ -2 

વિધાનસભામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વડાપ્રધાનના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રાજ્યના વલસાડ, નવસારી, રાજકોટ અને મહેસાણા એમ ચાર જિલ્લાની ૨૨ નગરપાલિકાઓને ખુલ્લામાં શૌચક્રિયામુક્ત (ઓડીએફ) જાહેર કરવામાં આવી છે.  તા.૩૧ ડિસેમ્બર-૨૦૧૬ની સ્થિતિએ સ્વચ્છ ભારત મિશન અર્તર્ગત વલસાડ જિલ્લાના વાપી, ઉંમરગામ, ધરમપુર અને પારડી નગરપાલિકા નવસારી જિલ્લાના નવસારી, બીલીમોરા, વિજલપોર અને ગણદેવી નગરપાલિકા રાજકોટ જિલ્લાની જેતપુર, ભાયાવદર, ઉપલેટા, ગોંડલ, ધારોજી અને જસદણ નગરપાલિકા, મહેસાણા જિલ્લાની ઉંઝા, કડી, ખેરાલુ વિસનગર, વિજાપુર, મહેસાણા અને વડનગર નગરપાલિકા એમ મળીને કુલ ૨૨ નગરપાલિકાઓને ખુલ્લામાં શૌચક્રિયામુક્ત (ઓડીએફ) જાહેર કરવામાં આવી છે,  નાયબ મુખ્યમંત્રીએ આજે ધારાસભ્ય પારડીના શ્રી કનુભાઈ દેસાઈ, નવસારીના પીયૂષભાઈ દેસાઈ, રાજકોટ દક્ષિણના  ગોવિંદભાઈ પટેલ અને ઉંઝાના નારાયણભાઈ પટેલ દ્વારા વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ દરમિયાન પૂછાયેલા પ્રશ્નોના પ્રત્યુતર આપતા જણાવ્યું હતું.  

સવાલ જવાબ -3 

ગાંધીનગર જિલ્લાના માણસા, કલોલ, દહેગામ અને પેથાપુર નગરપાલિકા વિસ્તારો સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ખુલ્લામાં શૌચક્રિયામુક્ત જાહેર કરવામાં આવ્યા છે. ગાંધીનગર (ઉત્તર)ના ધારાસભ્ય   અશોકભાઇ પટેલના પ્રશ્નનો જવાબ આપતાં શહેરી વિકાસ રાજ્ય મંત્રી શંકરભાઇ ચૌધરીએ આ માહિતી આપતાં જણાવ્યું હતું કે, સ્વચ્છતા એ માત્ર સરકારની ચિંતાનો વિષય રહેવાને બદલે સહુની ચિંતાનો વિષય બનવો જોઇએ.  મંત્રી શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, કોઇપણ નગર કે વિસ્તારને ખુલ્લામાં શૌચક્રિયામુક્ત જાહેર કરતા પહેલાં પુરતી અને લાંબી ચોકસાઇપૂર્વકની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. લોકોને ખુલ્લામાં શૌચક્રિયાથી ઉભા થતા આરોગ્ય વિષયક પ્રશ્નોથી માહિતગાર કરવામાં આવે છે. લોકોને વ્યક્તિગત શૌચાલયોના બાંધકામ માટે પ્રોત્સાહન-સહાય આપવામાં આવે છે. સામૂહિક શૌચાલયોની વ્યવસ્થા ઉભી કરવામાં આવે છે અને તેની નિભાવણી માટે પણ પુરતું આયોજન કરવામાં આવે છે. આ પ્રક્રિયા પછી થર્ડ પાર્ટી ઇન્સ્પેકશન અને પછી ભારત સરકારના કવોલિટી કાઉન્સિલ તરફથી વિસ્તારોને ખુલ્લામાં શૌચક્રિયામુક્ત વિસ્તારો જાહેર કરાય છે. મંત્રી શંકરભાઇ ચૌધરીએ એમ પણ જણાવ્યું હતું કે, સ્વચ્છતા માટે સરકાર પ્રતિબદ્ધ છે. રાજ્યમાં કયાંય પણ ફરિયાદો કે ગેરરીતિઓ હશે તો સરકાર કડક હાથે કામ લેશે, એમ પણ તેમણે જણાવ્યું હતું.  

સવાલ જવાબ - 4
રાજ્યના નાગરિકોને વાંચન માટે શ્રેષ્ઠ સુવિધા ઉપલબ્‍ધ કરાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. જેના ભાગરૂપે છેલ્લા બે વર્ષમાં રાજ્યના ૩૦ સરકારી ગ્રંથાલયોને કમ્પ્યુટરાઈઝ કરવામાં આવ્યા છે તેમ રમતગમત, યુવક સેવા અને સાંસ્‍કૃત્તિક પ્રવૃત્તિઓના મંત્રી   રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ વિધાનસભામાં પ્રશ્નોના ઉત્તર  આપતા જણાવ્યું  હતું. રાજ્યના ૩૦ જેટલા ગ્રંથાલયોને  કમ્પ્યુટરાઈઝ કરવા માટે રૂા.પ૮ લાખથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે, તેમ બાપુનગરના ધારાસભ્ય   જગરૂપસિંહ રાજપૂત દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં મંત્રીએ વધુમાં જણાવ્યું  હતું.
 સવાલ જવાબ - 5

 આરોગ્યમંત્રી   શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું છે કે, આરોગ્ય ક્ષેત્રે મા-વાત્સલ્ય યોજના ગુજરાત સરકારી એવી પહેલ છે કે જેનાથી ગંભીર બિમારીઓમાં બે લાખની મર્યાદામાં કેશલેશ સુવિધાઓ આપવામાં આવે છે. ચોર્યાસીના ધારાસભ્ય  ઝંખનાબેન પટેલના સુરત જિલ્લામાં મા અને મા-વાત્સલ્ય યોજના હેઠળ બે વર્ષમાં આપવામાં આવેલા કાર્ડ અને મંજૂર થયેલ દાવાઓના સંદર્ભે પૂછેલા પ્રશ્નના જવાબમાં શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં સુરત જિલ્‍લામાં ૧,પપ,૩૭૩ કાર્ડ આપવામાં આવ્યાં છે, જે પૈકી ૧૧૦૩૭ દાવાઓ આવ્યા છે. જે પૈકી ૧૧૦૩૭ દવાઓ માટે રૂા. ૩૧,૧૦,૦૮,પ૦૮ની રકમ મંજૂર કરવામાં આવી છે અન્ય પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું કે, સુરત જિલ્લામાં મા-વાત્સલ્ય યોજના હેઠળ બે ખાનગી સહિત ૧ર સરકારી હોસ્પિટલમાં કેન્સર, હ્રદય જેવી ગંભીર બિમારીઓમાં સારવાર આપવામાં આવે છે. જેનો લાભ સુરત સહિત આસપાસના વિસ્તારોના લોકોને લાભ મળી રહ્યો છે.આ કાર્ડ આપવા સંદર્ભે તેમણે  જણાવ્યું કે સ્થાઈ તેમજ મોબાઇલ કિયોસ્‍ક દ્વારા કાર્ડ આપવામાં આવે છે. સુરત જિલ્‍લામાં સ્‍થાયી કિઓસ્‍ક દ્વારા ૧,૩પ,૦૦૦ તેમજ મોબાઇલ કિઓસ્‍ક દ્વારા ૬૯૦૦૦ સહિત કુલ બે લાખ જેટલા કાર્ડ આપવામાં આવ્‍યા છે. 

સવાલ જવાબ -5 
અર્બુદા ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટીના નામે તેના વહીવટ કર્તાઓ દ્વારા ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ ગ્રામ્ય અને પાટણ જિલ્લામાં થાપણદારો પાસેથી નાણા ઉઘરાવી તે નાણા પરત નહી કરીને રૂપિયા ૫૦ કરોડથી પણ વધુનું કૌભાંડ આચરવાના કૌભાંડમાં ગુનેગારો સુધી પહોંચવા માટે મુખ્યમંત્રી   વિજયભાઇ રૂપાણી દ્વારા યોગ્ય દિશામાં તપાસના આદેશ બાદ આ કૌભાંડની તપાસ માટે સી.આઇ.ડી. ક્રાઇમની આર્થિક ગુના નિવારણ શાખાને તપાસ સોંપવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. ગૃહ રાજ્ય મંત્રી   પ્રદિપસિંહ જાડેજાએ આ અંગે જણાવ્યું છે કે અર્બુદા ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લીમીટેડના વહીવટ કર્તા રાકેશ દેવેન્દ્ર અગ્રવાલ તથા અન્યો દ્વારા કંપનીની મુખ્ય ઓફિસ માઉન્ટ આબુ ખાતે શરૂ કરીને ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સોસાયટીના નામથી થાપણદારો પાસેથી નાણા ઉઘરાવી તે નાણા પરત નહી કરી રૂપિયા ૫૦ કરોડથી પણ વધુની રકમનું કૌભાંડ આચરવામાં આવેલું છે. આ અંગે બનાસકાંઠા જિલ્લામાં ભીલડી, ભાભર, પાલનપુર, ધાનેરા અને દિયોદર પોલીસ સ્ટેશન ખાતે, સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા અને હિંમતનગર ટાઉન પોલીસ સ્ટેશન ખાતે અરવલ્લી જિલ્લામાં ભીલોડા, મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે અમદાવાદ ગ્રામ્યમાં વિરમગામ પોલીસ સ્ટેશન ખાતે તથા પાટણ જિલ્લામાં પાટણ, સિદ્ધપુર, ચાણસ્મા, સમી, હારીજ, રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. મોડાસા તેમજ ભીલોડા ખાતે પણ રૂપિયા ૪.૫ કરોડની રકમનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની અરજી સી.આઇ.ડી. ક્રાઇમ ખાતે અરજદારો દ્વારા આપવામાં આવેલ છે. ગૃહ રાજ્ય મંત્રીએ અંગે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના જુદા જુદા જિલ્લાઓ તેમજ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં સોસાયટી દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું હોય તેની યોગ્ય દિશામાં કોઇપણ જાતની ક્ષતિ વગર અને એકજ એજન્સી દ્વારા તપાસ થાય તે જરૂરી હોવાથી મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણી દ્વારા સઘન તપાસના આદેશ થવાથી સમગ્ર કૌભાંડની તપાસ સી.આઇ.ડી. ક્રાઇમની આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા અધિક મહાનિર્દેશક સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝના સુપરવિઝન હેઠળ હાથ ધરવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. 

સવાલ જવાબ - 6
શંકરભાઇ ચૌધરીએ આજે વિધાનસભામા જણાવ્યું કે, રાજ્યના પ્રજાજનોને આરોગ્યલક્ષી યોજનાઓનો લાભ અપાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના હેઠળ તા.૩૧/૧ર/૨૦૧૬ની સ્થિતિએ ૧૩૦૩૭ લાભાર્થીઓને રૂા.૧૦,૦૪,૨૦,૩૦૧ની રકમ ચૂકવવામાં આવી છે. બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના હેઠળ ૩૧-૧ર-૧૬ની સ્થિતીએ ૨૮૫૪૮૬ લાભાર્થી કુટુંબને કાર્ડ આપવામાં આવ્યાં છે, તેમ આજે વિધાનસભામાં થરાદ વિસ્તારના ધારાસભ્ય  પરબતભાઇ પટેલ અને વિસનગરના શ્રી ઋષિકેશ પટેલ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના પ્રત્યુત્તર આપતા  શંકરભાઇ ચૌધરીએ વધુમાં જણાવ્યું  હતું.
 
સવાલ જવાબ - 7

રાજ્ય સરકાર પેન્શનરો માટે હંમેશા સંવેદનશીલ રહી છે. પેન્શનરોને યોજના દ્વારા પેન્શનને લગતી ઝીણામાં ઝીણી વિગતો મળી રહે અને તે પણ એક કિલક પર તેનું આયોજન રાજ્ય સરકારે કર્યું છે. રાજ્યનો પેન્શનર રાજ્યના કોઇપણ સ્થળેથી તેની વિગતો મળી રહે તે માટે ઓનલાઇન પેન્શન પોર્ટલ બનાવ્યું  છે. આ  પોર્ટલ બીજી ઓકટોબર, ર૦૧૧થી કાર્યરત છે. આ પોર્ટલના અમલથી પેન્શનરોને પેનશન કચેરીના ધક્કા હવે ખાવા પડતા નથી. વળી તમામ વિગતો ઓનલાઇન મળતા તેમનો  સમય અને શકિતનો બચાવ થાય છે. પેન્શન પોર્ટલને લગતા પ્રશ્નો ધારાસભ્‍ય  મંગુભાઇ પટેલ,  રાકેશભાઇ શાહ,   પ્રવિણભાઇ માંકડીયા અને   નરોત્તમભાઇ પટેલે  પ્રશ્નો પૂછયા હતા. જેનો પ્રત્‍યુત્તર આપતા નાયબ મુખ્‍યમંત્રીએ વિગતે જવાબ આપ્યો હતો. 

સવાલ જવાબ - 8 

બનાસકાંઠા જિલ્લામાં દરેકને આરોગ્યની સુવિધા મળી રહે તે માટે ર૯ જેટલા આર્યુવેદ દવાખાના, એક આર્યુવેદ હોસ્પિટલ, નવ જેટલા હોમિયોપેથી દવાખાના, બે સિવિલ હોસ્પિટલ અને ૧૦૭ જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો કાર્યરત છે.આમ રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં પણ રાજ્ય સરકાર આરોગ્યની ઉમદા સેવા પૂરી પાડી રહી છે.   પ્રજાની આરોગ્યની સુવિધામાં વધારો થાય તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ હોવાનું આરોગ્ય રાજ્યમંત્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું. પ્રજાની સુખાકારીમાં વધારો થાય અને આરોગ્યલક્ષી સેવાઓ વધુ સુદ્રઢ બને તે માટે રાજ્યના પાંચ જિલ્લામાં ૩૩ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ૯ સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને ૧૫૪ પેટા આરોગ્ય કેન્દ્ર મંજૂર કરાયા છે જેમા, કચ્છ જિલ્લામાં ૧૬ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જયારે સુરેન્દ્રનગર જિલ્લામાં ૧૫૪ નવીન પેટા આરોગ્ય કેન્દ્ર છેલ્લાં બે વર્ષમાં મંજૂર કરવામાં આવ્યા હોવાનું તેમણે ધારાસભ્યના પ્રત્યુતરમાં જણાવ્યું હતું. આ ઉપરાંત દાહોદ જિલ્લામાં આઠ નવીન સામૂહિક આરોગ્ય કેન્દ્ર મંજૂર કરવામાં આવ્યા હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.  જયારે કપડવંજ તાલુકામાં એક PHC તેમજ એક CHC મંજૂર કરવામાં આવ્યાં છે, શહેરા તાલુકામાં છેલ્લા બે વર્ષમાં ૧૬ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે રૂ. ૪૫૫.૦૦ લાખ મંજૂર કરાયા છે. રાજ્યના ગાંધીનગર જિલ્લામાં નવ સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ૨૬ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ ૧૭૧ સબસેન્ટર કાર્યરત છે જયારે મહિસાગરમાં ૩૪ PHC અને ૩૮ CHC ઉપરાંત કપડવંજમાં સાત CHC ૩૧-૧૨-૨૦૧૬ની સ્થિતિએ કાર્યરત હોવાનું મંત્રી   શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું.  આ ઉપરાંત જૂનાગઢ જિલ્લામાં રૂ. ૧૦૨.૦૦ લાખના ખર્ચે ત્રણ PHC રિનોવેશન કામગીરી હાથ ધરવામાં આવશે તેમ વિધાનસભામાં ભૂજના ધારાસભ્ય  નીમાબેન આચાર્ય, રાપરના ધારાસભ્ય પંકજભાઈ મહેતા, ફતેપુરાના ધારાસભ્ય રમેશભાઈ કટારા, શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ તેમજ વઢવાણના ધારાસભ્ય  વર્ષાબેન દોશી દ્વારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુતરમાં આરોગ્યમંત્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું.   
 
સવાલ જવાબ - 9
રાજ્યના બાળકોની શૈક્ષણિક સજ્જતા કેળવવાની સાથે તેમના આરોગ્યની કાળજી રાખવા માટે રાજ્ય સરકાર દ્વારા શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં ચાર લાખથી વધુ બાળકોના આરોગ્યનું નિદાન કરવામાં આવ્યું છે. જેમાં પડધરી તાલુકાના ૨૦,૭૪૧, લોધીકાના ૧૫,૫૬૪, રાજકોટના ૬૫,૭૪૯, કોટડાસાંગાણીના ૨૨,૨૩૫, ગોંડલના ૬૨,૪૫૪, જેતપુરના ૪૫,૮૭૨, જામકંડોરણાના ૧૬,૨૪૬, ધોરાજીના ૩૭,૫૪૮, ઉપલેટાના ૩૫,૪૯૦, જસદણના ૪૮,૬૬૫ અને વિંછીયા તાલુકાના ૪૦,૨૮૨ એમ મળી કુલ ૪,૧૦,૨૮૨ બાળકોની રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય તપાસણી કરવામાં આવી છે. આ ચાર લાખ બાળકોમાંથી ૬૨ બાળકોને હ્રદયરોગની બિમારી હોઇ વધુ સારવાર અર્થે મોકલવામાં આવ્યા છે. જ્યારે, ૩,૬૫૮ બાળકોને વિનામૂલ્યે ચશ્મા આપવામાં આવ્યા હોવાનું મંત્રી એ વિધાનસભામાં રાજકોટના ધારાસભ્ય   ભાનુબહેન બાબરીયાના પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું. 

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

આગળનો લેખ
Show comments