Dharma Sangrah

સરસ્વતીના ઘામમાં તમામ મર્યાદાઓ તૂટી. ચાલુ શાળામાં ફાયરિંગ કરીને શિક્ષકના અપહરણનો પ્રયાસ

Webdunia
શુક્રવાર, 31 ઑગસ્ટ 2018 (11:59 IST)
સતલાસણા તાલુકાની હડોલ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા એક શિક્ષકનું ગુરૂવારની બપોરે વર્ના કારમાં આવેલા પાંચ શખ્સોએ ચાલુ સ્કૂલે રીવોલ્વરથી ફાયરીંગ કરી અપહરણ કરતાં ચકચાર મચી ગઇ હતી. જોકે શાળાના અન્ય શિક્ષકોએ જાણ કરવાથી મદદે દોડી આવેલા ગ્રામજનોએ રસ્તા રોકી વર્ના કાર ઉપર પત્થરમારો કરતાં અપહરણકારો કાર નદીના પટમાં મુકીને ભાગ્યા હતા. દરમિયાન ગ્રામજનોએ શિક્ષકને બચાવી લીધા હતા અને ભાગી રહેલા પાંચયે અપહરણકારોને પકડી પોલીસને હવાલે કર્યા હતા. જેમાં પોલીસે અપહરણ સહિત આર્મસ એક્ટ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.
બનાવની હકીકત એવી છે કે વિસનગર તાલુકાના પાલડીમાં રહેતા અને સતલાસણા તાલુકાની હડોલ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હિતેશકુમાર બળદેવભાઇ પટેલે અમદાવાદના ગુમા-બોપલ ખાતે રહેતા પટેલ ભાવેશભાઇ ભીખાભાઇ સાથે છુટાછેડા લીધેલ રાજેશ્વરી પટેલ નામની એક યુવતી સાથે પ્રેમ લગ્ન કરેલા છે. જોકે રાજેશ્વરી પત્ની હતી ત્યારે તેને શારિરીક માનસીક ત્રાસ આપનાર ભાવેશને રાજેશ્વરીના બીજા લગ્ન સહન નહીં થતાં તેણે રાજેશ્વરીના બીજા પતિ એટલે કે હિતેશકુમાર પટેલને જાનથી મારી નાંખવાની સોપારી આપી હતી.
હિતેશને જાનથી મારી નાંખવાની સોપારી લેનારા વિરમગામના ચાર ગુંડાઓ ગોસ્વામી અજયગીરી મહેશગીરી, ઝાલા યશવંતસિંહ વખતસિંહ, સોલંકી જગદીશભાઇ રમેશભાઇ, ગોસ્વામી વિજયગીરી મહેશગીરીની સાથે ગુરૂવારે આ ભાવેશ પટેલ ગાંધીનગર જિલ્લાના પાસીંગની વર્ના કાર નંબર જીજે ૧૮ બીએ ૨૩૭૯માં સવાર થઇ હડોલ પ્રાથમિક શાળામાં આવી ચાલુ સ્કુલે હિતેશના વર્ગમાં જઇ પ્રથમ ચપ્પુની અણીએ અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો જોકે હિતેશે દાદ નહીં આપતાં તેને ચપ્પાના ઘા મારી હાથના ભાગે ઇજાઓ કરી હતી.
દરમિયાન શાળાના અન્ય શિક્ષકો મદદે આવી પહોંચતાં અપહરણકારો પૈકી એક જણાએ પોતાની પાસેની રિવોલ્વરથી ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરી હિતેશનું વર્ના કારમાં અપહરણ કર્યુ હતું. જ્યારે અન્ય શિક્ષકોએ સરપંચ સહિતને ફોન કરી મદદ માંગતા ગ્રામજનોએ ગામમાંથી બહાર નિકળવાના તમામ રસ્તાઓ પર આડા વાહનો મુકી રસ્તા બંધ કરી દેતાં અપહરણકારોએ તેમની કાર નદીના પટમાં નાખી હતી. જ્યા લોકોએ પથ્થરમારો કરી ભાગી રહેલા અપહરણકારોને ઝડપી મેથીપાક આપ્યા બાદ પોલીસને હવાલે કર્યા હતા. આખરે પોલીસે પાંચેય જણાની ધરપકડ કરી શિક્ષકનું નિવેદનના આધારે પાંચેય શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Happy Chocolate Day 2026 Shayari: આ રોમાંટિક અને સુંદર સંદેશા દ્વારા મોકલો તમારા પાર્ટનરને ચોકલેટ ડે ની મીઠાસ

હાથ લગાવતા જ મુઠ્ઠીમાં આવી જાય છે વાળનો ગુચ્છો ? તો અજમાવો આ રૂટીન હેયર ફૉલની સમસ્યા થોડાક જ દિવસમાં થશે દૂર

સહજાનંદ સ્વામી/સ્વામિનારાયણ ભગવાન : ધર્મ, સંયમ અને સમાજસુધારાનો પ્રકાશસ્તંભ

Rose Day 2026 : શા માટે ઉજવાય છે રોઝ ડે, પ્રેમના સપ્તાહને બનાવે છે ખાસ જાણો ઈતિહાસ અને મહત્વ

ઠંડું દૂધ પીવાથી શું થાય છે ? જાણો ઠંડુ દૂધ પીવાથી તમારી હેલ્થને ફાયદો થાય છે કે નુકશાન ?

વધુ જુઓ..

નવીનતમ

Ghooskhor Pandit Controversy: રિલીઝ પહેલાં જ વિવાદમાં ફસાઈ મનોજ વાજપેયીની વેબ સિરીઝ, નામને લઈને બબાલ, FIR નોંધાઈ

Valentine Day jokes - વેલેંટાઈન સ્પેશ્યલ જોક્સ

Valentine Jokes - વેલેંટાઈન જોક્સ

ગુજરાતી જોક્સ - પત્ની એટલે શું?

ટીઝર પહેલા Dhurandhar 2 નુ પોસ્ટર થયુ જાહેર, Toxic ને ટક્કર આપવા માટે 5 ભાષાઓમાં થશે રિલીઝ

આગળનો લેખ
Show comments