rashifal-2026

કોંગ્રેસ ચૂંટણીનું દેવું ઉતારવા હવે ઉઘરાણુ કરશે, પ્રદેશ પ્રમુખે અંગત લોકોને જવાબદારી સોંપી?

Webdunia
ગુરુવાર, 28 જૂન 2018 (12:39 IST)
ગુજરાત કોંગ્રેસમાં ચૂંટણીમાં થયેલા દેવાની રકમ ચૂકવવા માટે ઉઘરાણું કરવા માટે પોતાના વિશ્વાસુ ગણાતા લોકોને જવાબદારી સોંપવામાં આવી છે. ગત વિધાનસભાની ચૂંટણી વખતે કોંગ્રેસ ઉપર રૂ.7 કરોડનું દેવું થયું હતું. જેની ભરપાઈ માટે પ્રદેશ પ્રમુખ ચાવડાએ ઉઘરણાનો કાર્યક્રમ ઘડ્યો હોવાનું જાણવા મળ્યું છે. લોકસભાની ચૂંટણી માથે આવીને ઉભી છે ત્યારે કોંગ્રેસ હજુ વિધાનસભાની ચૂંટણીમાં થયેલા ખર્ચનું કરજ પણ ઉતારી ચુકી નથી. રૂ. 7 કરોડનું દેવું ઉતારવા પ્રદેશ પ્રમુખ ચાવડાએ કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યો પાસે રૂપિયા 1-1 લાખની મદદ માગી હતી.તમામ ધારાસભ્યોએ આ મદદ કરી નથી. પરિણામે ચાવડાએ ઉઘરાણું કરવાનો કાર્યક્રમ ઘડ્યો હોવાનું કોંગ્રેસના સૂત્રો જણાવી રહ્યા છે. પ્રદેશ પ્રમુખ ચાવડાના અંગત માણસોના જણાવ્યા પ્રમાણે વિસ્તાર અને જ્ઞાતિ પ્રમાણે અલગ અલગ વ્યક્તિને દાન ઉઘરાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. ઉપરાંત મોટી રકમનું દાન સ્વીકારવા પ્રમુખ ચાવડા જાતે જેતે વ્યક્તિ સમક્ષ રૂબરૂ જશે. છેલ્લા એક અઠવાડિયાથી ચાવડા દ્વારા વિવિધ સમાજ અને વિસ્તારના પોતાના વિશ્વાસુ વ્યક્તિને બોલાવીને વેપારીઓ અને ઉદ્યોગપતિઓનો સંપર્ક કરવા કહેવામાં આવી રહ્યું છે. ગત વિધાનસભાની ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીના પ્રવાસમાં તામજામ કરવામાં આવ્યો હતો તે પૈકીની કેટલીય સભાઓના બીલ ચુકવણી કરવાના હજુ બાકી છે.ચૂંટણી પ્રચાર માટે લગાવાયેલા બેનર, પડદા, પોસ્ટર્સ અને હોડીંગ્સના પૈસા આપવાના પણ બાકી હોવાનું કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું હતું. વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારના ચૂંટણીફંડમાં પણ કટકી કરવાના આરોપો લગાવવામાં આવ્યા હતા. ચૂંટણીમાં થયેલું દેવું ચૂકવવા અમિત ચાવડા હાલ મથામણ કરી રહ્યાં છે. તો બીજી તરફ 300 દિવસ બાદ લોકસભાની ચૂંટણી યોજશે તેના માટે પણ ચૂંટણીફંડની જરૂર તો પડશે જ. કોંગ્રેસના કેટલાક પૈસાદાર લોકો પ્રમુખથી નારાજ થઈ કોંગ્રેસથી દૂર થઈ રહ્યા છે. ત્યારે પ્રમુખ ચાવડા પોતાના દાનના ઉઘરાણાંના કાર્યક્રમમાં કેટલી રકમ એકઠી કરી શકે છે તે તો સમય જ બતાવશે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Happy Propose Day Shayari 2026 , Quotes: પ્રપોઝ ડે પર આ સુંદર શાયરીઓ દ્વારા કહો દિલની વાત

First Date Tips- 16 ફર્સ્ટ ડેટ ટિપ્સ, જે દરેક યુવકો માટે ખૂબ જ છે કામના

Chutney recipe- દહીંની ચટણી

હાર્ટ એટેક આવે ત્યારે દર્દીને પાણી પિવડાવવું જોઈએ કે નહિ, ડોક્ટર પાસેથી જાણો હાર્ટ અટેક આવે ત્યારે શું કરવું શું નહિ ?

Happy Rose Day Wishes - રોઝ ડે પર આ સુંદર મેસેજ મોકલીને તમારા પ્રિયતમને કહો હેપી રોઝ ડે

વધુ જુઓ..

નવીનતમ

Valentine Day jokes - વેલેંટાઈન સ્પેશ્યલ જોક્સ

Valentine Jokes - વેલેંટાઈન જોક્સ

ગુજરાતી જોક્સ - પત્ની એટલે શું?

ટીઝર પહેલા Dhurandhar 2 નુ પોસ્ટર થયુ જાહેર, Toxic ને ટક્કર આપવા માટે 5 ભાષાઓમાં થશે રિલીઝ

Border 2 Box Office Collection:સની દેઓલની ફિલ્મએ આ 10 વોર ફિલ્મના બધા રેકોર્ડ તોડ્યા

આગળનો લેખ
Show comments