ગુજરાત વિધાનસભાના નવા મંત્રીમંડળમાં કુલ ૨૦ મંત્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમ, આ વખતે ૨૦૧૨ બાદ પ્રથમવાર ગુજરાતના મંત્રીમંડળનું કદ ૨૫થી ઘટયું છે. વિજય રૃપાણીની સૌપ્રથમ વખત મુખ્યમંત્રી તરીકે વરણી કરવામાં આવી ત્યારે તેમના મંત્રીમંડળનું કદ ૨૫નું હતું. ગુજરાતની સૌપ્રથમ ૧૯૬૨માં થઇ હતી. પરંતુ સરકારની રચના ૧૬૯૦માં જ કરી દેવામાં આવી હતી. પ્રથમ વિધાનસભામાં સર્વાનુમતે જીવરાજ મહેતાને મુખ્યમંત્રી તરીકે પસંદ કરાયા હતા. તેમના પ્રથમ પ્રધાનમંડળનું કદ માત્ર ૧૪ હતું. આ વખતના પ્રધાનમંડળમાં માત્ર ૧ મહિલાનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ સૌપ્રથમ પ્રધાનમંડળમાં બે મહિલાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. ૧૯૯૪માં છબીલદાસ મહેતા મુખ્યમંત્રી હતા ત્યારે તેમનું મંત્રીમંડળ સૌથી મોટું હતું અને તેમાં ૪૫ મંત્રીઓ હતા. આ પછી ૧૯૯૫માં સુરેશ મહેતાના કાર્યકાળમાં ૪૧ મંત્રીઓ હતા. નરેન્દ્ર મોદી ૨૦૦૨માં પ્રથમ વખત મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમાં કુલ ૨૬ મંત્રીઓ હતા.