Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતની નવી આઇ.ટી પોલિસી જાહેર, સમગ્ર દેશમાં પ્રથમવાર ગુજરાતની આઇ.ટી પોલિસીમાં CAPEX-OPEX કેપિટલ એક્સપેન્ડીચર-ઓપરેશનલ એક્સપેન્ડીચર મોડલનો યુનિક કોન્સેપ્ટ

Webdunia
મંગળવાર, 8 ફેબ્રુઆરી 2022 (14:18 IST)
ગુજરાતની નવી આઇ.ટી પોલિસી જાહેર,  IT સેક્ટરમાં ગુજરાતની વાર્ષિક IT નિકાસ ૩ હજાર કરોડથી વધારીને રપ હજાર કરોડ સુધી લઇ જવાનો લક્ષ્ય
 
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં IT સેક્ટરમાં ઝડપી અને સર્વસમાવેશક વૃદ્ધિને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા સાથે નવી ગુજરાત IT અને ITeS પોલિસીની જાહેરાત કરી છે. આ નવી પોલિસી પાંચ વર્ષ એટલે કે ર૦રર થી ર૦ર૭ સુધી અમલમાં રહેશે. મુખ્યમંત્રીએ શિક્ષણ તથા સાયન્સ ટેક્નોલોજી મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીની ઉપસ્થિતીમાં આ નવી પોલિસી ગાંધીનગરમાં જાહેર કરી હતી.
 
મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, વરિષ્ઠ સચિવો, સાયન્સ ટેક્નોલોજી સચિવ વિજય નહેરા તેમજ આઇ.ટી ક્ષેત્રની રાષ્ટ્રિય આંતરરાષ્ટ્રિય ખ્યાતિપ્રાપ્ત ૯ જેટલી સંસ્થાઓના, ગૃહોના પ્રતિનિધિઓ પણ આ પોલિસી લોંચીંગ અવસરે ઉપસ્થિત રહ્યા હતા. ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ટેક્નોલોજીકલ ક્રાંતિએ આર્થિક અને વ્યવસાયિક રીતે વિશ્વને બદલી નાંખ્યું છે.
 
આ નવી અને ઉભરતી IT ટેક્નોલોજી વિશ્વમાં તમામ ક્ષેત્રે ક્રાંતિ લાવી રહી છે. તેમજ વ્યવસાયો, સરકારો અને લેબર માર્કેટ પર નોંધપાત્ર અસરો ઉભી કરવા સાથોસાથ નાનામાં નાના વેપાર-ઉદ્યોગોને પરંપરાગત મોટા વેપાર-ઉદ્યોગો સાથે સ્પર્ધા કરવા સક્ષમ બનાવી રહી છે. એમ તેમણે આ નવી આઇ.ટી પોલિસીની વિશદ ભૂમિકા આપતાં ઉમેર્યુ હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં દેશનું IT ક્ષેત્ર રોજગાર અને આર્થિક મૂલ્ય નિર્માણ સંદર્ભમાં વૈશ્વિક IT ક્ષેત્રે અગ્રણી સ્થાને છે.
 
આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રીના માર્ગદર્શનમાં ગુજરાત દેશનું અગ્રણી ઔદ્યોગિક રાજ્ય છે તેમજ અતિ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રકચર અને રોકાણો માટે ફ્રેન્ડલી પોલિસીઝથી સાનુકૂળ બિઝનેસ ઇકોસિસ્ટમ પ્રદાન કરવા પણ આંતરરાષ્ટ્રિય સ્તરે જાણીતું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, એક મજબૂત અને સક્ષમ પોલિસી ફ્રેમવર્કથી રાજ્યમાં IT ઓપરેન્સની સ્થાપના માટે સરળ પ્રક્રિયાગત જરૂરિયાતો પ્રસ્તુત કરીને અનુકૂળ બિઝનેસ ઇકોસિસ્ટમના નિર્માણ માટેના પ્રયાસો શરૂ કર્યા છે.
 
‘‘ઇન્ફરમેશન ટેક્નોલોજી ક્ષેત્રે આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’’ના વિઝનને સાકાર કરવા ગુજરાત સરકારે આ નવી IT અને ITeS પોલિસી ર૦રર-ર૭ લોન્ચ કરી છે તેમ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું. ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે આ નવી પોલિસી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ૮ સપનાંઓ પૈકીનું એક સપનું ‘‘બે રોજગારી સે મુકત રોજગારી સે યુકત’’માં મહત્વનું યોગદાન આપનારી બનશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Video: 'ટિપ ટિપ બરસા' ગીત ગાતા જ બેકાબૂ થયા ઉદિત નારાયણ, સરેઆમ મહિલાને કરી Lip KISS! ટ્રોલ થયા તો આપી સફાઈ

ગુજરાતી જોક્સ - ગણિતમાં કેમ બોલતા નથી

ગુજરાતી જોક્સ - મોબાઈલ ફેંકી દો...

ગુજરાતી જોક્સ - કોંગ્રેસ પાર્ટીની ટિકિટ

ગુજરાતી જોક્સ - કેમ રડે છે?

વધુ જુઓ..

નવીનતમ

સંધિવા માઈગ્રેન અને માસિક ધર્મના દુખાવામા આદુ કરે છે પેઈનકિલરનું કામ, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

બાકી રહેલ દાળ ચીલા રેસીપી

Wedding Special: લગ્ન પહેલાની આ 6 વિધિ ખૂબ જ ખાસ છે, જાણો તેમના વિશે

એગ ફ્રાય રાઈસ

આગળનો લેખ
Show comments