Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં મેઘમહેરઃ 25 જિલ્લા અને 97 તાલુકાઓમાં સાત ઇંચ સુધીનો વરસાદ

Webdunia
શુક્રવાર, 28 જૂન 2019 (14:18 IST)
રાજ્યમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી વચ્ચે મોટાભાગનાં જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ખૂબ સારો વરસાદ થયો છે. ખાસ કરી દક્ષિણ ગુજરાતનાં તમામ જિલ્લા-તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી છે. ભરૂચ જિલ્લાના અંક્લેશ્વર તાલુકામાં સૌથી વધુ 172 મી.મી. એટલે કે સાત ઇંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યના 25 જિલ્લાઓના 97 તાલુકામાં મેઘમહેર યથાવત રહી છે. જ્યારે 29 તાલુકામાં એક ઇંચથી વધુ અને અન્ય 68 તાલુકામાં એક ઇંચથી ઓછો એટલે કે ઝરમર વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ, 97 તાલુકામાં સાત ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. જેમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોય તેવા 4 તાલુકાનો સમાવેશ થાય છે. 
ભરૂચ જિલ્લાના અંક્લેશ્વર તાલુકામાં 172 મી.મી., ભરૂચ તાલુકામાં 118 મી.મી., સુરત જિલ્લાના કામરેજમાં 110 મી.મી. અને માંગરોળમાં 105 મી.મી. વરસાદ વરસ્યો હતો. પંચમહાલ જિલ્લાનાં જાંબુઘોડામાં 75 મી.મી એટલે કે ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. રાજ્યના 6 તાલુકામાં બે ઇંચથી વધુ અને ત્રણ ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હતો. જેમાં સુરતના પલસાણામાં 66 મી.મી., ભરૂચના વાલીયામાં 64 મી.મી., નવસારીના ગણદેવીમાં 63 મી.મી., છોટાઉદેપુરના ક્વાંટમાં 59 મી.મી., બનાસકાંઠાના સૂઇગામ અને સુરેન્દ્રનગરનાં લખતરમાં ૫૨ મી.મી. વરસાદ વરસ્યો હતો. રાજ્યના 18 તાલુકાઓમાં એક ઇંચથી વધુ અને બે ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હતો. જેમાં નાંદોદ, હાંસોટ, જાંબુસર, ચિખલી, રાધનપુર, સાવરકુંડલા, દેત્રોજ, શિનોર, ગીર ગઢડા, સુરતના માંડવી, પાદરા, ઝઘડીયા, જલાલપોર, વાપી, વઘઈ, જેતપુર પાવી, હાલોલ તેમજ નવસારી તાલુકાનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત શંખેશ્વર, બોટાદ, ગઢડા, ખેરગામ, કરજણ, પારડી, મહુવા(સુરત), ધરમપુર, હારીજ, સરસ્વતી, કાલાવાડ, કોડીનાર, નેત્રાંગ, જોટાણા, સુત્રાપાડા, બોરસદ, તિલકવાડા, પડધરી, તળાજા, વલસાડ, બોડેલી, વાંસદા અને આંકલાવ મળીને કુલ ૨૩ તાલુકામાં અડધા ઇંચથી વધુ અને એક ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હતો. જ્યારે માણસા, ચોર્યાસી, સાણંદ, ડભોઇ, વસો, ઉમરપાડા, ચાણસ્મા, મહુવા(ભાવનગર), માળિયા, વિરમગામ, સંખેડા, વાગરા, કુકરમુંડા, બારડોલી, સાંતલપુર, ભાભર, ધાનેરા, માતર અને કપરાડામાં મળી કુલ 19 તાલુકામાં 6 મી.મી.થી વધુ અને અડધા ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હતો. અન્ય 26 તાલુકાઓમાં 6 મી.મી.થી ઓછો ઝરમર વરસાદ વરસ્યો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

BJP નો જ રહેશે આગામી CM, એકનાથ શિંદે બોલ્યા - ભાજપા જે નિર્ણય લેશે તેનુ શિવસેના કરશે સમર્થન

ચિન્મય કૃષ્ણદાસની ધરપકડ પર ભારતના નિવેદન પર બાંગ્લાદેશે શું જવાબ આપ્યો

Pakistan Protest- ઇમરાન ખાનના સમર્થકો વિરુદ્ધ ઇસ્લામાબાદમાં રાતભર ચાલેલા ઑપરેશનમાં 500 લોકોની ધરપકડ

અમદાવાદમાં બનશે Imagicaa Entertainment Park રિવરફ્રંટની શોભા વધી જશે

શું બજરંગ પુનિયાનુ કરિયર ખત્મ થઈ ગઈ જાણો શા માટે ચાર વર્ષ માટે સસ્પેન્ડ કર્યા,

આગળનો લેખ
Show comments