Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગ્રીન એનર્જી સેક્ટરમાં ગુજરાત ફરીથી આગળ, હવે સોલર-વિંડ એનર્જી માટે મેળવ્યુ પહેલુ સ્થાન

Webdunia
બુધવાર, 6 નવેમ્બર 2024 (17:45 IST)
Gujarat Leading in Green Energy Sector: ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર પ્રદેશને દરેક સેક્ટરમાં ઝડપથી આગળ વધારવા માટે સતત કામ કરી રહી છે આ હેઠળ રાજ્ય સરકાર પ્રદેશમાં રિન્યૂએબલ એનર્જી સેક્ટરમાં ઝડપથી આગળ વધી રહી છે. ગુજરાતે ઓક્ટોબર મહિનામાં 30 ગીગાવોટની રેકોર્ડ ક્ષમતા સાથે રિન્યૂએબલ એનર્જી સેક્ટરમાં અગ્રણી સ્થાન પણ મેળવ્યુ. આ દરમિયાન ગુજરાતે હવે સોલર અને વિંડ એનર્જીના સેક્ટરમાં પણ દેશમા પહેલુ સ્થાન મેળવ્યુ છે. 
 
રિન્યુએબલ એનર્જી સોર્સનો વિકાસ  
સૌર અને પવન ઊર્જા સ્થાપનોની દ્રષ્ટિએ ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે. આ ઉપરાંત, ગુજરાત ભવિષ્ય માટે પુનઃપ્રાપ્ય ઊર્જાના સ્રોતોના વ્યાપક વિકાસ દ્વારા પર્યાવરણની સુરક્ષામાં પણ મોખરે છે. રાજ્ય સરકાર પુનઃપ્રાપ્ય ઊર્જાના સ્રોતોનો વિસ્તાર કરવાનો પ્રયાસ કરી રહી છે. ગુજરાત સરકાર આ ક્ષેત્રમાં નવા રોકાણોને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે. રાજ્ય સરકાર મોટા ઉદ્યોગોથી માંડીને નાના વિકાસકર્તાઓ સુધી આ ક્ષેત્રને સુવિધા આપવા માટે નીતિગત સુધારાઓ દ્વારા પ્રોત્સાહન આપી રહી છે.
 
દેશનુ ડી કાર્બોનાઈજેશન લક્ષ્ય 
GUVNL એ વર્ષ 2023-24 દરમિયાન દેશભરમાં 13 ગીગાવૉટ કૈપેસિટીના રિન્યુએબલ એનર્જી એગ્રીમેંટ પર સાઈન કરી છે.  આ ઉપરાંત ગુજરાતે દેશમાં પોતાની ઉપલબ્ધિઓને કાર્યમ રાખવા દેશના ડી કાર્બોનાઈજેશન લક્ષ્યમા પોતાનુ યોગદાન આપવા માટે 2030 સુધી નવીકરણીય ક્ષમતાનો એક મહત્વાકાન્ક્ષી લક્ષ્ય પણ નક્કી કર્યુ છે.  આ માટે એક લોંગ ટર્મ રણનીતિ પણ બનાવી છે.  
 
રિન્યુએબલ એનર્જી પોલિસી-2023
રાજ્ય સરકારે પુનઃપ્રાપ્ય ઉર્જા ઉદ્યોગના વિકાસની સફળતાને વધુ પ્રોત્સાહન આપવા કેટલાક મહત્વપૂર્ણ પગલાં લીધા છે. તેમાં રિન્યુએબલ એનર્જી પોલિસી-2023 હેઠળ રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સના ડેવલપર્સને પ્રોત્સાહિત કરવા માટે નવી સ્કીમ DREBPનો સમાવેશ થાય છે. આ યોજના હેઠળ, વિકાસકર્તાઓ અને નાના રોકાણકારો ખૂબ જ સરળ પ્રક્રિયા દ્વારા ગુજરાતમાં 5 મેગાવોટ સુધીની નાની ક્ષમતાના સૌર ઉર્જા અને 10 મેગાવોટથી ઓછી ક્ષમતાના પવન ઉર્જા પ્રોજેક્ટ્સ સ્થાપી શકશે.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત નગર પાલિકાની મોટી કાર્યવાહી, સાર્વજનિક સ્થાનો પર થૂંકનારાઓ પર લાખોનો દંડ

ડોનાલ્ડ ટ્મ્પની વ્હાઈટ હાઉસમાં કમબેક, અમેરિકા અને દુનિયામાં શુ બદલાશે, જાણો 360 ડિગ્રી રિવ્યુ

સાવરકુંડલાને મળી 122 કરોડની ભેટ, CM ભૂપેન્દ્ર પટેલે પીએમ મોદીનો માન્યો આભાર

US Election 2024 Result : ડોનાલ્ડ ટ્રંપ બનશે અમેરિકાના રાષ્ટ્રપતિ, સીનેટ પર પણ કર્યો કબજો

Saree Cancer: શું સાડી પહેરવાથી પણ કેંસર થઈ શકે છે? જુઓ ભારતમાં ફેલી રહ્યા છે આ રોગ

આગળનો લેખ
Show comments