Webdunia - Bharat's app for daily news and videos

Install App

કચ્છના BSF જવાનનો ત્રીજો વીડિયો વાઈરલ, અધિકારીઓ આત્મહત્યા કરવા કરે છે મજબૂર

Webdunia
શુક્રવાર, 3 ફેબ્રુઆરી 2017 (14:53 IST)
કચ્છની બોર્ડર સિક્યોરિટી ફોર્સના 150મી બટાલિયનમાં ફરજ બજાવતો જવાન નવરત્ન ચૌધરીએ સોશિયલ મીડિયાના માધ્યમથી બીએસએફના અધિકારીઓ અને દળમાં ચાલતી પોલમપોલનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર કાલે પોસ્ટ કર્યો છે.નવરત્ન ચૌધરીએ ફેસબુકના પેજ પર મૂકેલા વીડિયોમાં આક્ષેપ કર્યો છે કે, તટસ્થ તપાસના દાવા કરતા બીએસએફના ઉચ્ચ અધિકારીઓએ ભ્રષ્ટાચાર અંગે તેણે કરેલી ફરિયાદની તપાસ એ જ અધિકારીઓને સોંપી છે, જેની સામે તેણે ભ્રષ્ટાચારની ગંભીર ફરિયાદ કરી છે. પોતાની પોસ્ટમાં તેણે 150મી બટાલિયનના ત્રણ અધિકારી અંગે નામજોગ ફરિયાદ કરી વ્યથા રજૂ કરી છે કે, આ ત્રણેય ભ્રષ્ટ અને સરમુખત્યાર અધિકારીઓએ તેને આપઘાત કરવા મજબૂર કર્યો હતો. પરંતુ હું એટલો નબળો નથી એટલે હું લડું છું, મારી જગ્યાએ બીજો કોઇ હોત તો આત્મહત્યા કરી લેત. મારી સાથે એટલી હદે ખરાબ વર્તન કરવામાં આવ્યું છે. પણ મેં આ ભ્રષ્ટ અધિકારીઓ સામેનું યુદ્ધ જારી રાખવાનો નિર્ધાર કર્યો છે.

પોતાની પોસ્ટમાં નવરત્ન ચૌધરીએ ફરિયાદ કરી છે કે, એસ.કે. શ્રીધર નામના અધિકારીએ તેને ઓફિસમાંથી બહાર કાઢી ગેરવર્તાવ કરેલો અને આ અંગે તેણે ફરિયાદ કરી હતી.  બીએસએફે એક તરફી તપાસ શરૂ કરી હતી, જેમાં તેને પોતાનો પક્ષ રજૂ કરવાની પણ તક અપાઇ ન હતી. તપાસ અંતર્ગત 15 દિવસ સુધી તેને કેમ્પસ એરેસ્ટ કરાયો હતો. આ અંગે કોઈ લેખિત ઓર્ડર આપ્યો ન હતો. આ 15 દિવસ ખાવા-પીવાનું પણ અપાયું ન હતું. માત્ર ચા અને સમોસા ખાઇ દિવસો કાઢ્યા હતા. બીએસએફએ તપાસ પુરી કરીને અને એ કહ્યું કે આવી કોઈ ઘટના જ બની નથી. તપાસમાં બીએસએફ એક્ટ એન્ડ રૂલ્સની પણ અવગણના કરાઇ હોવાનો નવરત્ન ચૌધરીએ આરોપ કર્યો હતો.

તેણે વધારેમાં ઉમેરીને કહ્યું કે, નિયમ પ્રમાણે વર્ષમાં બે મહિનાની રજા મળવી જોઇએ તેને બદલે માત્ર 13 દિવસની જ રજા અપાય છે. પોતાના આરોપોના સમર્થનમાં તેણે બે ઓડિયો ક્લીપ મૂકી છે, જેમાં એક અધિકારી તેની સાથે ગાળ બોલી ગેરવર્તાવ કરતો હોવાનું જણાય છે. પોતે વીડિયો ક્લીપ દ્વારા સજ્જડ પુરાવા આપતો હોવા છતાં કોઇ આગળ આવતું ન હોવાનું જણાવી નવરત્ન ચૌધરીએ બસએસએફના ડીજીને અનુરોધ કર્યો છે કે, આ પુરાવાને આધારે તેની સજા માફ કરાય અને ખરેખર જે દોષીઓ છે તેને સજા કરવામાં આવે. બીએસએફના ભ્રષ્ટ અને સરમુખત્યાર અધિકારીઓ બહાર જવાનોના કલ્યાણની વાતો કરે છે, પણ અંદરખાને જવાનોનું લોહી ચૂસે છે, આના કરતાં અંગ્રેજોની ગુલામી સારી હતી.

નવરત્ન ચૌધરીએ 26 જાન્યુઆરી ગણતંત્રના દિવસે પહેલો વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં બીએસએફના અધિકારીઓ દ્વારા જવાનો માટેના દારૂનું ગેરકાયદે વેચાણ કરતા હોવાનો આક્ષેપોને સાબિત કરતો વીડિયો પોસ્ટ કર્યો હતો. બે દિવસ પછી અધિકારીઓ જવાનો પાસે ગાડી ધોવડાવે છે, તેવો આરોપ સાથે કાર ધોતા જવાનનો વીડિયો પોસ્ટ કર્યો છે. નવરત્ન ચૌધરી પોતાના વતન બિકાનેરમાં રજા પર છે. તેની પર ગેરશિસ્તની ફરિયાદો નોંધાયેલી હોવાનો બીએસએફે પહેલા ખુલાસો કરેલો છે.કચ્છના BSF જવાનનો ત્રીજો વીડિયો વાઈરલ, અધિકારીઓ આત્મહત્યા કરવા કરે છે મજબૂર

કચ્છની બોર્ડર સિક્યોરિટી ફોર્સના 150મી બટાલિયનમાં ફરજ બજાવતો જવાન નવરત્ન ચૌધરીએ સોશિયલ મીડિયાના માધ્યમથી બીએસએફના અધિકારીઓ અને દળમાં ચાલતી પોલમપોલનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર કાલે પોસ્ટ કર્યો છે.નવરત્ન ચૌધરીએ ફેસબુકના પેજ પર મૂકેલા વીડિયોમાં આક્ષેપ કર્યો છે કે, તટસ્થ તપાસના દાવા કરતા બીએસએફના ઉચ્ચ અધિકારીઓએ ભ્રષ્ટાચાર અંગે તેણે કરેલી ફરિયાદની તપાસ એ જ અધિકારીઓને સોંપી છે, જેની સામે તેણે ભ્રષ્ટાચારની ગંભીર ફરિયાદ કરી છે. પોતાની પોસ્ટમાં તેણે 150મી બટાલિયનના ત્રણ અધિકારી અંગે નામજોગ ફરિયાદ કરી વ્યથા રજૂ કરી છે કે, આ ત્રણેય ભ્રષ્ટ અને સરમુખત્યાર અધિકારીઓએ તેને આપઘાત કરવા મજબૂર કર્યો હતો. પરંતુ હું એટલો નબળો નથી એટલે હું લડું છું, મારી જગ્યાએ બીજો કોઇ હોત તો આત્મહત્યા કરી લેત. મારી સાથે એટલી હદે ખરાબ વર્તન કરવામાં આવ્યું છે. પણ મેં આ ભ્રષ્ટ અધિકારીઓ સામેનું યુદ્ધ જારી રાખવાનો નિર્ધાર કર્યો છે.

પોતાની પોસ્ટમાં નવરત્ન ચૌધરીએ ફરિયાદ કરી છે કે, એસ.કે. શ્રીધર નામના અધિકારીએ તેને ઓફિસમાંથી બહાર કાઢી ગેરવર્તાવ કરેલો અને આ અંગે તેણે ફરિયાદ કરી હતી.  બીએસએફે એક તરફી તપાસ શરૂ કરી હતી, જેમાં તેને પોતાનો પક્ષ રજૂ કરવાની પણ તક અપાઇ ન હતી. તપાસ અંતર્ગત 15 દિવસ સુધી તેને કેમ્પસ એરેસ્ટ કરાયો હતો. આ અંગે કોઈ લેખિત ઓર્ડર આપ્યો ન હતો. આ 15 દિવસ ખાવા-પીવાનું પણ અપાયું ન હતું. માત્ર ચા અને સમોસા ખાઇ દિવસો કાઢ્યા હતા. બીએસએફએ તપાસ પુરી કરીને અને એ કહ્યું કે આવી કોઈ ઘટના જ બની નથી. તપાસમાં બીએસએફ એક્ટ એન્ડ રૂલ્સની પણ અવગણના કરાઇ હોવાનો નવરત્ન ચૌધરીએ આરોપ કર્યો હતો.

તેણે વધારેમાં ઉમેરીને કહ્યું કે, નિયમ પ્રમાણે વર્ષમાં બે મહિનાની રજા મળવી જોઇએ તેને બદલે માત્ર 13 દિવસની જ રજા અપાય છે. પોતાના આરોપોના સમર્થનમાં તેણે બે ઓડિયો ક્લીપ મૂકી છે, જેમાં એક અધિકારી તેની સાથે ગાળ બોલી ગેરવર્તાવ કરતો હોવાનું જણાય છે. પોતે વીડિયો ક્લીપ દ્વારા સજ્જડ પુરાવા આપતો હોવા છતાં કોઇ આગળ આવતું ન હોવાનું જણાવી નવરત્ન ચૌધરીએ બસએસએફના ડીજીને અનુરોધ કર્યો છે કે, આ પુરાવાને આધારે તેની સજા માફ કરાય અને ખરેખર જે દોષીઓ છે તેને સજા કરવામાં આવે. બીએસએફના ભ્રષ્ટ અને સરમુખત્યાર અધિકારીઓ બહાર જવાનોના કલ્યાણની વાતો કરે છે, પણ અંદરખાને જવાનોનું લોહી ચૂસે છે, આના કરતાં અંગ્રેજોની ગુલામી સારી હતી.
વધુ જુઓ..

જરૂર વાંચો

Allu Arjun- અલ્લુ અર્જુનના ઘરે ટામેટાં ફેંક્યા, તોડફોડ; અલ્લુ અર્જુન સાથે જોડાયેલી નાસભાગનો મામલો અટકવાનો નથી

ગુજરાતી જોક્સ -મંત્રી ગામમાં

Somnath jyotirlinga temple- સોમનાથ મંદિર

ગુજરાતી જોક્સ - વેલેન્ટાઈન ડે

ગુજરાતી જોક્સ - હું મૂર્ખ છું.

વધુ જુઓ..

નવીનતમ

How To Make Pizza Without Oven- ઓવન વગર પિઝા કેવી રીતે બનાવશો, જાણો આ 10 સરળ સ્ટેપ્સ

National Farmers Day - શા માટે ભારતમાં 23 ડિસેમ્બરે ખેડૂત દિવસ ઉજવવામાં આવે છે? જાણો કારણ

Christmas Gifts Ideas: 500 રૂ. ની અંદર તમારા પ્રિયજનોને ખાસ ભેટ આપો.

Christmas Outfit Ideas ઓફિસ ક્રિસમસ પાર્ટી માટે 5 બેસ્ટ આઉટફિટ

Chocolate Cupcakes થી ક્રિસમસને બનાવો ખાસ, જાણો રેસિપી

આગળનો લેખ
Show comments