Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં જૈશના 50 ત્રાસવાદી ઘૂસવાની બાતમી મળતા ફફડાટ : એલર્ટ જારી

Webdunia
મંગળવાર, 10 સપ્ટેમ્બર 2019 (12:07 IST)
દેશના પશ્ચિમી છેવાડાના સીમાવર્તી કચ્છ પ્રદેશના સિરક્રીક વિસ્તારમાંથી’ છોડી જવાયેલી અનેક બોટ મળી આવ્યા બાદ ભારતીય સૈન્યએ એવી બાતમી મેળવી છે કે, ત્રાસવાદીઓ દેશના દક્ષિણી ભાગો પર હુમલા કરી શકે છે. દેશની પશ્ચિમેથી ઘૂસણખોરી કરીને ત્રાસવાદીઓ દક્ષિણ ભારત પર હુમલા કરી શકે, તેવી બાતમી બાદ સેના એલર્ટ થઇ ગઇ છે, તેવું સેનાના દક્ષિણ કમાંડના કમાંડર લેફટનન્ટ જનરલ એસ.કે. સૈનીએ જણાવ્યું હતું.

સૈન્યએ ત્રાસવાદી હુમલાનાં વધેલા જોખમને ગંભીરતાથી ધ્યાને લેતાં ખાસ કરીને કચ્છનાં સિરક્રીક ક્ષેત્રમાં એલર્ટ બનીને જરૂરી પગલાંની કવાયત આદરી હોવાનું તેમણે ઉમેર્યું હતું. સૈનીએ પુણે નજીક એક કાર્યક્રમ દરમ્યાન પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, સેના દ્વારા ક્ષમતા વર્ધન અને ઘૂસણખોરીના આતંકી પ્રયાસને પહોંચી વળવાની તાકાત વધારવા માટેનો વ્યાયામ શરૂ કરી દીધો છે. તેમણે આત્મ વિશ્વાસપૂર્વક કહ્યું હતું કે, ત્રાસવાદીઓને કચ્છમાંથી ઘૂસી આવીને દક્ષિણ ભારત પર હુમલાનાં નાપાક ષડયંત્રમાં સફળ થવા નહીં દેવાય. પાકિસ્તાને તૈનાત કરેલા એસએસજી કમાંડો કચ્છ સીમાએથી ભારતમાં ઘૂસી આવશે અને ગુજરાતમાં ત્રાસવાદી હુમલા કરાવવા માટે દરિયાઇ રૂટનો ઉપયોગ કરશે, તેવી બાતમીનાં પગલે ગુજરાતનાં બંદરોને હાઇએલર્ટ જારી કરાયાનાં એક પખવાડિયાં પછી સોમવારે ભારતીય સૈન્યના ટોચના કમાંડર તરફથી આ ચેતવણી અપાઇ છે.

આ બાતમી મળતાં કચ્છ સરહદ પર સિરક્રીક ક્ષેત્રમાં સેના સાબદી બની છે, તો દક્ષિણ પર આતંકી ડોળાની બાતમી ધ્યાને લેતાં દક્ષિણ ભારતીય રાજ્ય કેરળમાં પણ પ્રશાસન એલર્ટ કરી દેવાયું છે. કેરળનાં પોલીસ પ્રશાસને તમામ જિલ્લા પોલીસના વડાઓને એલર્ટ જારી કરતાં ખાસ કરીને કાંઠાળ ક્ષેત્રોમાં વિશેષ સાબદા રહીને સતર્ક જાપ્તો રાખવાની સૂચના આપી દીધી છે. બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, એરપોર્ટસ, શોપિંગમોલ્સ જેવાં ભરચક, જાહેર સ્થળો પર ખાસ સાવચેત રહેવાનો નિર્દેશ પણ અપાયો છે. બીજી તરફ, આંધ્રપ્રદેશમાં પણ 934 કિ.મી. લાંબા દરિયાકાંઠા પર સુરક્ષાવ્યવસ્થા જડબેસલાક બનાવી દેવાઈ હતી.

કાશ્મીરના મામલે ચોતરફથી પાછું પડી રહેલું પાકિસ્તાન નાસીપાસ થઇને કોઇ મોટું દુ:સાહસ કરે એવા એંધાણો વચ્ચે સરહદોએ તંગદિલી સતત વધતા ભારતીય સલામતી દળો પણ સાબદા બન્યા છે. આ સંદર્ભમાં લશ્કરના ટોચના અધિકારી દ્વારા કચ્છની ક્રિક સરહદેથી મળેલી બિનવારસુ પાકિસ્તાન બોટોના અહેવાલને ટાંકીને ત્રાસવાદી ઘૂસણખોરીની આશંકા વ્યક્ત કરાતાં વિવિધ સ્તરે અટકળોનો દોર આરંભાયો છે. પાકિસ્તાન સરકાર હવે છેલ્લે પાટલે બેસી રહી હોય તેમ જૈશે મહોમ્મદના કુખ્યાત વડા મસુદ અઝહરને મુક્ત કર્યો છે તેની સાથોસાથ કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર દળોની જમાવટમાં વધારો કરાઇ રહ્યો છે.

આમ તો આ ઘૂસણખોરી દક્ષિણ ભારતમાં અને તેમાં પણ ખાસ કેરળમાં થવાની હોવાના અહેવાલ લશ્કરને મળ્યા હોવાનું આ ટોચના અધિકારીના વિધાન પરથી જણાય છે. જો કે આ અધિકારીએ કચ્છની સિર ક્રિક વિસ્તારમાં અગાઉ ઝડપાયેલી નધણિયાતી પાકિસ્તાની બોટોનો પણ ઉલ્લેખ કર્યો છે. આ સંદર્ભમાં કચ્છની સલામતી એજન્સીઓએ પોતાનું હોમવર્ક વધુ ઘનિષ્ઠ બનાવ્યું છે. થોડા સમય અગાઉ જૈશ એ મોહમદના 50 ત્રાસવાદી દરિયાની અંદર મરજીવાની તાલીમ લઈ રહ્યા હોવાના અહેવાલોએ પણ ભારતમાં હલચલ મચાવી હતી. આ સંવેદનશીલ સરહદી વિસ્તારમાં તૈનાત સલામતી એજન્સીઓના ટોચના વર્તુળોના મતે લેફ. જનરલ સૈનીની વાતનું મહત્ત્વ તો છે પણ દક્ષિણ ભારતમાં આતંકી હુમલાની આશંકામાં સિર ક્રિકનો ઉલ્લેખ અસ્થાને ગણી શકાય તેમ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

SBI Clerk Recruitment: એસબીઆઈમાં કલર્કના 13735 પદો પર બંપર ભરતી, 17 ડિસેમ્બરથી અરજી શરૂ, વાંચો વિગત

Cyclone Chido - 55KMની ઝડપે તોફાની પવનની ચેતવણી, ભારે વરસાદ, શીત લહેર, ગાઢ ધુમ્મસ; 25 રાજ્યો માટે IMDની ચેતવણી

ગુજરાતમાં દરિયા કિનારે 300 રૂમ ધરાવતી 17 માળની આલીશાન હોટેલ બનાવવામાં આવી રહી છે; બેઠકમાં SRFDCLનો નિર્ણય

યુપીમાં પારો 8 ડિગ્રી સુધી નીચે જશે, બિહારના 15 જિલ્લામાં વરસાદનું એલર્ટ

ક્રિસમસ પહેલા અમેરિકાની શાળામાં માતમ, ગોળીબારમાં 5 નાં મોત, ફાયરિંગ કરનારા સગીર પણ ઠાર

આગળનો લેખ
Show comments