Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગીથા જોહરી બન્યા ગુજરાતના પ્રથમ મહીલા DGP

Webdunia
મંગળવાર, 4 એપ્રિલ 2017 (13:15 IST)
ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ નવા ડીજીપીના નામની જાહેરાત પર મહોર મારી દીધી છે. પાન્ડેયના ઉત્તરાધિકારી તરીકે હવે કોણ? એ સસ્પેન્સ ઉપરથી  પડદો ઊંચકાઈગયો છે. . નવા ડીજીપીનો વધારાનો ચાર્જ પાન્ડેય પછી રાજ્યના નવા ડીજીપી સિનિયોરિટીનાં ધોરણે ગીથા જોહરીને અપાયો  છે, 

ગઈકાલે સોમવારે સુપ્રીમના આદેશ બાદ મુખ્યમંત્રીનાં નિવાસસ્થાને વિજય રૃપાણી ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને સિનિયર ઓફિસરો વચ્ચે બેઠક યોજાઈ હતી, 

1982ની બેંચના IPS ગીથા જોહરી નવેમ્બર 2017માં રિટાર્યડ થશે. આ સમયકાળ દરમિયાન વિધાનસભાની ચૂંટણીઓ હશે તો DGP પદે રહેતાં તેમને પણ પાન્ડેયની જેમ એક્સ્ટેન્શન આપવું પડશે. જોહરી અત્યારે સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશનમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે ફરજ બજાવે છે. આ જગ્યા પણ ડાયરેક્ટર જનરલની સમકક્ષ છે, પરંતુ ત્યાં ઇન્વેસ્ટિગેશન સ્કિલ્ડને બદલે પોલીસ વેલ્ફેર એક્ટિવિટીને પ્રાધાન્ય છે.

જ્યારે વર્ષ 1983ની બેચના પ્રમોદકુમાર અત્યારે DGP CID ક્રાઇમમાં નિયુક્ત છે અને તેમની પાસે ક્રાઈમ, ઈન્ટેલિજન્સના ADGPનો વધારાનો ચાર્જ છે. તેઓ છેક ફ્રેબ્રુઆરી- 2018માં નિવૃત થશે અને સિનિયોરિટીના ક્રમમાં તેઓ જોહરી પછી છે. આ ઉપરાંત પ્રમોદકુમારની બેચના જ શિવાનંદ ઝાને પણ સરકાર એડિશનલ DGથી ડાયરેક્ટર જનરલનું પ્રમોશન આપી શકે છે, તેના માટે ગત સપ્તાહે જ ડીપીસી પૂર્ણ થઈ છે. 

ગૃહ વિભાગનાં અધિકૃત સૂત્રોનું કહ્યું માનીએે તો ભારત સરકારે તાજેતરમાં જ ડાયરેક્ટર જનરલ-DG વધુ બે જગ્યા મંજૂર કરી છે. હાલમાં ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ કે જેનો ચાર્જ પાન્ડેય પાસે હતો તે ઉપરાંત પોલીસ હાઉસિંગ બોર્ડ, એસીબી અને હોમગાર્ડ એમ કુલ ચાર જગ્યાઓ છે. નવી મંજૂર થયેલી જગ્યાઓ ઇન્ટેલિજન્સ અને સીઆઈડી ક્રાઈમ માટે અપગ્રેડ કરવામાં આવે તેવી શક્યતાઓને પગલે પોલીસતંત્રમાં પ્રમોશનો સાથે નવા DGની જાહેરાત થાય તો નવાઈ નહીં.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Masik Shivratri- માસિક શિવરાત્રીના દિવસે આ ચમત્કારી મંત્રોનો જાપ કરો, તમને બીમારીઓથી મળશે રાહત.

એર ઈન્ડિયાની પાઈલટ સૃષ્ટિના મોતનું રહસ્ય ખુલ્યું, પોસ્ટ મોર્ટમ રિપોર્ટ જાણીને ચોંકી જશો

Video: ઓસ્ટ્રેલિયાની રાજધાની કૈનબરા પહોચી ભારતીય ક્રિકેટ ટીમ, પ્રધાનમંત્રી એંથોની અલ્બાનીજ સાથે કરી મુલાકાત

Blast in Delhi: દિલ્હીના પ્રશાંત વિહારમાં પીવીઆર થિયેટર પાસે બ્લાસ્ટ

ISKCON Ban in Bangladesh - બાંગ્લાદેશમાં ઈસ્કૉન મંદિર કેમ ટારગેટ પર છે ? ત્યા તેના કેટલા મંદિર અને સંપત્તિઓ

આગળનો લેખ
Show comments