Webdunia - Bharat's app for daily news and videos

Install App

Loksabha 2019 - ગુજરાતમાં કોંગ્રેસે 2019ની લોકસભામાં 0 પરથી 13 સીટો સુધી પહોંચવાનુ મુક્યુ લક્ષ્ય

Webdunia
શનિવાર, 2 ફેબ્રુઆરી 2019 (14:58 IST)
તાજેતરમાં જ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના રાજકારણીય યુદ્ધ જીત્યા પછી કોંગ્રેસની નજર હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગૃહરાજ્ય ગુજરાત પર છે.  લોકસભા ચૂંટણી 2019 માં કોંગ્રેસે રાજ્યની 26 લોકસભા સીટોમાંથી અડધી સીટો જીતવાનુ ટારગેટ ફિક્સ કર્યુ છે. જ્યારે કે 2014ના લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને આ ગઢમાં એક પણ સીટ મળી નહોતી   બધી સીટો પર ભાજપાએ જીત નોંધાવી હતી. 
 
ગુજરાતની 26 લોકસભા સીટોમાંથી કોંગ્રેસે મિશન-13 નો પ્લાન બનાવ્યો છે.  પાર્ટીએ આ સીટોની ઓળખ કરી લીધી છે. જ્યાથી તેને જીતની આશા છે. કોંગ્રેસે આ માટે જમીની સ્તર પર કામ કરવુ શરૂ કરી દીધુ છે. ગયા વર્ષે રાજ્યમાં થયેલ વિધાનસભા ચૂંટણીમાં બીજેપીને જીતવામાં પરસેવો પડી ગયો હતો અને 100નો આંકડો પણ ન અડી શકી.  બીજી બાજુ કોંગ્રેસ બીજેપીથી માત્ર 9 સીટ પાછળ રહી ગઈ હતી. 
 
કોંગ્રેસ જે 13 લોકસભા સીટો પર નજાર બનાવી રહી છે એ છે ગુજરાતની આણંદ, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટન, જૂનાગઢ, દાહોદ, બારડોલી, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, ભરૂચ અને મહેસાણા લોકસભા સીટ સામેલ છે. કોંગ્રેસે આ 13 સંસદીય સીટોની ઓળખ છેલ્લા બે વિધાનસભા ચૂંટણી અને બે લોકસભા ચૂંટણીના પરિણામોને ઝીણવટભર્યો અભ્યાસ કર્યા પછી કરવામાં આવી છે.  
 
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ગ્રામીણ વિસ્તારોમાં કોંગ્રેસ ખૂબ સારા પરિણામો લાવવામાં સફળ રહી હતી. આ રણનીતિના હેઠળ લોકસભા ચૂંટણીમાં પણ ગ્રામીણ વિસ્તારની સીટો પર કોંગ્રેસે ફોક્સ કર્યુ છે.  ખેડૂત પાટીદાર દલિત અને ગ્રામીણ વિસ્તારના વોટરોને પોતાના સાથે જોડવા માટે પાર્ટી કાયદેસર રણનીતિ બનાવવામાં લાગી છે. 
 
કોંગ્રેસે લોકસભા સીટ હેઠળ આવનારા દરેક વિધાનસભા સીટ પર ગુજરાત કોંગ્રેસ કમિટીના એક સચિવની નિમણૂક કરી છે. 
 
 
આ સચિવને બૂથ સ્તર પર કાર્યકર્તા શોધ કરવા અને તેમને ટ્રેનિંગ આપીને લગાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. એટલુ જ નહી દરેક સક્રિય કાર્યકર્તાની ઓળખ કરવી અને તેમની મીટિંગ કરવાની જવાબદારી આપવામાં આવી છે. આ યોજના હેઠળ એક વિધાનસભામા લગભગ 270 બૂથ પર મજબૂત કાર્યકર્તા લગાવવાના છે. 

સંબંધિત સમાચાર

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments