Webdunia - Bharat's app for daily news and videos

Install App

700 કરોડના GST કૌભાંડમાં માધવ કોપર.લીના ચેરમેન નિલેષ પટેલને ગુજરાત ATSએ ઝડપી પાડ્યો

Webdunia
બુધવાર, 23 ફેબ્રુઆરી 2022 (14:08 IST)
ભાવનગરના માધવ કોપરના 700 કરોડના GST કૌભાંડમાં સંડોવાયેલા નયન નટુભાઈ પટેલની સામે ગુનો દાખલ થયા બાદ તે ધરપકડ ટાળવા નાસતો ફરતો હતો. દરમિયાન તેણે સુપ્રીમ કોર્ટમાંથી ધરપકડ પર સ્ટે મેળવ્યો હતો. દરમિયાન તેણે કોર્ટમાંથી આગોતરા જામીન મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં સફળતા મળી ન હતી. જોકે તેને મળેલા સ્ટેની મુદ્દત શુક્રવારે પૂરી થઈ ગઈ હતી. આરોપીએ ધરપકડથી બચવા જીએસટીના અધિકારીઓ પર કાર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો અને અધિકારીઓને ચકમો આપી ફરાર થઈ ગયો હતો. આરોપીને ગુજરાત ATSના અધિકારીઓએ ઝડપી પાડ્યો હતો. પ્રાપ્ત વિગતો પ્રમાણે ATSના અધિકારી ભાવેશ રોજીયાને બાતમી મળી હતી તેના આધારે ગુજરાત ATSના પીઆઈ સંજય પરમારની ટીમ દ્વારા બાતમી સ્થળેથી આરોપીને ઝડપીને વધુ તપાસ માટે અમદાવાદમાં GST વિભાગને સોંપવામાં આવ્યો છે. થોડા દિવસ પહેલાં આરોપી નલિન પટેલ અમદાવાદમાં પાલડી વિસ્તારમાં નારાયણનગર વિસ્તારમાં હોવાની માહિતી GSTને મળતા બે અધિકારીઓ ખાનગી વાહનમાં નલિન પટેલને પકડવા માટે ગયા હતા. જ્યાં તે કારમાં મળી આવ્યો હતો. જોકે નલિન પટેલ કાર લઈ નાસી છૂટ્યો હતો, જેનો GSTના અધિકારીઓએ પીછો કર્યો હતો. આ દરમિયાન આગળ જતા ટ્રાફિકના કારણે નયન પટેલ રોકાઈ જતા તેને પકડવા જતા તેણે પોતાની કાર રિવર્સમાં લઈ GSTના અધિકારીઓ પર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો અને તેમના વાહનને નુકસાન કરી ફરાર થઈ ગયો હતો. આ ઘટના અંગે GSTના અધિકારીઓએ પોલીસ ફરિયાદ કરવા માટેની તજવીજ હાથ ધરી હતી. નલિન પટેલે સુપ્રીમ કોર્ટમાંથી ધરપકડ પર સ્ટે મેળવ્યો હતો. જેની મુદ્દત ગત શુક્રવારે પૂરી થઈ હતી. આ અંગેની જાણકારી GST અધિકારીઓને હતી. દરમિયાન નલિન પટેલ અમદાવાદમાં હોવાની પાકી બાતમી મળતા બે અધિકારીઓ તેમની ધરપકડ કરવા માટે ગયા હતા.જુલાઈ 2021માં સ્ટેટ GST દ્વારા રાજ્યમાં મોટા પાયે સર્ચ સીઝરની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં માલ અને સેવાના સપ્લાય વિના બીલ બનાવવાનું અને માલ અને સેવાના સપ્લાય વિના બિલ બનાવી તે બીલ પર ટેક્સ ક્રેડિટ લેવામાં આવતી હતી. જેમાં ભાવનગરમાંથી સ્ટેટ GST દ્વારા મોટું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું હતું. આ કૌભાંડમાં માધવ કોપર.લી ભાવનગરના ચેરમેન નિલેશ પટેલ દ્વારા 762 કરોડનું બીલિંગ કૌભાંડ કરવામાં આવ્યું હતું. સ્ટેટ GST દ્વારા નિલેશ પટેલના ઘરે તથા ઓફિસે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન તે પોતાની ધરપકડ ટાળવા માટે પ્રયત્નો કરતો હતો.

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments