Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગ્રામ પંચાયત ચૂંટણી Live Update - વિજેતા ઉમેદવારોના સમર્થકોમાં જશ્નનો માહોલ, ગ્રામપંચાયતની ચૂંટણીનાં પરિણામો પર ભાજપ-કૉંગ્રેસની નજર

Webdunia
મંગળવાર, 21 ડિસેમ્બર 2021 (10:00 IST)
રવિવારે ગ્રામ ચૂંટણી માટે યોજાયેલા મતદાન બાદ આજે મતગણતરી શરૂ થઇ ગઇ છે. આજે ગુજરાતની 8 હજાર 686 ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામ જાહેર થતાં ગામનો સરપંચ કોણ બનશે તે નક્કી થઇ જશે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરેરાશ 78.30 ટકા મતદાન થયું હતું. મત ગણતરીને લઈને તંત્રએ તમામ તૈયારી કરી લીધી છે. 
 
ત્યારે ગુજરાતના 344 સ્થળોએ મત ગણતરી યોજવામાં આવી રહી છે. મતગણતરીને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવામાં આવ્યો છે. 19 હજાર 916 લોકોનો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. મત ગણતરીને લઈને 14,291 પોલીસ સ્ટાફ સુરક્ષા માટે ખડેપગે છે.
 
ઉલ્લેખનીય છે કે, રાજ્યની 1165 ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર કરાઇ છે. આ ઉપરાંત 1165 સરપંચ અને 9613 સભ્યોને બિનહરીફ થયા છે.  473 સરપંચ અને 27479 સભ્યોને ય અંશત બિનહરીફ જાહેર કરી દેવાયા છે.
 
ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થાય તે પહેલા જ ગ્રામ્ય વિસ્તારમાં કેટલાક ઉમેદવારો દ્વારા જીતની ઉજવણીની પૂર્વ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ઉમેદવારો દ્વારા ફટાકડા અને મીઠાઈની પહેલાથી જ વ્યવસ્થાઓ કરી લેવામા આવી છે.


12:14 PM, 21st Dec

-  નખત્રાણાની ગ્રામ પંચાયત ચૂંટણીની મત ગણતરી ધીમી ગતિએ ચાલતી હોવાથી ભારે ઉત્કંઠા. એક રાઉન્ડને 3 કલાક જેટલો સમય લાગતા રાત્રે 1 વાગ્યા સુધી ગણતરી ચાલવાની સંભાવના
-  નખત્રાણાના ચાવડકામાં પાયણ મોહન દાનાની જીત
- કરજણના સંભોઈમાં શૈલેષ પઢીયારની જીત
-  જામનગર તાલુકાના ખારાવેઢા ગામના સરપંચ પદે રંજનબેન કેશવજીભાઇ બોરીચાનો 26 મતે વિજય
- સિદ્ધપુરના કાલેડામાં ચંપાબેન દેસાઈની જીત
-  કઠલાલના સંદેશરમાં લક્ષ્મણસિંહ પરમારની જીત
- કડાણાના મોટા ધરોળામાં જયદીપ પટેલિયાની જીત
- વાંકાનેરના રંગપરમાં ભરત મકવાણાની જીત
- રાધનપુરના સુરકામાં ભાનુજી ઠાકોરની જીત
- માલપુરના માલજીના પહડિયામાં સંગીતાબેન પટેલની જીત
-  મહેસાણા મત ગણતરી કેન્દ્ર માં લાઈટ ગુલ
- જિલ્લા સંઘ ખાતે મત ગણતરી શરુ 
- ચાલુ મત ગણતરી એ લાઈટો ગુલ થતા ગણતરી અટકી
-  વીજ કંપનીને લાઈટ માટે જાણ કરાઈ

12:00 PM, 21st Dec
-  વડોદરાના પાદરાના ગયાપુરા ગામમાં સરપંચ તરીકે કમલેશભાઈ પટેલનો વિજય
ગ્રામપંચાયતની ચૂંટણીનાં પરિણામો પર ભાજપ-કૉંગ્રેસની નજર
-  વિજેતા ઉમેદવારોના સમર્થકોમાં જશ્નનો માહોલ,કલોલના ગણપતપુરામાં સરપંચના ઉમેદવાર વચ્ચે ટાઈ પડી
-  નર્મદાના નરખડી ગામ સરપંચ વિજેતા મમતાબેન સતીષભાઈ વસાવા 9 મતથી વિજેતા
-  પાટણના ગજા ગામમાં નાનાભાઈએ પિતરાઈ મોટાભાઈને 71 મતે -   ભાવનગર જિલ્લાના ભાલનાં રાજગઢ ગામે બાબુભાઈ ગોવિંદભાઇ પનારા સરપંચ પદે વિજેતા
-  ભાવનગરના ભોજપરા ગામના સરપંચ પદે સોનલબા શક્તિસિંહ ગોહિલ વિજેતા
-  ગાંધીનગરના રતનપુર ગામના સરપંચ પદે વીરેન્દ્ર સિંહ બિહોલાનો 458 મતથી વિજય
-   દાહોદના દે.બારીયાના નાળાતોડમાં ભુપેન્દ્રસિંહ અમર શીહ રાઠવાનો વિજય
-   અરવલ્લી જિલ્લાના મોડાસાના માલપુરના ટુણાદરમાં યોગીનીબેન અને સઋરપુરમાં કોદીબેન બામણીયાનો વિજય
-   પાટણના શંખેશ્વરના રુનીમાં દિનેશ મકવાણા, ચાણસ્માના ગલોલી વાસણામાં દિવાબેનની જીત, રાધનપુરના ધોરકડામાં હિનાબેન આહીરનો વિજય
-   ધ્રાંગધ્રાના સજ્જનપુરમાં લાલજી પટેલનો વિજય

09:17 AM, 21st Dec
આણંદ
આણંદમાંગ્રામ પંચાયત મત ગણતરી શરૂ થશે
મત ગણતરી કેન્દ્ર પર સ્ટાફ પહોંચી ગયો
મત ગણતરીની તૈયારીઓ શરૂ કરાઇ
આણંદ જિલ્લા માં 183 ગ્રામ પંચાયતની  ચૂંટણી યોજાઈ હતી 
આણંદ જિલ્લામાં  76.85 ટકા મતદાન થયું હતું
સરપંચ પદ ના 1052 ઉમેદવારો નું ભાવિ આજે નક્કી નક્કી થશે 
સભ્યપદના 3860 ઉમેદવારો નું ભાવિ આજે  થશે નક્કી
જિલ્લા માં કુલ 69 ચૂંટણી અધિકારી ની ઉપસ્થિતિ માં થશે મતગણતરી
મતગણતરી માં 69 મદદનીશ અધિકારી બજાવશે ફરજ
જિલ્લા માં કુલ 8 સ્થળો એ થશે મતગણતરી.
જિલ્લા માં કુલ 8 સ્થળો એ 69 હોલ માં થશે મતગણતરી.
જિલ્લા માં 69 હોલ માં કુલ 270 ટેબલ ઉપર હાથ ધરાશે મતગણતરી
જિલ્લા માં મતગણતરી માં કુલ 1032 કર્મચારીઓ પણ લેશે ભાગ..
મતગણતરી દરમિયાન વર્ગ 4 ના કુલ 229 કર્મચારીઓ પણ બજાવશે ફરજ.
મતગણતરી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત નું પણ કરાયું આયોજન
1 એસપી,4 ડીવાયએસપી,1 એએસપી,11 પી આઈ,45 પી એસ આઈ,575 પોલીસ જવાન,74 એસ આર પી જવાન,700 હોમગાર્ડ જવાનને પણ તૈનાત કરવામાં આવ્યા
મત ગણતરી દરમિયાન 51 પોલીસ વાહનો કરશે  રાઉન્ડ પેટ્રોલિંગ
જિલ્લા માં મતગણતરી દરમિયાન 20 વીડિયો ગ્રાફર પણ ગણતરી પ્રક્રિયા નું સતત કરશે રેકોર્ડિંગ
કોવિડ 19 ની ગાઈડલાઈન નું પાલન કરવા કુલ 73 આરોગ્ય કર્મચારીઓ ને પણ કરાયા તૈનાત..
જિલ્લા માં મતગણતરી માં 24 થી 36 કલાક નો લાગી શકશે સમય..
સવારે 9 કલાક થી મતગણતરી નો થશે પ્રારંભ
જિલ્લા માં સૌથી વધુ બોરસદ માં 39 ગ્રામ પંચાયતો માં યોજાઈ ચૂંટણી.
જિલ્લા માં સૌથી વધુ મતદાન પણ બોરસદ તાલુકામાં નોંધાયું છે

09:16 AM, 21st Dec
દાહોદ
327 ગ્રામ પંચાયતની ગણતરી થશે 
જિલ્લામાં  82.41 ટકા મતદાન થયુ
દાહોદ,ઝાલોદ, ફતેપુરા ,સિંગવડ ,સંજેલી, ગરબાડા,ધાનપુર, દેવગઢ બારીયા ,લીમખેડા જગ્યાએ મત ગણતરી થશે
9 તાલુકામાં  64 હોલ માં 242  ટેબલ  મતગણતરી થશે
મતગણતરી સ્થલપર 561 પોલીસ જવાનો સુરક્ષા કરશે
કોવિડને લઈને મતગણતરી સ્થળોઓએ 144  આરોગ્ય કર્મચારી સેવા આપશે
મદદનીશ ચૂંટણી અધિકારી 72 ગણતરીમાં  959 જેટલો સ્ટાફ તૈનાત,મતગણતરી વર્ગ-૪ના કર્મચારીઓની સંખ્યા 317
 
મોરબી
મોરબી જીલ્લામાં આજે ૫ સ્થળો ઉપર થશે મતગણતરી
સરપંચ અને સભ્ય માટેના ઉમેદવારોમાં ઉત્સાહ, અધિકારીઓએ સજ્જ
જિલ્લાની ૧૯૭ ગ્રામ પંચાયતમાં થયું છે ૭૮.૪૯ ટકા જેટલું મતદાન 
શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી માટે ૧૦૦૦ જેટલા જવાનો ખડેપગે

09:16 AM, 21st Dec
પાટણ 
પાટણ જિલ્લામાં તમામ તાલુકા મથક પર હાથ ધરાશે મત ગણતરી
મતગણતરી માં જિલ્લામાં 450 જેટલા કર્મચારીઓ હાજર રહેશે
152 સરપંચ પદ તેમજ 422 વોર્ડ સભ્ય નું આજે હાથ ઘરાશે મતગણતરી
સભ્યો તેમજ સર્પચો નું ભાવિ આજે થશે નક્કી
સરપંચ પદના 463 ઉમેદવારો તેમજ વોર્ડસભ્ય ના 968 ઉમેદવારોનું ભાવિ આજે થશે નક્કી
પહેલા સભ્યો માટે મતગણતરી બાદમાં સર્પચ માટે ની મતગણતરી હાથ ઘરાશે
જિલ્લામાં માં કુલ 81.90% મતદાન થયું 
બેલેટ પેપરથી મતગણતરી હોવાથી એક ગ્રામ પંચાયત માટે દોઢ કલાક જેટલો સમય લાગી શકે છે....
 
છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લાની 232 ગ્રામપંચાયતની ચૂંટણી ની આજે  મતગણતરી,
દરેક તાલુકા મથકે થશે ગણતરી,
છોટાઉદેપુરની 21 પંચાયતોની SF હાઈસ્કૂલ ખાતે ,
પવિજેતપુરની 44 પંચાયતોની તાલુકા સેવાસદન ખાતે ,
બોડેલીની 51+2=53 પંચાયતોની તાલુકાસેવાસદન ખાતે
કવાંટની 33 પંચાયતોની ઈંગ્લીશ હાઈસ્કૂલ ખાતે,
નસવાડીની 45 પંચાયતોની તાલુકાસેવાસદન ખાતે,
સંખેડાની 36 પંચાયતોની તાલુકાસેવાસદન ખાતે મતગણતરી,
સરપંચ ના 922 અને સભ્યના 3855 ઉમેદવારોનો આજે ફેસલો
 
અરવલ્લી
અરવલ્લી જિલ્લાની ૧૯૩ ગ્રામ પંચાયતનું આજે પરિણામ 
૭૨૯ સરપંચ અને ૨૨૮૧ વોર્ડના ઉમેદવારોનું ભાવિનો ફેંસલો
જિલ્લાના ૬ તાલુકા મથકો પર મતગણતરી
૬૧  હોલ અને ૧૫૦ ટેબલ પર મતગણતરી  
મતગણતરી માટે જિલ્લામા ટોટલ ૬૩૨  કર્મચારી 
આરોગ્ય વિભાગના ૧૧૨  કર્મચારીઓ ખડેપગે  
એસઆરપી અને ૩૬૫ પોલીસ સ્ટાફ ખડેપગે

09:15 AM, 21st Dec
જામનગર  
ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતગણતરી
જામનગર જિલ્લાના કુલ 6 તાલુકામાં મતગણતરી કેન્દ્ર
જામનગર તાલુકામાં 22 ટેબલ પર 38 રાઉન્ડમાં મતગણતરી
જામનગર જિલ્લામાં કુલ 72.91% મતદાન નોંધાયું
મતદાન કેન્દ્રો પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો
ગ્રામ્ય લોકો પરિણામ જાણવા મતગણતરી કેન્દ્રો પર પહોંચ્યા
 
સાણંદ
સાણંદ તાલુકામાં મધવનગર મોડલ સ્કૂલમાં મતગણતરી 
મતગણના કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત 
9 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવશે 
સાણંદ તાલુકાના 54 ગામોની હાથ ધરાશે ગણતરી 
એકસાથે 11 ગામોની ગણતરી હાથ ધરાશે
એક ગામ માટે સરેરાશ 2 કલાકનો સમય ફળવાયો

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Rann Utsav 2024-25 ધોરડોમાં કચ્છ રણ ઉત્સવ 2024 નો પ્રારંભ, પ્રવાસીઓને મળશે આ સુવિધાઓ

Parliament Session LIVE : લોકસભામાં વન નેશન વન ઈલેક્શન બિલ રજુ કરવાના સમર્થનમાં 269 અને વિરોધમાં પડ્યા 198 વોટ

Begging- ભીખ માંગવી પડશે ભારે, 1 જાન્યુઆરીથી દાખલ થશે FIR

One Nation One Election - કેવી રીતે થશે લાગૂ, કેટલો લાગશે સમય, શુ થશે ફાયદો ? જાણો બધુ

Accident in Bhavnagar - ભાવનગર અકસ્માતમાં 6 ના મોત, દુર્ઘટનામાં 10 ગંભીર ઘાયલ, ડંપરમાં પાછળથી ઘુસી પ્રાઈવેટ ટ્રેવલ્સની બસ

આગળનો લેખ
Show comments