Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફિક્સ પગારના કર્મચારીઓના વેતનમાં થયેલા વધારાનો લાભ ગુજરાત એસ.ટી નિગમના ફિક્સ પગારના કર્મચારીઓને મળશે : વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી

Webdunia
બુધવાર, 8 નવેમ્બર 2023 (09:23 IST)
¤ રાજ્યના ૨૫ લાખથી વધુ પરિવારોને યાતાયાતની સુવિધા પુરી પાડવાનું ઉત્તમ કાર્ય કરી રહેલા ગુજરાત એસટી વિભાગના ફિક્સ પગારના કર્મચારીઓ માટે મહત્વપુર્ણ નિર્ણય*
¤ એસ.ટી નિગમના ૭ હજારથી વધુ ફિક્સ પગારના કર્મચારીઓને લાભ થશે*
***
રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલએ કર્મચારીઓ પ્રત્યે હરહંમેશથી હકારાત્મક અભિગમ દાખવ્યો હોવાનું જણાવી વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવીએ કહ્યુ કે, તાજેતરમાં જ રાજ્યના ફિક્સ પગારના કર્મચારીઓના પગારમાં ૩૦ ટકા જેટલો વધારો કરવાનો નિર્ણય કર્યો હતો ત્યારે આજે ગુજરાત એસ.ટી નિગમના ફિક્સ પગારના કર્મચારીઓને પણ હવે આ લાભ આપવા સંદર્ભે મહત્વપુર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી ૭ હજારથી વધુ કર્મચારીઓને લાભ થશે.  
 
આ મહત્વપૂર્ણ જાહેરાત કરતા વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વાર-તહેવાર ભૂલીને રાજ્યના ૨૫ લાખથી વધુ પરિવારોને યાતાયાતની સુવિધા પુરી પાડવાનું ઉત્તમ કાર્ય કરી રહેલા ગુજરાત એસટી વિભાગના સૌ કર્મચારીઓ અભિનંદનને પાત્ર છે. તાજેતરમાં જ એસ.ટી યુનિયન સાથે બેઠક કરીને વિવિધ પ્રશ્નો અંગે વિસ્તારપૂર્વક ચર્ચા કરી મોટા ભાગના પ્રશ્નોના નિરાકરણ લાવવામાં આવ્યા હતા.
 
આજે એસ.ટી વિભાગના વિવિધ યુનિયન અને વાહન વ્યવહાર મંત્રીશ્રી વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં સૌ યુનિયનના હોદ્દેદારો તેમજ નિગમમાં ફરજ બજાવતા ફિક્સ પગારના કર્મચારીઓ ઉપરાંત એસ.ટી નિગમના અધિકારીશ્રીઓ જોડાયા હતા. 
 
આ નિર્ણયને આવકારીને એસ.ટી નિગમના વિવિધ યુનિયનના હોદ્દેદારો તેમજ કર્મચારીઓ દ્વારા વાહન વ્યવહાર મંત્રીશ્રીનું અભિવાદન કરી સન્માન કરવામાં આવ્યુ હતું.
****

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Video: 'ટિપ ટિપ બરસા' ગીત ગાતા જ બેકાબૂ થયા ઉદિત નારાયણ, સરેઆમ મહિલાને કરી Lip KISS! ટ્રોલ થયા તો આપી સફાઈ

ગુજરાતી જોક્સ - ગણિતમાં કેમ બોલતા નથી

ગુજરાતી જોક્સ - મોબાઈલ ફેંકી દો...

ગુજરાતી જોક્સ - કોંગ્રેસ પાર્ટીની ટિકિટ

ગુજરાતી જોક્સ - કેમ રડે છે?

વધુ જુઓ..

નવીનતમ

સંધિવા માઈગ્રેન અને માસિક ધર્મના દુખાવામા આદુ કરે છે પેઈનકિલરનું કામ, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

બાકી રહેલ દાળ ચીલા રેસીપી

Wedding Special: લગ્ન પહેલાની આ 6 વિધિ ખૂબ જ ખાસ છે, જાણો તેમના વિશે

એગ ફ્રાય રાઈસ

આગળનો લેખ
Show comments