Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતમાં 800 માંથી માત્ર 111 હોસ્પિટલો પાસે છે ફાયર એનઓસી

Webdunia
શનિવાર, 28 નવેમ્બર 2020 (11:51 IST)
રાજકોટમાં કોરોના હોસ્પિટલમાં આગની દુર્ઘટના બાદ સુરત ફાયર વિભાગ હરકતમાં આવી ગયું છે. અમદાવાદ બાદ હવે રાજકોટના કોરોના હોસ્પિટલમાં આગની દુર્ઘટના બાદ સુરતના 800 હોસ્પિટલોનો સર્વે કરીને તેમને ફાયર વિભાગની નોટીસ ફટકારવામાં આવી છે. શહેરમાં માત્ર 111 હોસ્પિટલો પાસે જ ફાયર વિભાગની એનઓસી છે. 
 
રાજકોટના શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગતાં 5 કોરોના દર્દીઓના મોત થયા છે. આ ઘટના બાદ સુરત ફાયર વિભાગના ચીફ ઓફિસર બસંત પરીખે શુક્રવારે શહેરના તમામા ફાયર ઓફિસરો સાથે બેઠક કરી છે. આ બેઠકમાં સુરતની કેટલી હોસ્પિટલોમાં ફાયર વિભાગે સર્વે કર્યો, કેટલી હોસ્પિટલોમાં ફાયર વિભાગની એનઓસી છે તેની જાણકારી પ્રાપ્ત કરી. 
 
આ બેઠકમાં જાણવા મળ્યું કે સુરત શહેરમાં કાર્યરત 800 નાની હોસ્પિટલોમાંથી માત્ર 111 હોસ્પિટલોએ ફાયર વિભાગ પાસેથી એનઓસી પ્રાપ્ત કરી છે. જ્યારે અન્ય હોસ્પિટલોમાં ફાયર વિભાગની એનઓસી નથી. એટલા માટે જે હોસ્પિટલો પાસે ફાયર વિભાગની એનઓસી નથી તેમને નોટીસ જાહેર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. 
 
ફાયર વિભાગે એનઓસીનો સર્વે કર્યો ત્યારે ધ્યાનમાં આવ્યું કે હોસ્પિટલમાં એસીના કારણે પાવર લોડ વધુ હોય છે જેના લીધે પણ નોટીસ આપવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. હોસ્પિટલોમાં આગળના ગ્લાસનું એલિવેશન કરવામાં આવે છે. જેથી હવા પ્રકાશ રોકવા સાથે આગ જેવી દુર્ઘટનામાં એલિવેશન ખૂબ ખતરનાક સાબિત થાય છે. એવા એલિવેશન દૂર કરવાની સૂચના આપવામાં આવી છે. શહેરી વિકાસ વિભાગે સંકલનમાં ફાયર વિભાગ દ્વારા વિશે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આ કારણોથી શરીરમાં વધે છે બ્લડ પ્રેશર, જાણો High BP ને કંટ્રોલ કરવા માટે શુ કરવુ જોઈએ ?

બટાટા ચાટ મસાલા

Holi Special recipe- ઘુઘરા

હોળી પહેલા ઘરે જ બનાવો બજાર જેવી સફેદ ચિપ્સ, ફક્ત 5 રૂપિયાની આ વસ્તુ ઉમેરો.

Gujarati Essay Holi - હોળી પર નિબંધ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - દાદા દાદી

ગુજરાતી જોક્સ - 3 મહિના

ગુજરાતી જોક્સ - અરીસો બહાર કાઢ્યો

ગુજરાતી જોક્સ - તમે શું કરશો?

ગુજરાતી જોક્સ - પત્ની રોમેન્ટિક મૂડમાં

આગળનો લેખ
Show comments