Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોંગ્રેસમાંથી રાજીનામુ આપી ચૂકેલા અક્ષય પટેલ સહિત 8 ધારાસભ્ય આજે ભાજપમાં જોડાશે

Webdunia
શનિવાર, 27 જૂન 2020 (09:00 IST)
કોંગ્રેસમાંથી રાજીનામુ આપી ચૂકેલા 8 ધારાસભ્ય આજે ભાજપમાં જોડાશે. ગાંધીનગર સ્થિત ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમમાં સવારે 11 વાગે પૂર્વ ધારાસભ્યોને બોલાવવામાં આવ્યા છે. જ્યાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાધાણીની હાજરીમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભગવો ધારણ કરશે. રાજ્યસભાની ચૂંટણી પહેલાં માર્ચમાં 5 અને જૂનમાં 3 ધારાસભ્યો સહિત 8 ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. 
 
કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર ધારાસભ્યોમાં કરજણના અક્ષય પટેલ, મોરબીના બ્રિજેશ મેરઝા, ડાંગના મંગળ ગામિત, કપરાડાના જીતુ ચૌધરી, અબડાસાના પ્રધ્યુમન જાડેજા, લીંબડીના સોમા પટેલ, ધારીના જેવી કાકડિયા અને ગઢડાના પ્રવીણ મારૂનો સમાવેશ થાય છે. આ ધારાસભ્યોના રાજીનામાથી ભાજપને ફાયદો પહોંચ્યો છે અને તેમના રાજ્યસભાના ત્રણેય ઉમેદવાર જીતી ગયા, જ્યારે કોંગ્રેસ ફક્ત એક સીટથી સંતોષ માનવો પડ્યો. 
 
ધારાસભ્ય અક્ષય પટેલ કમલમ ખાતે વિધિવત રીતે ભાજપમાં જોડાવાના છે. તેમણે જણાવ્યું હતું કે હાલ કોરોનાની મહામારીના લીધે શક્તિપ્રદર્શન ન કરી શકાય. જેથી મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં તેઓ ભાજપમાં જોડાવાના છે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે આગામી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અક્ષય પટેલ ઉપર વિશ્વાસ મૂકી અને જંગી બહુમતીથી જીતાડશે. તેઓ પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મારૂ લક્ષ્ય કરજણ વિધાનસભા વિસ્તારનો વિકાસ છે અને પાર્ટી સાથે તમામ બાબતોની વાત કરી છે. તેમણે કહ્યુ કે, પાર્ટી પણ મને આ કામમાં સહકાર આપશે. 
 
ભાજપે અભય ભારરદ્વાજ, રમીલાબેન બારા, અને નરહરી અમીનને રાજ્યસભાની ચૂંટણીમાં ઉતાર્યા હતા અને ત્રણેય જીતી ગયા. જ્યારે કોંગ્રેસે શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીને ઉમેદવાર બનાવ્યા હતા. જેથી શક્તિસિંહ ગોહિલ જીતી ગયા અને ભરતસિંહ સોલંકીને હારનો સામનો કરવો પડ્યો હતો.

સંબંધિત સમાચાર

સવારે ઉઠ્યા પછી પાણી પીવાથી શું ફાયદા થાય છે, જાણો કેટલા ગ્લાસ પાણી પીવું જોઈએ?

કૂલરથી ઠંડી હવા માટે અજમાવો આ ઉપાય, આપશે ઠંડી ઠંડી હવા

Brothers Day Wishes & Quotes 2024: બ્રધર્સ ડે પર આ સુંદર મેસેજ દ્વારા તમારા ભાઈને વ્યક્ત કરો તમારો પ્રેમ

Happy Brothers Day 2024 : બ્રધર્સ ડે ની શરૂઆત, કેમ મનાવવો જોઈએ આ દિવસ, જાણો ભાઈઓ સાથે જોડાયેલ રોચક વાતો

Body Smell Removal:શું પરફ્યુમ લગાવ્યા પછી પણ શરીરમાંથી પરસેવાની દુર્ગંધ નથી આવતી? તો આ ટિપ્સ ફોલો કરો

દીપિકા પાદુકોણની પ્રેગનેંસી ગ્લોના દિવાના થયા રણવીર સિંહ, વાઈફને લોકોની ખરાબ નજર બચાવવા માટે કર્યુ આ કામ

પતિના આંખની સર્જરી પછી સિદ્ધિવિનાયક મંદિર પહોચી પરિણિતી ચોપડા, પત્નીને ભીડમાંથી બચાવતા જોવા મળ્યા રાઘવ ચડ્ઢા

અભિનેત્રી લૈલા ખાનના કાતિલ પિતા પરવેઝને ફાંસીની સજા, મર્ડર કેસમાં 13 વર્ષ પછી આવ્યો નિર્ણય

'ભાભીજી ઘર પર હૈ' ફેમ ફિરોજ ખાનનુ નિધન, હાર્ટ એટેકે લીધો જીવ

Jokes- હા, કંજૂસ તો છે

આગળનો લેખ
Show comments